કમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના માનવામાં આવે તો જોઈ લ્યો અહીંયા……

83
Loading...

2019 માં બોક્સ ઓફિસ પર સફળતા ની નવી શરૂઆત થઇ છે. પહેલા ફિલ્મ ‘uri’ રિલીઝ થઇ જેના પછી ફિલ્મ ‘મણિકર્ણિકા’ આવી. બંને ફિલ્મો કમાલ કરી રહી છે. પણ ફિલ્મ ઉરી એ પોતાની કમાણી એ દરેક કોઈને ચોંકાવી દીધા છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર છપ્પડ ફાડીને કમાણી કરી રહી છે. ફિલ્મ ની કમાણી માં એક ટકા પણ ખામી દેખાઈ રહી નથી. જણાવી દઈએ કે આ ફિલ્મ એ બાહુબલી નો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે.ફિલ્મ એ બાહુબલી ના 23 માં અને 24 માં દિવસની કમાણી ના મામલામાં રેકોર્ડ તોડી નાખ્યો છે.

 uri

જણાવી દઈએ કે બાહુબલી-2 એ 23 માં દિવસે 3.35 કરોડ ની કમાણી કરી હતી જયારે
uri એ 6.53 કરોડ ની કમાણી કરી લીધી છે. જયારે 24 માં દિવસે બાહુબલી-2 એ 7.80 કરોડ કમાયા તો ઉરી એ 8.71 કરોડ નો આંકડો પાર કરી લીધો છે. એવામાં બંને દિવસની કમાણી બાહુબલી ના હિસાબે uri ની વધારે રહી છે. ઉરી એ પોતાના નામે 23 અને 24 માં દિવસે આટલી કમાણી કરીને રેકોર્ડ બનાવી દીધો છે.

 uri

ફિલ્મ ની કમાણી ની વાત કરીયે તો ફિલ્મ હજી સુધી 189.76 કરોડ નો કારોબાર કરી ચુકી છે. માનવામા આવી રહ્યું છે કે ફિલ્મ જલ્દી જ 200 કરોડ ના આંકડા ને પણ પાર કરી લેશે. ફિલ્મ એ ચોથા અઠવાડિયા માં શુક્રવાર ના 3.43 કરોડ, શનિવારે 6.53 કરોડ અને રવિવારે 8.71 કરોડ નું શાનદાર કલેક્શન કર્યું છે. આ હિસાબે ફિલ્મ ની કમાણી 190 કરોડ થઇ ગઈ છે. આગળના દિવસોમાં ઉત્તરપ્રદેશ ના મુખ્યુમંત્રી યોગી આદિત્યનાથ એ ફિલ્મ ને પુરા રાજ્ય માં ટૈક્સ ફ્રી કરી નાખ્યું છે.

 uri

આ ફિલ્મ ના ક્રિટીક્સ ને ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ ફિલ્મ ની કહાની કદાચ જ કોઈ જાણતું હશે. વર્ષ 2016 માં જમ્મુ કાશ્મીર ના uri માં આતંકી હુમલો થયો હતો જેમાં આપણા 19 યુવાનો શહીદ થઇ ગયા હતા. તેના પછી ભારતયી આર્મી એ સર્જીકલ સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાન માં ઘૂસીને તેઓના ઘણા કૈપ્સ ને ઉડાદી દીધા. ફિલ્મ માં વિક્કી કૌશલ ઇન્ડિયન ફોર્સ ના કમાન્ડો ના કિરદાર માં નજરમાં આવી રહ્યા છે, જ્યારે યામી ગૌતમ નો કિરદાર પણ ખુબ જ ખાસ છે, હવે એ જોવાનું છે કે ફિલ્મ કેટલા રેકોર્ડ તોડે છે.

 uri

જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2016માં ભારતીય સેનાએ એલઓસી પાર કરીને પાકિસ્તાનની ધરતી પર જઈને ‘uri’ એટેકનો બદલો લીધો હતો. જેમાં ભારતીય સેના ઘણા જવાનો શહીદ થયા હતા. યુવા નિર્દેશક આદિત્ય ધરેના વખાણ કરવા જોઈએકે તેમને આખી ફિલ્મને રેક પર રાખીને અંત સુધી દર્શકોને બાંધી રાખ્યા. ફિલ્મમાં વિકી કૌશલના એક્શન સીન પણ જોવા મળે છે. જ્યા રાઝી અને સંજુમાં તેનો અભિનય જોરદાર હતો એમ અહીં આ ફિલ્મમાં પણ દમદાર અભિનય જોવા મળ્યો.

 uri

આ વર્ષે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે રાજનીતિ અને સેનાથી જોડાયેલી બે ફિલ્મ રિલીઝ થઇ છે. ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’, જેને બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ નથી કરી. અને બીજી ‘uri : ધ સર્જિકલ સ્ટ્રાઇક’, જેને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. દરેક જગ્યા પર આ ફિલ્મના વખાણ થઇ રહયા છે, અને ફિલ્મના નિર્માતાએ પણ ખૂબ જ સારું કામ કર્યું છે. ફિલ્મના પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલાએ શહીદની વિધવાઓને એક કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.

 uri

‘uri : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ ફિલ્મ વર્ષ 2016માં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને 29 આતંકવાદીઓનો ખાત્મો કર્યો હતો એ સત્ય ઘટના પર આધારિત છે. આ સર્જિકલ સ્ટ્રાઇક માટે મોદી સરકારે પોતાને શાબાશી પણ આપી હતી. આ ઘટના ઘણા સમય સુધી ચર્ચાઓમાં રહી હતી. વિકી કૌશલએ પોતાના અભિનયથી ફરી એકવાર પોતાની જાતને સાબિત કરી છે. તેના શાનદાર અભિનયના વખાણ લોકો પણ કરી રહ્યા છે.

 uri

હાલમાં જ સેનાએ દિવસ પર રોનીના પ્રોડક્શન હાઉસ આરએસવીપી એ મિસાલ કાયમ કરતા ફામથી થયેલી કમાણીમાંથી 1 કરોડ રૂપિયા શહીદોની વિધવાઓને આપવાની જાહેરાત કરી છે. ફિલ્મ એટલી સારી રીતે બની છે કે આ જોયા પછી દેશના યુવાનોમાં સૈન્યમાં જોડાવાની ભાવના પણ વધી રહી છે.

 uri

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

uri

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

ટેલિગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો :  gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...