2025 સુધીમાં દુનિયામાં બાવન ટકા નોકરીઓ ઉપર રોબોટ કબજો કરશે : જાણો વધુ

87
Loading...

   World ની 300 કંપનીઓના અભ્યાસ પછી વર્લ્ડ ઈકોનોમિક ફોરમનો અહેવાલ

  • અત્યારે વિશ્વમાં 29 ટકા નોકરીઓ મશીન આધારિત: આગામી સાત વર્ષમાં મશીન આધારિત નોકરીઓની સંખ્યા બમણી થઈ જશે
  • દુનિયામાં અલગ અલગ ક્ષેત્રોમાં કાર્યરત ૨૩ ટકા લોકોની નોકરીઓ સાત વર્ષમાં ખતરામાં મૂકાશે: વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

અત્યારે World માં ૭૧ ટકા કામ માણસો દ્વારા થઈ રહ્યું છે, પણ આગામી સાત વર્ષમાં સ્થિતિ ઘણી બદલાઈ જશે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના કહેવા પ્રમાણે ૨૦૨૫ સુધીમાં વિશ્વની ૫૨ ટકા નોકરીઓ રોબોટના હાથમાં હશે. લગભગ ૨૩ ટકા લોકોની નોકરી સાત વર્ષમાં ખતરામાં મૂકાશે.

World ઈકોનોમિક ફોરમે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની બાબતે એક ચિંતાજનક અહેવાલ આપ્યો છે. એ પ્રમાણે આગામી સાત વર્ષમાં ૫૨ ટકા નોકરીઓ રોબોટના હાથમાં જશે. અત્યારે લગભગ ૨૯ ટકા નોકરીઓ મશીનરી આધારિત છે, પણ ૨૦૨૫ સુધીમાં કુલ નોકરીઓમાંથી ૫૨ ટકા નોકરીઓ રોબોટ કરતા હશે. એનો અર્થ એ કે લગભગ ૨૩ ટકા નોકરીઓ ખતરામાં આવી જશે.

World

સૌથી વધુ રીઅલ એસ્ટેટ ક્ષેત્રે થશે. આવતા દોઢ-બે દશકામાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રની બે કરોડ નોકરીઓ રોબોટ ગળી જશે. રીઅલ એસ્ટેટ ક્ષેત્રે અત્યારે વિશ્વમાં માં ૧૮ કરોડ કામદારો કામ કરે છે. પણ આવતા બે દશકામાં એ આંકડો ૧૫થી ૧૬ કરોડ થઈ જશે. બાકીના બે-ત્રણ કરોડ કામદારોને બદલે રોબોટ કામ કરશે.

થોડા સમય પહેલાં મેક ઈન્ટરનેશનલ કન્સલટન્સીના અહેવાલમાં પણ કહેવાયું હતું કે ૨૦૨૦ સુધીમાં ૨૨ લાખ કામદારોની રોજગારી રોબોટ છીનવી લેશે.

World ઈકોનોમિક ફોરમના રીપોર્ટ પ્રમાણે ૨૦૨૨ સુધીમાં માણસના ભાગે કુલ કામમાંથી ૫૮ ટકા હિસ્સો આવશે. એ સિવાયની ૪૨ ટકા નોકરીઓ માત્ર ચાર જ વર્ષમાં રોબોટ કરતા હશે અને ૨૦૨૫ આવતા સુધીમાં તો વિશ્વની અડધો અડધ નોકરીઓ રોબોટના હાથમાં આવી જશે.

World

રોબોટિક ક્રાંતિથી ૬ કરોડ રોજગારી સર્જાશે
એક તરફ કરોડો નોકરીઓનો ભોગ લેવાશે અને બીજી તરફ રોબોટિક ક્રાંતિથી આવતા પાંચ વર્ષમાં જ નવી નોકરીઓ પણ સર્જાશે. એક અંદાજ પ્રમાણે ૨૦૨૩ સુધીમાં ૫.૮ કરોડ નોકરીઓ પણ સર્જાશે. રોબોટિક ક્રાંતિના કારણે ટેકનોલોજીનું એક ક્ષેત્ર વિકસી રહ્યું છે તેમાં જોકે, આગામી સમયમાં ૧૩ કરોડ નોકરીઓ સર્જાશે, પણ એમાં ટેકનોલોજીના નિષ્ણાતોને નોકરીઓ મળશે, જ્યારે જે લોકોની નોકરીઓ છીનવાશે તેમાં સાધારણ કર્મચારીઓ હશે. એટલે કે સરવાળે સામાન્ય કામદારો બેકાર બનશે.

અહેવાલ કેવી રીતે તૈયાર થયો?
Worlds ઈકોનોમિક ફોરમે આ અહેવાલ તૈયાર કરવા માટે દોઢ કરોડ કર્મચારીઓ ઉપર સર્વેક્ષણ હાથ ધર્યું હતું. દુનિયાભરની ૩૦૦ કંપનીઓને આ સર્વેક્ષણમાં સામેલ કરી હતી. આ કંપનીઓમાં મશીનરીનો કેટલો અને કેવો ઉપયોગ થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને આ ચિતાર અપાયો હતો. ૩૦૦ કંપનીઓમાં પણ ૨૦ એવી કંપનીઓ હતી, જે મલ્ટિનેશનલ હતી અને વિકસિત દેશો તેની માલિકી ધરાવતા હતા. જ્યારે બાકીની કંપનીઓ ઉભરતું અર્થતંત્ર ધરાવતા દેશોની હતી. આ દેશો વિશ્વની કુલ જીડીપીમાં ૭૦ ટકા હિસ્સો ધરાવતા હોવાથી એ દેશોની કંપનીઓમાં થઈ રહેલા ફેરફારને વધુ ધ્યાનમાં લેવાયા હતા.

World

આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ બે દશકામાં ૮૦ ટકા નોકરીઓનો ભોગ લેશે!
આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ જે ઝડપે આગળ વધી રહી છે એ જોતા આગામી એક જ દશકામાં કોઈ એક પણ ક્ષેત્ર એવું નહીં હોય જેનું સંચાલન એપ્સ કે ટેકનોલોજીથી નહીં થતું હોય. ટેકનોલોજી નવી નોકરીઓનું સર્જન તો બેશક કરે છે, પણ એનું પ્રમાણ નોકરીઓ ગુમાવનારાઓની તુલનાએ ઘણું ઓછું છે.

કારણ કે, ટેકનોલોજીના કારણે આગામી બે દશકામાં તમામ ક્ષેત્રોમાં મળીને ૮૦ ટકા જોબ પ્રોફાઈલનો કોઈ જ અર્થ નહીં રહે. જેમ પોસ્ટમેનનું કામ મર્યાદિત થયું છે અને ટૂંક સમયમાં પોસ્ટમેનની જરૂરીયાત જ નહીં હોય એમ ૭૦-૮૦ ટકા જોબ પ્રોફાઈલ અર્થ વગરની થઈ પડશે. બીજી રીતે કહીએ તો ટેકનોલોજી ૨૦ લોકો માટે નવી નોકરીઓનું સર્જન જરૂર કરશે, પરંતુ સામે ૮૦ લોકો નવરાધૂપ થઈ જશે.

AsiaCup 2018: ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે મેચનો ગોઠવાયો : જુઓ લાઈવ સ્કોર

તમને કદાચ ગમશે

Loading...