vismay shah સાથે દારૂની મેહફીલ કરી રહેલી રશિયન યુવતી કોણ છે? : જાણો અહીં

455
Loading...

vismay shah : ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા  તાજેતરમાં શ્રીબાલાજી કુટીરમાં દરોડો પાડતા દારૂ અને હુક્કાની મહેફિલ પકડી પાડી હતી. આ મામલે અડાલજ પોલીસે  પાંચ વર્ષ પહેલા  ચર્ચિત હિટ એન્ડ રન કેસના આરોપી રહેલા vismay shah સહિત બે મહિલા સહિત છ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.

આ હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પોલીસને એક રશિયન મહિલા પણ દારૂનો નશો કરેલી હાલતમાં મળી આવી હતી. પરંતુ પોલીસે તેની સામે કોઈ કાર્યવાહી કરી ન્હોતી.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે vismay shah સાથે દારૂની મજા લઈ રહેલા અમદાવાદના મણિનગર વિસ્તારમાં ગાયનેકોલોજીસ્ટ ચિન્મય પટેલ અભ્યાસ અર્થે રશિયા ગયો હતો.

ત્યા તેને રશીયન યુવતી વિક્ટોરિયા સાથે પ્રેમ થઈ જતા તેની સાથે લગ્ન કરી તેને તેઓ ભારત લઈ આવ્યા હતા. નાતાલની ઉજવણી નિમિત્તે શ્રીબાલાજી કુટીરમાં યોજવામાં આવેલ પાર્ટીમાં ડૉ. ચિન્મય પોતાની રશીયન પત્ની વિક્ટોરીયાને પણ લઈ આવ્યો હતો.

બાલાજી કુટીરમાં હાજર તમામ લોકોના પોલીસે પંચો પાસે મોંઢા સુંઘડતા તેમના મોંઢામાંથી દારૂની વાસ આવી રહી હતી.

vismay shah

જેમાં રશિયન પરણિતા વિક્ટોરીયાએ પણ દારૂ પીધો હોવાનું માલુમ પડ્યુ હતું. જો કે પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે વિક્ટોરીયા ઉપરના માળેથી નીચે આવી રહી હતી.

ત્યાં હાજર તમામ લોકો પાસે પોલીસે જ્યારે દારૂ પીવાનો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતો પરવાનો માંગ્યો ત્યારે માત્ર વિક્ટોરીયા પાસે દારૂ પીવાનો પરવાનો હતો અને તેણે ઉપરના માળે પોતાની પરમીટ ઉપર મળેલો દારૂ પણ પોતાની સાથે રાખ્યો હતો.

જેના કારણે પોલીસ વિક્ટોરીયાને કેસમાંથી બહાર રાખી તેને પોતાના ઘરે જવાની મંજુરી આપી બાકીના આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો : EK LADKI KO DEKHA TO AISA LAGA ટ્રેલર: સોનમ-રાજકુમારની લવ સ્ટોરી સુંદર લાગે છે…. : જુઓ અહીંયા

પોલીસ દ્વારા તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તમામને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

પાંચ વર્ષ પહેલા vismay shah દ્વારા થયેલા અકસ્માતમાં નીચલી અદાલતે પાંચ વર્ષની સજા કરી હતી. જો કે હાલમાં તેનો કેસ હાઈકોર્ટમાં પેન્ડીંગ છે.

તા. 13મી ડિસેમ્બરના રોજ vismay shah ના લગ્ન થયા છે, તેણે હનીમુન માટે વિદેશ જવાની મંજુરી હાઈકોર્ટ પાસે માંગી હતી.

પરંતુ હાઈકોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી ત્યાર બાદ તેની ઉપર હવે દારુની મહેફિલનો કેસ થયો છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...