બાપા સીતારામ..!! બગદાણાના બજરંગદાસબાપાની આ વાતો અને પરચાં કદાચ તમે નહી જાણતા હોવ..

114

સૌરાષ્ટ્ર સંતો અને શુરાઓની ભૂમિ કહેવાય છે, સૌરાષ્ટ્રની પાવન ભૂમિ પર અનેક સંતો થઇ ગયા કે જેમણે સેવાકીય કામો કરીને વિશ્વભરમાં નામના મેળવી, આજના સમયમાં પણ આ લોકો આ સંતોને શ્રદ્ધા સાથે માને છે, આજે આપણે વાત કરીશું સૌરાષ્ટ્રમાં થઇ ગયેલા આવા જ એક સંત શ્રી બજરંગદાસબાપાની.

બજરંગદાસ બાપાનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું. મુળથી રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. વર્ષ ૧૯૦૬ માં ઝાંઝરીયા હનુમાન મંદિરમાં ગામ અધેવાડામાં ભકિતરામ તરીકે માતા શિવકુંવરબાના ખોળામાં તેમનો જન્મ થયો. તેમના પિતાજીનું નામ હરીદાસબાપુ હતું. ભકિતરામ ૧૧ વર્ષની નાની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા. ફરતા ફરતા અયોધ્યામાં તેમની મુલાકાત તેમના ગુરૂ સીતારામ બાપુ સાથે થઈ. બાદમાં તેઓ તેમના શિષ્ય બન્યા.

તેમના કેટલાય પ્રસિદ્ધ પરચા છે. જેમકે, એક વાર જ્યારે બજરંગદાસબાપા ઊનાળાના સમયમાં મુંબઈમાં સાધુની જમાત જોડે હતીહતા, ત્યારે સાધુની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી અને ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ગુરૂજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજીની આજ્ઞા માની ને બાપા બજરંગદાસ એ ત્યાં મુંબઈ માં દરિયાકિનારે એક ડાર બનાવ્યો, (દરિયાની રેતીમાં હાથથી ખાડો ખોદીને પાણી કાઢવુ તે ડાર) અને એ ડાર માં થી મીઠુ પાણી નીકળ્યુ.

Loading...

આ ઉપરાંત મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક બાળક તેના ઘરની અગાસી પરથી નીચે પડી ગયો હતો અને બજરંગદાસબાપાએ તેને તેડીને બચાવી લીધો હતો. એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુઓ જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળેલ અને બાપાએ સીતારામ નામનો મંત્ર જપીને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો, સિંહોના ટોળાએ હટીને જગ્યા કરી આપતા સાધુની જમાત આગળ વધી.

તેઓ સૂરત (લક્ષ્મીનારાયણ મંદિર), હાનોલ (રણજીત હનુમાનજી), ભાવનગર, પાલિતાણા, જેસર વગેરે જગ્યાઓએ ફરતા અને સેવા કરતા કળમોદર પહોંચ્યા. જ્યાં તેમણે સપ્તાહ કરી અને ત્રણ વર્ષ રહ્યા. બજરંગદાસબાપા ત્યારપછી ૪૧ વર્ષની ઉંમરે બાપા બગદાણા પહોંચ્યા.

આ પણ વાંચો

7 દિવસ સુધી માથા વગર લડ્યો હતો ઘેલો વાણિયો : જાણો ઘેલા સોમનાથ પાછળની રસપ્રદ વાર્તા

બગદાણામાં 5 મુળતત્વો, બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ, બજરંગદાસ બાપા.

બજરંગદાસ બાપાએ વર્ષ 1951 માં બગદાણામાં આશ્રમની સ્થાપના કરી, બાદમાં વર્ષ 1959 માં સદાવ્રત ચાલું કર્યુ, આ ઉપરાંત વર્ષ ૧૯૬૨ માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી, વર્ષ 1965 માં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી, વર્ષ 1971 માં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી,

બગદાણાનો ગુરૂ આશ્રમ તેમના શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે. બાપા સીતારામની મઢૂલીઓ સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં આવેલી છે.

બગદાણામાં આમતો બારેય મહિના ભક્તો આવતા હોય છે પણ વિશેષરૂપે બજરંગદાસબાપાની પુણ્યતિથી અને ગુરુપૂર્ણિમાએ આશ્રમ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. હાલમાં બગદાણા બજરંગદાસબાપાના આશ્રમનું સંચાલન તેમના શિષ્ય શ્રી મનજીબાપા દ્વારા કરવામાં આવે છે.

અમદાવાદથી બગદાણા ૨૫૦ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે, ભક્તોની સંખ્યા કેટલીય પણ હોય પરંતુ બાપા સીતારામના મંદિરેથી કોઈ ભૂખ્યું નથી જતું. આ ઉપરાંત બગદાણા ગામમાં રહેવા માટેની ગેસ્ટ હાઉસ – હોટલ જેવી અનેક સુવિધાઓ છે.

તમને કદાચ ગમશે

Loading...