VADODARA FINANCE COMPANY ના માલિકે કહ્યું, મારી સાથે શરીર સંબંધ રાખીશ તો દર 3 મહિને પગાર વધારીશ

young girl with stopping herself

VADODARA FINANCE COMPANY માલિકે ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારીને ઘરે બોલાવી તેને બાથભીડી શરીર સુખ માણવાની માગણી કરી હતી.

માલિકને તેમની પત્ની પણ સાથ અાપતી હોઇ મહિલા કર્મચારીએ દંપતી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

VADODARA FINANCE COMPANY માલિક અને તેમની પત્ની વિરૂદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી

બનાવની વિગતો અનુસાર પાણીગેટમાં રહેતી 21 વર્ષીય યુવતી માંડવી વિસ્તારની VADODARA FINANCE COMPANYમાં નોકરી કરે છે.

યુવતી નોકરી પર જાય ત્યારે કંપનીનો માલિક તેને ખરાબ નજરથી જોઇ બિભત્સ ઇશારા કરી હેરાન કરતો હતો.

ગત 18મીએ કેબીનમાં બોલાવી શારીરિક છેડછાડ કરી હતી. 21મીએ તેમના માંજલપુર સ્થિત ઘરે બોલાવી હતી.

યુવતી માલિકના ઘરે પહોંચતા પત્ની નહાવા ગઇ છે તેમ કહી માલિકે તેને બાથભીડી લીધી હતી. ત્યારબાદ તેને પ્રાણાયામ કરાવી બેડ પર સૂઇ જવાનું કહ્યું હતું.

VADODARA FINANCE COMPANY

યુવતી બેડરૂમમાંથી બહાર નીકળી ગઇ હતી. તેણે માલિકની પત્નીને વાત કરતાં ખાલી મસ્તી કરે છે તેમ કહી તેણે વાત ટાળી દીધી હતી.

માલિકે આ વાતું તું કોઇને કરીશ નહિ તેમ કહી બીજી બ્રાંચમાં જઇશ તો દર 3 મહિને પગાર વધારો કરાશે પણ તારો શરીર સંબંધ રાખવો પડશે તેમ કહ્યું હતું.

ગત 29 ઓક્ટોબરે પણ યુવતીને કેબીનમાં બોલાવી વહાલ કરવાનું કહ્યું હતું.

આખરે યુવતીએ વાડી પોલીસ સ્ટેશનમાં માલિક અને તેમની પત્ની વિરૂદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે.પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો  : ‘ROCKETRY – ધ નંબી ઇફેક્ટ”નું MOVIE TEASER રિલીઝ : જુઓ અહીંયા

તમને કદાચ ગમશે