રણુજા રામદેવપીરનુ મંદિર : જાણો ઇતિહાસ

605
Loading...

આ મંદિર કાલાવડ શહેરથી ૮ કિ.મી.દુર આવેલુ છે. જયા મંદિર આવેલ છે જગ્યામા અગાઉ જંગલ હતુ.લોકવાયકા મુજબ જેમા હીરાભાઇ નામના ભરવાડ ઘેટા બકરા દરરોજ ચરાવતા હતા. હીરાભાઇને રામદેવજી મહારાજ ઉપર અખૂટ શ્રૂઘ્ધા હતી અને ભકિતભાવ કરતા હતા.

તેમને રામદેવજી મહારાજે પરચો આપેલ પરંતુ હીરાભાઇએ ભગવાન તમે મને પરચો આપેલ છે તેમ હું જાણુ છુ પણ મારો સમાજ આ વાત માનશે નહી તો સાબિતીરૂપે મને શું કરવુ તે જણાવો. રામદેવજી મહારાજે પીપર વૃક્ષનુ સુકુ ડાળખુ વાવવા જણાવેલ અને તે પીપરનુ ડાળખુ લીલુ થઇ કુંપળો ફુટશે તે સૌને બતાવજે.

આ મુજબ પીપરનુ ડાળખુ લીલુ થતા ત્યાં હીરાભાઇએ નાની ડેરી બનાવી રામદેવજી મહારાજની પુજા કરવાનુ ચાલુ કર્યુ અને હીરાભાઇ માંથી હીરા ભગત કહેવાયા હાલ આ જગ્યા વીરામ વૃક્ષરૂપે ગુજરાતમા સ્થાન ધરાવે છે. અહી નવા અને જુના એમ બે મંદિર હાલમા આવેલ છે. નવા મંદિરની સ્થાપના ખુશાલભાઇ કામદારે કરેલ છે આ બંને મંદિરમા અન્નક્ષેત્ર, ગૌશાળા તેમજ ધર્મશાળા આવેલ છે.

આ પણ વાંચો

જાણો દ્વારકા નો ઇતિહાસ : ડુબી ગયેલ દ્વારકા

તમને કદાચ ગમશે

Loading...