અમેરિકા બાદ ફિલીપાઇન્સમાં વાવાઝોડાએ મચાવ્યો તરખાટ : અત્યાર સુધી 25 નાં મોત : જુઓ તાજા સમાચાર

121
Loading...

શક્તિશાળી તોફાન મંગખુતે ફિલીપાઇન્સમાં જોરદાર તબાહી મચાઇ છે. વાવાઝોડું અને મૂશળધાર વરસાદની સાથે આવેલા આ તોફાનને કારણે ભૂસ્ખલન અને મકાન પડવાની ઘટનાઓમાં મરનાર લોકોની સંખ્યા હવે વધીને 25 થઇ ગઇ છે, જ્યારે કેટલાક ઘરોને નુકસાન થયું છે. આ ઉપરાંત ઘણા લોકો ગુમ થઇ ગયા છે.

ઉત્તર ફિલીપાઇન્સમાં તબાહી મચાવ્યા બાદ હવે તોફાન રવિવારે હોંગકોંગ અને દક્ષિણ ચીનની તરફ આગળ વધી રહ્યું છે. દુનિયામાં આ વર્ષનું શક્તિશાળી તોફાન છે. આ તોફાનના રસ્તામાં 50 લાખથી વધારે લોકો છે.

તોફાનના કારણે ચીન અને ફિલીપાઇન્સની વચ્ચે ચીનના વિદેશમંત્રી વાંગ યી ની યાત્રા ટળવાની સહમતિ બની છે. તોફાનને કારણએ આશરે 150 ફ્લાઇટ રદ કરવી પડી હતી અને સાથે જ દરિયાઇ માર્ગથી પણ યાત્રા બંધ કરવી પડી.

જો કે મંગખુત થોડું નબળું પડ્યું છે, પરંતુ એની અસર હજુ પણ પ્રચંડ છે. આ એની સાથે વાવાઝોડું અને વરસાદ લઇને આવી રહ્યું છે.

1 ક્લિક પર જોડાવો GUJJUTECH ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે…

તમને કદાચ ગમશે

Loading...