ઘરમાં આ નાની બાબતોનું ધ્યાન રાખશો તો પણ વર્ષે રુ.50000 બચી જશે

54
Loading...

આ મોંઘવારીમાં વર્ષે 50000 બચે તે બહુ મોટી વાત

એક ફિલ્મ યાદ છે આમદની અઠન્ની ખર્ચા રુપૈયા, બસ આવું જ કંઈક બધા સાથે હોય છે સમય કોઇપણ હોય અને તમે નોકરી કરતા હોવ કે બિઝનેસ તમામને લાગે છે કે આવક ઓછી પડી રહી છે અને પછી તેઓ આવક વધારવા માટે તનતોડ મહેનતમાં લાગી જાય છે. જોકે આવી મહેનત કરતા થોડું સમજદારી પૂર્વક કામ કરેને તો પણ ઘર ખર્ચમાં વર્ષેદહાડે રુ. 50000 પૂરા બચાવી શકે છે. અને જે રુપિયા તમે બચાવો છો તે કમાણા બરાબર જ છે. આ ટિપ્સ ખૂબ સામાન્ય છે પણ આપણે ક્યારેય તેના પર ધ્યાન નથી દેતા તેના કારણે અનેક મુશ્કેલી સહન કરવી પડે છે. તો ચાલો જાણીએ આ ટિપ્સ અંગે…

દિવાલથી 2 ઇંચ દૂર રાખો ફ્રીઝ

આમ કરવાથી ફ્રીઝને પૂરું એર સર્ક્યુલેશન મશે. જેના કારણે તમારા વીજળીના બિલમાં 40 ટકા જેટલી બચત થશે. એક સામાન્ય 5 સ્ટાર એસી વર્ષમાં 400 યુનિટ જેટલો પાવર ખર્ચે છે જેનો વર્ષભરનો ખર્ચ રુપિયા 2400 જેટલો આવે છે. હવે જો તમે 40 ટકા જેટલો ઓછો પાવર ખર્ચો તો ખર્ચમાં પણ રુ. 960 જેટલો ઘટાડો આવી શકે છે.

કારમાં વધુ સામાન ન રાખો

ઘણાને ટેવ હોય છે કે કામની હોય તે તો ઠીક છે બાકી ગામની નકામી વસ્તુઓ પણ કારમાં જ્યાંને ત્યાં સંગ્રહી રાખે છે. જ્યારે એન્જિનિયરિંગ એવું કહે છે કે કારમાં 45 કિલો વજનથી વધુની વસ્તુ રાખવા પર તેના એન્જીન પર ભાર આવે છે જે વધુ ઈંધણ બાળે છે. આ રીતે જો કારનો સામાન્ય વપરાશ હોય તો વ્યક્તિ દર મહિને 6000 રુપિયા ઈઁધણ ખર્ચ પર બાળે છે. આ હિસાબે જુઓ તો વર્ષનો ખર્ચ 72000 રુપિયા આવે છે. જો તમે કારમાં નકામું વજન દૂર કરીને 2 ટકા ઈંધણની બચ કરો છો તો વર્ષના 1440 જેટલા રુપિયા બચી જશે.

ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને પાવર બટનથી ઓફ કરો રિમોટથી નહીં

જો તમે રિમોટથી ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ યુઝ કરો છો તો લગભગ 10 ટકા જેટલી વીજળી વધારે યુઝ થાય છે. મોટાભાગના લોકો ટીવી, એસી સહિતના તમામ સાધનો રિમોટથી બંધ કરે છે. જ્યારે મોટા શહેરોમાં સરેરાશ દરેક ઘરમાં મહિને રુ.5000 લાઇટ બિલ આવે છે. ત્યારે જો તમે દર મહિને 10 વીજળી બચાવીને મહિને 500 રુપિયા બચાવી શકો છો તો વર્ષે 6000 જેટલા રુપિયા ચોખ્ખા બચાવી શકો છો.

ACનું ટેમ્પરેચર 24-25 ડિગ્રી પર રાખો

જો તમે નિયમિત ACને 24-25 ટેમ્પરેચર પર રાખશો તો તમારું AC 20 ટકા જેટલી ઓછી વિજળી ખર્ચ કરશે. એક અંદાજ મુજબ સામાન્ય રીતે એક પરિવાર વાર્ષિક 45000 રુપિયા ACના બિલ પર ખર્ચ કરે છે. પણ જો આ રીતે બચત કરે તો વાર્ષિક 5000 જેટલા રુપિયા બચાવી શકે છે.

