કરોડપતિ બનવું હોય તો ટ્વિટ્ટર પર ફોલો કરો આ વ્યક્તિ ને આપે છે ૬ કરોડ રૂપિયા,જાણો કોણ છે તે વ્યક્તિ.

114
Loading...

રિટ્વીટનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

જો તમને કોઇ કહે કે તેના ટ્વિટર હેન્ડલને તમે ફોલો કરશો તો તેમને 6 કરોડ રૂપિયા આપશે તો તમે માનશો? પરંતુ જાપાનના બિઝનેસમેન યુસાકૂ મેઝાવાએ આવું જ કંઇક કર્યું છે.

મેજાવાએ ટ્વિટર પર એવી ટ્વીટ કરી છે જેની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. તેની આ ટ્વીટે સૌથી વધારે વખત રિટ્વીટ થયાનો રેકોર્ડ બનાવ્યો છે.

તેણે કરેલા ટ્વીટને 5.8 મિલિયન વખત રિટ્વીટ કરાઇ છે.

Follow કરવાના છ કરોડ રૂપિયા!

લોકો તેની આ ટ્વીટને એટલા માટે રિટ્વીટ કરી રહ્યા છે કારણ કે તેમને આમ કરવા માટે પૈસા મળી રહ્યા છે.

અરબપતિ બિઝનેસમેન યુસાકૂ મેઝાવાએ 5 જાન્યુઆરીએ ટ્વીટ કરી જાહેર કર્યું હતું કે આ ટ્વીટને

રિટ્વીટ અને સાથે તેને ફોલો કરનાર 100 લકી વિનર્સ વચ્ચે 100 મિલિયન યેન એટલે કે 6 કરોડ

રૂપિયાથી પણ વધારેની રકમ ઇનામ સ્વરૂપે આપવામાં આવશે.

યુસાકૂએ કરેલી ટ્વીટ થોડા જ સમયમાં એટલી વાયરલ થઇ કે તેણે રિટ્વીટનો રેકોર્ડ તોડી દીધો.

100 વ્યક્તિને મળશે રૂપિયા

યુસાકૂ મેઝાવા ઓનલાઇન ફેશન રિટેલર ઝોઝોટાઉનના સંસ્થાપક છે. તેમણે ટ્વીટ કરી લખ્યું હતું કે,

ઝોઝોટાઉનના નવા વર્ષનો સેલ ઇતિહાસમાં સૌથી સારો ચાલ્યો અને સેલ થકી અમે 10 બિલિયન યેન એટલે કે 6.5 અરબ રૂપિયાનો સામાન વેંચ્યો છે.

જેના આભારરૂપે હું તમારામાંથી લકી 100 વ્યક્તિ વચ્ચે 6.5 કરોડ રૂપિયા વહેંચીશ. આ માટે મારા ટ્વિટર હેન્ડલને ફોલો કરી આ ટ્વીટને રિટ્વીટ કરો’

તોડ્યો રેકોર્ડ

યુસાકૂ મેઝાવાની ટ્વીટે કોલેજ સ્ટુડન્ટ કાર્ટર વિલકિંસનનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા કાર્ટર વિલકિંસનની ટ્વીટ 35.8 લાખ વખત રિટ્વીટ થઇ હતી.

તેણે 2017માં એક વર્ષ સુધી ફાસ્ટ ફૂડ ચેનમાંથી ફ્રીમાં ફૂડ મેળવવા માટે તેના ટ્વીટને રિટ્વીટ કરવા કહ્યું હતું.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...