ઉનાના માછીમારનું પાક જેલમાં મોત

42
Loading...

વારંવાર ભારતીય માછીમારોને ઉઠાવી જતું પાકિસ્તાન તેમને ત્યાંની જેલમાં સબડતા છોડી દે છે અને એવી હાલતમાં જ બંદીવાનનું મોત નિપજયું હોય તેવા પણ અનેક કિસ્સા બનયા છે. ઉના તાલુકાના કાજરડી ગામના એક એવા જ અપહૃત માછીમારે પાક. જેલમાં જીવ ગુમાવ્યાનું બહાર આવ્યું છે. પાકિસ્તાનની લાડી જેલમાંથી એક ભારતીય ખલાસીએ લખેલો પત્ર ઉનાના કાજરડી ગામના સોલંકી પરિવારને મળ્યો ત્યારે આ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું, કેમ કે તેમાં આ પરિવારના સદસ્ય એવા નાનુભાઇ કાનાભાઇ સોલંકીના મૃત્યુ અંગે જાણ કરવામાં આવી હતી!.

પ્રાપ્ત વિગતો મુજબ, તા.૧૧ નવેમ્બર, ૨૦૧૭ના રોજ પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા પોરબંદરની એક બોટને ખલાસીઓ સમેત ઉપાડી જવામાં આવી હતી, જેમાં ઉના તાલુકાના કાજરડી ગામના નાનુભાઇ સોલંકી પણ સામેલ હતા. પોરબંદરના બશીર અહેમદ નાગલાની બોટમાં કેટલાંક દરિયાખેડૂઓ માછીમારી કરતા હતા તે દરમિયાન પાક. મરીન એજન્સીએ તેમનું અપહરણ કર્યું હતું. અપહૃત માછીમારોને પાકિસ્તાનની લાડી જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. ત્યારથી, નાનુભાઇ પણ આ રીતે બંદીવાન હતા. ભારત સરકાર કયારે પાકિસ્તાન પર દબાણ કરીને બંદીવાન માછીમારોને મુક્ત કરાવે તેની રાહમાં સોલંકી પરિવાર દિવસો ગુજારતો હતો. એવામાં તેમને નાનુભાઇના એક સાથી ખલાસી તરફથી એક પત્ર મળ્યો, જેમાં નાનુભાઇ ૨૦મી સપ્ટેમ્બરે મૃત્યુ પામ્યાના આઘાતજનક સમાચાર આપવામાં આવ્યા હતા!.

મૃતકના પરિવારને એમ પણ જાણવા મળ્યું કે અચાનક પેટમાં દુ:ખાવો ઉપડતાં નાનુભાઇને સારવાર માટે પાકિસ્તાનની હોસ્પિટલે લઇ જવાયા હતા, બાદમાં પાક. જેલમાં મૃત્યુ નિપજયું હતું. આ વિશે માહિતગાર કરાતાં વેરાવળ ફિશરીઝ વિભાગે ખરાઈ અંગે કાર્યવાહી શરૂ કરી છે. મૃતક નાનુભાઇના પરિવારમાં પત્ની જેઠીબેન, પાંચ પુત્રો અને ત્રણ પુત્રીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો

અમૃતસર: ડ્રાઈવરે ટ્રેનને રોકવાનો પૂરતો પ્રયાસ કર્યો, ના ટળી શકી દુર્ઘટના

તમને કદાચ ગમશે

Loading...