ભારતના આ મંદીરમાં સ્વયંમ પ્રગટ થયેલી છે ભગવાનની અનોખી મૂર્તિ, વાંચો રહસ્યમય ઇતિહાસ અને ચમત્કાર વિષે

32

(Itihas)

ભારત દેશ માં હિન્દુ ધર્મ ના અનેક મંદીરો આવેલા છે.

આ બધા મંદિરો માં અમુક મંદિરો સદીઓથી એમ ને એમ પોતાની કીર્તિ પૂરા ભારતવર્ષ માં ફેલાવી રહ્યા છે

જ્યારે અમુક મંદિર વિશે બહુ ઓછાં લોકોને ખ્યાલ છે. દક્ષિણ ભારતના મંદિરો તો અનેરા છે.

ત્યના વિશાળ, ઉત્તુંગ મંદિરો ભારતની ગરિમાની પણ જાણે વૃધ્ધિ કરતાં હોય એવા ભવ્ય છે.

Loading...

એવું જ એક મંદિર એટલે આંધ્રના ચિત્તુર જીલ્લામાં આવેલ તિરુપતિ બાલાજીનું મંદિર,

જેમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે. કહેવાય છે કે, વિશ્વના સૌથી ધનિકત્તમ મંદિરોમાં આ મંદિરની ગણના થાય છે.

મંદિર વિશે અમુક વાતો એવી પણ છે જે જાણીને તમે ચોંકી જ ઉઠશો.

એવું પણ જાણવા મળ્યું છે કે જો અહી ભક્તિ સ્વચ્છ અને એકચિત્ત મન થી ભગવાન વિષ્ણુની પ્રાથના કરવામાં આવે તો સાથોસાથ દેવી લક્ષ્મીજી પણ સાધક ઉપર પ્રસન્ન થઈ જાય છે.

અને સાર્વત્રિક લક્ષ્મીકૃપા વરસે છે. લોકો અહીં પોતાની બુરાઈઓના રૂપમાં માથાના વાળ અહીં ઉતારી જાય છે.

આપણે જાણીએ છીએ કે વિષ્ણુ ભગવાન ની પૂજા અર્ચના માટે આપણે તુલસી ના પાન નો ઉપયોગ પ્રસાદ તરીકે કરતાં હોઈએ છે.

પણ અહીં તિરુપત્તી બાલાજીના મંદિરમાં એ તુલસી પત્રો ઉપયોગમાં લીધા પછી કુવામાં ફેંકી દેવામાં આવે છે.

વધુ એક રોચક વાત આ મંદિર સપ્તમેરુ પર્વતના સૌથી ઉંચા શિખર પર બનેલું છે,

જેને ભગવાન લક્ષ્મણ-શેષનાગનું પ્રતિક માનવામાં આવે છે.

જો તમે ત્યાં દર્શનાર્થે ગયા હોય તો તમને ખબર હશે કે મેરુ પર્વતને શેષાંચલ પણ કહેવામાં આવે છે.

આ પર્વતના સાત શિખર શેષનાગની સાત ફેણોના પ્રતિક છે :

શેષાદ્રિ, નીલાદ્રિ, ગરુડાદ્રિ, અંજનાદ્રિ, વૃષટાદ્રિ, નારાયણાદ્રિ અને વેંકટાદ્રિ. એમાંથી ‘વેંકટાદ્રિ’ શિખર પર બગવાન બાલાજીનું મંદિર આવેલ છે.

બાલાજી એટલે કે વિષ્ણુ ભગવાન. મંદિરમાં કાળા રંગની ભગવાનની દિવ્ય મૂર્તિ છે, જે મૂર્તિ નથી કોઈએ ઘડેલી નથી તે પોતે પ્રગટેલી છે.

ભગવાનનું જ રૂપ મનાતા અને જ્યાં શાક્ષત ભગવાન નો વાસ છે તેવા વેંકટાચલ પર્વત પર ચપ્પલ કે અન્ય પગરખાં પહેરીને જવાતું નથી.

મંદિરમાં ભગવાનના ત્રણ વાર દર્શન થાય છે.

સવારમાં બપોરે અને સાંજે. આ ત્રણ દર્શનનો કોઈ શુલ્ક લેવામાં આવતો નથી જ્યારે બીજાં અન્ય દર્શન માટે ભક્તોએ શુલ્ક આપવાનો રહે છે.

બાલાજી પ્રભુની સંપૂર્ણ મુર્તિના દર્શન માત્ર શુક્રવારના દિવસની સવારે જ્યારે અભિષેક કરવામાં આવે છે ત્યારે થાય છે.

હિન્દુ ધારણ ની આસ્થા મુજબ સૌપ્રથમ કપીલ તીર્થ પર સ્નાન કરીને કપિલેશ્વરના દર્શન કર્યા પછી જ તીરુપતિ બાલાજીના દર્શન કરવાના હોય છે.

અહીં બાલાજી ઉપરાંત આકાશગંગા, પાપનાશક તીર્થ, વૈકુંઠ તીર્થ, જાલાવિતીર્થ, તિરુચ્ચાનૂર ઈત્યાદિ બીજાં પણ તીર્થ છે.

મુખ્યત્ત્વે આ બધાં ભગવાનની લીલાઓને લીધે અલગ-અલગ નામે ઓળખાય છે.

આ પણ વાંચો : MAHABHARAT ની 18 અક્ષૌહિણી સેના નું સંપૂર્ણ અંકગણિત : જાણો અહીં

તમને કદાચ ગમશે

Loading...