ખાવાનું પાકવા લાગે કે તરત ગેસ કરી દો ધીમો

ગેસનો ઉપયોગ આમ કરવાથી 10 ટકા ઓછો ગેસ ખર્ચ થશે જે સરવાળે તમારા ખિસ્સામાંથી વાર્ષિક 540 જેટલા રુપિયા બચાવશે. સામાન્ય રીતે એક પરિવાર દરેક મહિને 14.2 કિલો ગેસનો ઉપયોગ કરે છે જેના પર સબસિડી સહિત વાર્ષિક 5400 રુપિયા ખર્ચ થાય છે. આ તકનીક અપનાવ્યા બાદ 10 ટકા એનર્જી બચશે અને તમારા રુપિયા પણ બચશે.

સાદા નહીં LED બલ્બ લગાવો

LED બલ્બ અંગે તમને ખ્યાલ જ હશે કે સાદા બલ્બ કરતા લગભગ અડધોઅડધ તમારું ઇલેક્ટ્રિક બિલ ઓછું કરી નાખે છે. જેના કારણે જો આપણે એમ ધારીએ કે તમારા ઘરમાં 60 વોટના 10 બલ્બ લાગેલા છે. જે દરરોજ 10 કલાક સુધી ચાલુ રહે છે. તો તેનો પ્રતિ દિવસ ખર્ચ રુ. 36 જેટલો આવે છે. હવે તેની જગ્યાએ જો LED બલ્બ યુઝ કરશો તો પ્રકાશ તો તેટલો જ સરસ મળશે પણ ખર્ચ 80 ટકા ઘટીને ફક્ત 3.6 પૈસા પર આવી જશે. આ રીતે વર્ષભરમાં તમે 11,664 રુપિયા બચાવી શકશો.

ખુલ્લા વાસણી જગ્યાએ પ્રેશર કૂકરમાં ખાવાનું પકાવો

આમ કરવાથી ખાવાનું જલ્દી પાકશે અને તમારું ગેસ કન્ઝપ્શન ઘટશે. એક અંદાજ મુજબ આ રીતે ગેસ બચાવવાથી વર્ષે 70 ટકા જેટલી એનર્જી બચે છે. તે હિસાબે વર્ષે 3780 જેટલા રુપિાય વધે છે.

ટ્રાફિક જામ દરમિયાન વાહનનું એન્જિન બંધ કરી દો

ઈંધણનો ખર્ચ તો ઓછો થશે સાથે સાથે પ્રદૂષણ પણ ઓછું થશે. આ રીતે તમે વાર્ષિક 13000 રુપિયા બચાવી શકશો.

કામ ન હોય તો મોનિટર બંધ કરી દો

જો તમારે ઘડી ઘડી કૉમ્પ્યુટરનું કામ હોય તો શટડાઉન અને ઓન કરવાની ઝંઝટમાંથી મુક્તીની સાથે સાથે વિજળી બચાવવી હોય તો તેની સ્ક્રિનને બંધ કરી દો. પ્રતિ કલાકે આ રીતે 1 યૂનિય વિજળી તમે બચાવી શકો છો અને જો વાર્ષિક જોવામાં આવે તો તેના દ્વારા વર્ષે 2200 જેટલા રુપિયા બચાવી શકો છો.

ફોન ચાર્જ કર્યા બાદ ચાર્જરને અનપ્લગ કરી દો

આપણામાંથી મોટાભાગનાને આ ટેવ હોય છે તેઓ ફોન ચાર્જ થયા બાદ ચાર્જર તેમાં ભરાવી રાખે છે. પરંતુ હવે ધ્યાન રાખો ચાર્જર જો અટેચ હશે તો તમારી માથે વર્ષે બીજા વધારાના 4300 રુપિયાનો બોજો આવશે. માટે ચાર્જરનું કામ પતી જાય કે તેને અનપ્લગ કરી દો વર્ષે આ 4300 રુપિયા બચી જશે.

આ પણ વાંચો : ધનિકોની ધરતીઃ ગુજરાતમાં આટલા લોકો પાસે છે 1000 કરોડથી વધુ સંપત્તિ : જાણો વધુ

તમને કદાચ ગમશે

Loading...