ઓવરવેઈટ હોવાથી બૉયફ્રેન્ડે છોડી દીધી, જાણો કેવી રીતે ઘટાડ્યું 51 કિલો વજન!

48
Loading...

‘હાર્ટબ્રેક ડાયેટ’ દ્વારા ઉતાર્યું 51 કિલો વજન

એક મહિલા કે જેને તેના વધારે પડતા વજનને કારણે ચેતવવામાં આવી હતી કે, તે 30 વર્ષની ઉંમર સુધી જીવી નહીં શકે તેણે ‘હાર્ટબ્રેક ડાયેટ’ દ્વારા 51 કિલો વજન ઉતારી દીધું છે.

ઈદાહોની 28 વર્ષની અમાન્ડાલિન વેગનર 10 વર્ષની હતી ત્યારથી વધુ પડતા વજનને કારણે પીડાતી હતી

અને આખરે તેને આઘાતમાં ધકેલી દેનારા બ્રેકઅપ બાદ તેણે આ મુસીબતથી છૂટકારો મેળવ્યો.

શૂલેસ બાંધવામાં પણ હાંફી જતી હતી

ઑપ્થાલેમિક ટેક્નિશિયનનું કામ કરનારી એમાન્ડાલિન એક સમયે એટલી અનફિટ હતી કે, તેને ફક્ત શૂલેસ બાંધવામાં પણ હાંફ ચડી જતો હતો.

બાદમાં તેણે અનુભવ્યું કે, અન્ય કોઈ રિલેશનશિપ કરતા જિમ દ્વારા તેને વધારે ખુશી મળી.

ડાયેટ શરૂ કરી તે પહેલા અમાન્ડાલિન પ્રોસેસ્ડ ફૂડ ખૂબ ખાતી હતી અને સ્વીટ્સ પણ જેના કારણે તેનું વજન 92 કિલોથી પણ વધુ થઈ ગયું હતું.

ડૉક્ટર્સે કહ્યું, 30મો બર્થ-ડે નહીં જોઈ શકે

અનેક ડાયેટ કરવા છતા અમાન્ડાલિનનું વજન ઘટ્યું નહીં. પરિણામે 20 વર્ષની ઉંમરે જ તેને માઈગ્રેન, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારી થવા લાગી.

ડૉક્ટર્સે પણ તેની સ્થિતિ જોઈને તેને ચેતવી દીધી કે, જો તે પોતાના શરીરમાં ફેરફાર નહીં લાવે તો 30ની ઉંમર વટાવી નહીં શકે.

બૉયફ્રેન્ડે પણ છોડી દીધી

2014માં તે એક વર્ષ પોતાના બૉયફ્રેન્ડ સાથે રહેવા માટે જતી રહી, એવી આશા સાથે કે, જે કામ ડાયેટ ન કરી શકી તે બૉયફ્રેન્ડના સહકારથી થશે.

જોકે, થોડા જ મહિનાઓમાં તેના બૉયફ્રેન્ડ કોઈપણ કારણ આપ્યા વિના તેની સાથે બ્રેકઅપ કરી લીધું અને તે ઈદાહો આવવા માટે મજબૂર થઈ ગઈ.

દિલ તૂટ્યું અને મળી ગયું ઈન્સ્પિરેશન

દિલ તૂટવાથી દુ:ખી થવાને બદલે અમાન્ડાલિને વજન ઉતારવાનું નક્કી કર્યું અને વિચાર્યું કે, કદાચ આનાથી તેને ખુશી મળી શકે.

તેણે પ્રોસેસ્ડ ફૂડ અને શુગર ખાવાનું બંધ કરી દીધું અને ધીમે-ધીમે વર્કઆઉટ્સ શરૂ કરી દીધા.

આનાથી તેણે આશરે 51 કિલોથી પણ વધુ વજન ઉતારી લીધું.

કેવી હતી પહેલાની લાઈફ

ડેઈલી મેલ સાથે વાત કરતા અમાન્ડાલિન કહે છે, ‘મારા બૉડીને કન્ટ્રોલ કરવા ડૉક્ટર મને રોજની 11 ગોળી આપતા હતા. મને કોઈપણ પ્રકારની દવા લેવી ગમતી નથી.

માથાના દુ:ખાવા માટે પણ નહીં.

મારો મુખ્ય ધ્યેય દવાઓથી છૂટકારો મેળવવાનો હતો એટલે મેં વિટામિન્સ દ્વારા મારા શરીરને તંદુરસ્ત બનાવવાનું નક્કી કર્યું.

મારા ડૉક્ટરે મને સ્પષ્ટ કહી દીધું હતું કે, હેલ્થ સુધાર નહીં તો 30ની ઉંમરે નહીં પહોંચી શકે.

મને ખબર નહોતી પડતી કે શું કરવું. હું ડિપ્રેસ થઈ ગઈ હતી.

મારી માનું સ્વાસ્થ્ય બહુ સારું નથી અને હું પણ મારી જાતને આવું જ જીવન જીવતી હોવાનું કહેતી હતી.

હું તંદુરસ્ત બનવા માગતી હતી જેથી હું જીવી શકું.’

હવે કેવું જીવન જીવે છે

2014માં હું તેના(એક્સ બૉયફ્રેન્ડ) પ્રેમમાં હતી અને તેની સાથે મને મારું ભવિષ્ય દેખાતું હતું.

તેણે મને હું જેવી હતી તેવી સ્વીકારી હતી પણ અચાનક જ તેણે મને છોડી દીધી.

કોઈ કારણ આપ્યા વિના બસ બધું ખતમ કરી નાખ્યું.

બાદમાં વધારે દુ:ખી થયા વિના મેં વિચાર્યું કે, અમારી વચ્ચે કંઈ ખાસ મેચ થાય તેવું નહોતું, સારું થયું કે, બ્રેકઅપ થઈ ગયું.

હું મારી નૉર્મલ લાઈફમાં પાછી ફરી. ડાયેટ શરૂ કરી અને ધીમે-ધીમે વર્કઆઉટ શરૂ કર્યું અને આજે હું બહુ ખુશ છું.

આજે હું ખૂબ હેલ્ધી છું. મારો હસબન્ડ છે અને તે મને ખૂબ પ્રેમ કરે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...