અક્ષરધામમાં દિવાળીથી લાભપાંચમ સુધી 10 હજાર દીવડાઓનો શણગાર

47
Loading...

– લાભપાંચમ, સોમવારે અક્ષરધામ સંકુલ ખુલ્લું રહેશે
– ‘સંસ્કૃતિના આધારસ્તંભો શાસ્ત્ર, મંદિર, સંત’ના થીમ પર આધારિત રંગોળી બનાવાઈ

વિશ્વવંદનીય સંત વિભૂતિ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ગુજરાતને એક ભેટ સમાન સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગર ખાતે દિવાળીથી લાભપાંચમ સુધી(તા.૭થી ૧૨ નવેમ્બર સુધી) સાંજે ૬.૦૦થી ૭.૪૫ વાગ્યા સુધી ૧૦,૦૦૦ દીવડાઓનો શણગાર જોવા મળશે. સાથે જ મંદિરમાં કલાત્મક રંગોળીનું આયોજન થયું છે. આઠ ફૂટ લાંબી અને ૧૨ ફૂટ પહોળી રંગોળીનો થીમ છે, ‘સંસ્કૃતિના આધારસ્તંભ : શાસ્ત્ર, મંદિર અને સંત’.

સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગર ખાતે તા.૭ નવેમ્બરથી ૧૦,૦૦૦થી વધુ દીવડાઓથી ઝળહળી ઉઠશે. સામાન્ય રીતે સોમવારે સ્વામિનારાયણ અક્ષરધામ સંકુલ બંધ રહેતું હોય છે, પરંતુ આ વર્ષે તા.૧૨મી નવેમ્બર, ૨૦૧૮ના રોજ લાભ પાંચમ આવતી હોવાથી સમગ્ર સંકુલ દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. ખાસ કરીને લાભ પાંચમના દિવસે સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગરનો ૨૭મા વર્ષમાં પ્રવેશ થશે.

રંગોળીની જે થીમ છે, તેમાં ભારતીય સંસ્કૃતિને ટકાવવામાં વેદ-ઉપનિષદ્‌ આદિ શાસ્ત્રો મહત્ત્વનો ભાગ ભજવે છે. મંદિર થકી લોકોમાં ભગવાનમાં આસ્થા અને અવિનાશી સુખનો ભાવ ઉદ્‌ભવે છે. જ્યારે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કહેતા હતા કે ‘મનને સ્થિર કરે તે મંદિર છે.’ સાથે જ શાસ્ત્ર અને મંદિરની રચના સંતો દ્વારા થાય છે માટે જ આ ત્રણેય આપણી સંસ્કૃતિના આધારસ્તંભ છે.

આ પણ વાંચો : દીપાવલીઃ સુખ અને સમૃદ્ધિ માટે દિવાળી પર અપનાવો આ ઉપાય

ઉલ્લેખનીય છે કે જ્યાં સુખ, શાંતિ અને સંવાદિતા માટેના આધ્યાત્મિક પરિસર એવા સ્વામિનારાયણ અક્ષરધામમાં વિશ્વભરના યાત્રિકો વર્ષભર ઊમટતા રહે છે. અત્યાર સુધીમાં ૧૨૭ દેશોના ૫.૯ કરોડ કરતાં પણ વધુ યાત્રિકોએ અહીં આવીને પવિત્ર પ્રેરણાઓ પ્રાપ્ત કરી છે.

રણુજા રામદેવપીરનુ મંદિર : જાણો ઇતિહાસ

તમને કદાચ ગમશે

Loading...