જુલાઇ 2019 થી ડ્રાઇવિંગ લાઇસન્સ અને RC બુકમાં થશે અનેક ફેરફાર : જાણો કયાં-કયાં?

118
Loading...

વર્ષ 2019નાં આગામી જુલાઇ મહિનાથી દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા થનારા ડ્રાઇવિંગ લાઇસન્સ અને વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC Book) એક જેવાં જ હશે. આનો રંગ, ડિઝાઇન તો એક જેવાં જ રહેશે અને સાથે સાથે સિક્યોરિટી ફીચર પણ એક જેવાં જ હશે.

સ્માર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ અને વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં માઇક્રોચિપ સિવાય ક્યૂઆર કોડ્સ હશે. જેમાં નિયર ફિલ્ડ ફીચર (એનએફસી) પણ હશે કે જે હાલમાં માત્ર મેટ્રો કાર્ડ અને એટીએમ કાર્ડમાં હાજર હોય છે. આનાંથી ટ્રાફિક પોલીસ પોતાની પાસે હાજર ડિવાઇસની સહાયતાથી કાર્ડમાં ઉપલબ્ધ જાણકારી પણ હાંસલ કરી શકે છે.

નવા ડ્રાઇવિંગ લાયસન્સમાં એ વાતની પણ જાણકારી હશે કે ડ્રાઇવરે અંગ દાન કર્યું છે અને શારીરિક વિકલાંગતાને કારણ ક્યાંક તે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવેલ વાહન તો નથી ચલાવી રહ્યાં.

ગાડીનાં ઇમિશનની સંપૂર્ણ જાણકારી પણ RCમાં ઉપલબ્ધ હશે કે જેથી પ્રદૂષણનાં નિયંત્રણમાં સુવિધા મળી શકે. માર્ગ પરિવહન મંત્રાલયનાં એક અધિકારીએ કહ્યું કે, અત્યારમાં જો કોઇ પ્રદૂષણને માટે ટેસ્ટ કરે છે તો તેને ગાડીનાં માલિકથી ગાડી સંબંધિત જાણકારી લેવાની રહેશે. દેશભરમાં 32 હજાર ડ્રાઇવિંગ લાઇસન્સ દરરોજનાં રોજ રજૂ થાય છે અથવા તો રિન્યૂ પણ થાય છે. ત્યાં બીજી બાજુ દરરોજનાં 43 હજાર વાહન રજિસ્ટર્ડ અને રી રજિસ્ટર્ડ થાય છે.

તમને કદાચ ગમશે

Loading...