ભારતની ભૌગોલિક, ધાર્મિક તેમજ ઐતિહાસિક એવી વાતો જેના વિષે તમે ક્યારેય નહી જાણતા હોય…

68
Loading...

શું તમને ભારત દેશ વિશેની આ વાતો ખબર હતી?

ભારત વિશે આમ તો આપણે બધું જાણીએ જ છીએ, પરંતુ આ દેશની વૈવિધ્યતાની કોઈ હદ જ નથી એમ કહીએ તો પણ ચાલે. આજે અમે ભારતની ભૌગોલિક, ધાર્મિક તેમજ ઐતિહાસિક એવી કેટલીક વાતો લાવ્યા છીએ જે વાંચીને તમને એક વારમાં તો વિશ્વાસ જ નહિ થાય.

જાણો એ શું છે?

૧. બેંગલુરું દેહરાદુન કરતા વધારે ઊંચાઈએ આવેલું છે.

૨. ગુજરાતમાં આવેલા સોમનાથથી માંડીને એન્ટાર્કટિકા વચ્ચે કોઈ પણ જમીન નથી.

૩. ભગવાન શિવના વર્ષો જુના મંદિરો જેમ કે કેદારનાથ, રામેશ્વરમમાં આવેલું કાલેશ્વરમ, કાંચીપુરમમાં આવેલું એકમ્બરેશ્વર, શ્રી કલાહસ્તી, ચિદમ્બરનમાં આવેલું નટરાજ મંદિર આ દરેક એક ભૌગોલિક રેખા 79 E 41’54” માંથી પસાર થાય છે.

૪. આસામમાં આવેલા કાઝીરંગા નેશનલ પાર્કમાં ૨૦૦૦ થી પણ વધારે એક શિગડાવાળા રાઈનો છે. તેમજ આ જગ્યાએ સૌથી વધારે વાઘ પણ છે.

૫. સિક્કિમમાં આવેલુ ગુરુદોંગમર સરોવર વિશ્વની બીજા નંબરનું સૌથી વધુ ઊંચાઈએ આવેલુ મીઠા પાણીનું સરોવર છે.

૬. મણીપુરમાં આવેલા લોક્તક સરોવરમાં વિશ્વનો સૌથી વિશાલ ફ્લોટિંગ પાર્ક છે જેનું નામ કેઈબુલ લામ્જાઓ નેશનલ પાર્ક છે.

૭. ભારતની રાષ્ટ્રીય કબ્બડી ટીમે દરેક વર્લ્ડ કપ જીતેલા છે.

આ પણ વાંચો

જો તમે શિમલા ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તો આ આર્ટીકલ ખાસ તમારા માટે જ છે…

૮. ચંદ્ર ઉપર પાણી છે તેની શોધ ભારતના ચંદ્રયાન-૧ એ મુન મિનરલોજી મેપરની મદદથી કરી હતી.

૯. ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિથી વૈવિધ્યસભર દેશ ભારત વિશ્વનો સૌથી વિશાળ શાકાહારી આહાર ખાતો દેશ છે.

૧૦. ૧૮ મી સદી પહેલા હીરા ફક્ત ભારત દેશમાંથી જ મળતા હતા.

૧૧. ‘સાપ અને સીડી’ રમતની શોધ ભારતે કરી હતી જેનો હેતુ નાના બાળકોને જીવનના ઉતાર ચઢાવ વિશે શીખ આપવાનો હતો.

૧૨. ૧,૫૫,૦૧૫ જેટલી પોસ્ટ ઓફીસ ધરાવતો ભારત દેશ વિશ્વમાં સૌથી વધારે પોસ્ટ ઓફીસ ધરાવતો દેશ છે. તેમાં પણ ખાસ વાત એ છે કે, શ્રીનગરના દાલ લેકમાં પાણીમાં તરતી પોસ્ટ ઓફીસ પણ છે જેનું ઉદ્ઘાટન ૨૦૧૧ માં કર્યું હતું.

તમને કદાચ ગમશે

Loading...