જાણો એક એક્સિડન્ટ મા મૃત્યુ પામેલ ઓમ બન્ના ની કહાની : આજે પણ હાજરા હજુર છે

6627
Loading...

ભારતમાં ઘણા અતિપ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરો આવેલા છે અને દરેક મંદિર પોતાની આગવી ઓળખ અને કહાની ધરાવે છે. અમુક વાતો વિશે માનવામાં નહિ આવે પણ એ માનવા અને વિચારવા અંગે તે લોકોને મજબુર કરી દે છે.

ભારતમાં મોટા ભાગે બધા મંદિરોમાં ભગવાનની મૂર્તિની પૂજા-અર્ચના થતી હોય છે પરંતુ એક એવુ મંદિર પણ છે જ્યાં મૂર્તિની જગ્યાએ “બુલેટ” એટલે કે બાઈકની પૂજા કરવામાં આવે છે.

રાજસ્થાનમાં જોધપુર – અમદાવાદ નેશનલ હાઇવે પર પાલીથી 20 કિમી દૂર રોહત નામનું ગામ આવેલુ છે જ્યાં આજે પણ લોકો બુલેટ બાઈકની પુજા કરે છે અને પોતાની સફળ યાત્રાની મનોકામના કરે છે. દુનિયાનું આ એક એવુ અનોખુ મંદિર છે જ્યાં ઓમ બન્નાને બુલેટ સ્વરૂપે પુજવામાં આવે છે.

ઓમ બન્નાનું પુરૂ નામ ઓમસિંહ રાઠોડ હતુ તે ચોટીલા ગામના રહેવાશી શ્રી જોગસિંહજી ઠાકુરના પુત્ર હતા અને રાજસ્થાનમાં રાજપૂતોના દીકરાઓને બન્ના કહેવામાં આવે છે એટલે તેમનું નામ ઓમ બન્ના પડયુ.

લોક વાયકા મુજબ ઈ.સ 1988માં તેઓ પોતાના સાસરે (બગડી) થી પોતાના ગામ ચોટીલા આવી રહ્યા હતા તે સમયે એક અકસ્માતમાં ઝાડ સાથે અથડાવાથી તેમનું મૃત્યુ થયુ હતુ. આ ઘટના બાદ પોલીસે બુલેટને રોહત પોલીસ સ્ટેશનમાં મુકી હતી પરંતુ બીજા દિવસે સવારે બુલેટ ન મળતા પોલીસે શોધી અને તે એ જ સ્થળે મળી જ્યાં ઓમ બન્નાની મોત થઇ હતી. પોલીસે બુલેટને પાછી લાવીને મુકી પણ બુલેટ બીજા દિવસે ત્યાં જ હોય આમ વારંવાર થતા પોલીસે બુલેટને સાંકળથી બાંધી દીધી પરંતુ તે બુલેટ બધાની આંખ સામે જાતે ચાલુ થઈને કોઈ ચાલક વગર પાછી એ જ ઓમ બન્નાના મૃત્યુ સ્થળે પહોચી ગઈ. એવુ માનવામાં આવે છે કે આ કામ ઓમ બન્નાની આત્માએ કર્યું હતુ. ત્યાર પછી પોલીસે અને ગામના લોકોએ ચમત્કાર માનીને તે બુલેટને ત્યાં જ મુકી દીધી અને ત્યાં એમના નામનું એક મંદિર બનાવ્યુ.

આ ઘટના પછી આ ક્ષેત્રમાં કે જે રાજસ્થાનના મોટા દુર્ઘટનાયુક્ત ક્ષેત્રોમાંનું એક માનવામાં આવે છે ત્યાં કોઈ મોટી દુર્ઘટના બની નથી. ત્યાંના લોકોની માનતા પ્રમાણે ઓમ બન્ના આજે પણ પોતાના ત્યાં હોવાનો અહેસાસ કરાવે છે અને આ ક્ષેત્રમાં તેઓ કોઈ મોટી દુર્ઘટના નથી થવા દેતા.

ઓમ બન્નાના આ મંદિરમાં એ બુલેટની પૂજા કરાય છે અને તેમના નામની જ્યોત પણ દિવસ રાત પ્રજવલિત રહે છે. શ્રદ્ધાળુઓ અહીંયા નારિયેળ, ફૂલ તથા દારૂનો પણ પ્રસાદ ચઢાવે છે. આજે પણ રોહત પોલીસ સ્ટેશનમાં આવનાર નવા થાણેદાર જોઈનીંગ પહેલા આ મંદિરમાં ઓમ બન્નાના દર્શનાર્થે જતા હોવાનું કહેવાય છે..

આ પણ વાંચો : 550 વર્ષ થી ચાલી રહી છે આ સંત મહાત્મા ની તપસ્યા, હજુ પણ વધી રહ્યા છે નખ અને વાળ – વાંચો રસપ્રદ લેખ શરીરમાંથી નીકળે છે લોહી

ભારત જ નહિ આખી દુનિયામાં ચાલે છે ટોટકાનો ખેલ, જાણો આનાથી જોડાયેલી દિલચસ્પ વાતો

તમને કદાચ ગમશે

Loading...