દિવાળીની રજાઓમાં એકલા ફરવા જઇ રહ્યા છો તો રાખો આ વાતનું ધ્યાન

દિવાળીના વેકેશનમાં ઘણા લોકો બહાર ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. પરંતુ ઘણી વખત એવી વાતો હોય છે તેનું આપણે ધ્યાન રાખવાનું ભૂલી જતા હોઇએ છીએ. એમાં પણ ખાસ કરીને જો તમે એકલા કોઇ જગ્યાએ ફરવા જઇ રહ્યા છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જેનાથી તમને એકલા ફરવામાં પરેશાની નહીં થાય. આવો જોઇએ કેટલીક વાતો જે તમે એકલા યાત્રા શરૂ કરતા પહેલા ધ્યાનમાં રાખવાની જરૂર છે. જેથી તમને મુસાફરી કરતા સમયે કોઇ મુશ્કેલી ન થાય.

– તમે જ્યાં પણ ફરવા જાવ છો તે હોટલનું એડ્રેસ, રોડ મેપ તેમજ આસપાસની જગ્યાની જાણકારી પહેલાથી એકઠી કરી લો જેથી તમને બાદમાં કોઇ પરેશાની ન થાય.

– યાત્રા પહેલા તમે પૂર્ણ રીતે પ્લાનિંગ કરી લો કે તમને ક્યાં જવાનું છે અને કેટલા દિવસ રોકાવાનું છે અને તમે જાવ છો તે જગ્યાનું વાતાવરણ કેવું છે તે અંગે પહેલાથી માહિતી લઇ લો.

– તમે જે બસ,રેલવે, ફ્લાઇટમાં જઇ રહ્યા છો તે નીકળવાના સમય પહેલા તમે ત્યાં પહોંચી જાવ કારણકે તમે થોડાક મોડા પડશો તો તમારા પ્રવાસની પ્લાનિંગ અને પૈસા ખરાબ કરી શકે છે.

– યાત્રા પહેલા તમારી સાથે લઇ જવાની જરૂરી વસ્તુઓ અને સામાનની લિસ્ટ બનાવી લો. અને જતા પહેલા આ લિસ્ટ મુજબ સામાન ચેક કરી લો જેથી તમારો કોઇ અગત્યનો સામાન રહી ન જાય.

– તમારે જે જગ્યા પર જવાનું છે અને જ્યા રહેવાનું છે તે હોટલનું બુકિંગ પહેલાથી કરી લો. જેથી તમને ત્યાં જઇને તમને કોઇ પરેશાની ન થાય.

– તે સિવાય રોકડા રૂપિયા સાથે ખૂબ ઓછા રાખો તમે એટીએમ પણ સાથે રાખી શકો છો અને તેનો જ ઉપયોગ કરો. જેથી રોકડા રૂપિયા સાચવવા ન પડે.

– તમારી સાથે ઓછામા ઓછો અને હળવો સામાન રાખો જેથી તમને સામાન ઉઠાવવામાં વધારે થાક ન લાગે.

– ફરવા જતા પહેલા તમારી સાથે ફર્સ્ટ એડ બોક્સ જરૂરથી રાખો. જેમા નાની મોટી તકલીફ જેમ કે શરદી-ઉધરસ, માથાનો દુખાવો, પેટમાં દુખાવો જેવી દવાઓ, રૂ, પાટો,એન્ટી સેપ્ટિક બાયોટિક ક્રીમ પણ સાથે રાખવી જોઇએ.

– તમારા સામાનમાં તમારું નામ, એડ્રેસ, ફોન નંબર રાખી મૂકો. જેથી તમારો સામાન કયાંય ખોવાઇ જાય તો જેને મળે તે તમારો સંપર્ક કરી તમને તમારો સામાન પરત આપી શકે.

– મુસાફરી દરમિયાન કોઇપણ અજાણ્યા વ્યક્તિ સાથે કોઇ પણ વસ્તુ ન લો તેમજ તેની પર એકદમથી વિશ્વાસ ન કરવો જોઇએ.

ગત દિવાળી કરતાં આ દિવાળીએ પેટ્રોલ 5 રૂપિયા ડીઝલ 14 રૂપિયા મોંઘું

તમને કદાચ ગમશે