જાણો કેવી રીતે થયું રાધાજીનું મૃત્યુ અને કેમ ભગવાન શ્રીકૃષ્ણએ તોડી નાખી હતી પોતાની વાંસળી?

64

રાધાકૃષ્ણની પ્રેમ કહાની :-

રાધાની વાત હોય અને કૃષ્ણની ચર્ચા ન થાય, અરે એ કેવી રીતે શક્ય છે. રાધા કૃષ્ણને એક બીજા વગર અધૂરા માનવામાં આવે છે, ત્યારે તો તમામ ભક્ત કૃષ્ણને રાધા કૃષ્ણના નામથી યાદ કરે છે. તે બન્ને નામ એક બીજા માટે જ બન્યા છે અને તેને જુદા નથી કરી શકાતા. તે નામના જપવાથી જીવન રૂપી નાવ પાર પડી જાય છે.

કોઈપણ મંદિરમાં જાવ ભગવાન શ્રીકૃષ્ણ સાથે સાથે રાધાજીની મૂર્તિ જરૂર હોય છે. બન્નેનો પ્રેમ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. પરંતુ શું તે જાણો છો? ત્યારે શું થયું હતું, જયારે શ્રી કૃષ્ણ રાધાને છોડીને જતા રહ્યા? રાધાજીનું મૃત્યુ કેવી રીતે થયું હતું અને તેમની છેલ્લી ઈચ્છા શું હતી? નહિ, તો આવો અમે તમને જણાવીએ છીએ.

કેવી રીતે થયું રાધાનું મૃત્યુ અને શું ભગવાન કૃષ્ણ એ તોડી પોતાની વાંસળી :-

Loading...

જયારે મામા કંસએ ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામને મથુરા આમંત્રિત કર્યા ત્યારે પહેલી વખત ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા જુદા થયા હતા. પરંતુ વિધિનું વિધાન કંઈક અલગ જ હતું. રાધા રાણી એક વખત ફરી શ્રીકૃષ્ણને મળી. રાધા કૃષ્ણની નગરી દ્વારકા જઈને પહોંચી અને જયારે કૃષ્ણએ રાધાને જોઈ તો ઘણા ખુશ થયા.

બન્ને સંકેતોની ભાષામાં એક બીજા સાથે ઘણી વાર સુધી વાતો કરતા રહ્યા અને શાસ્ત્રોમાં વર્ણન છે કે રાધાજી એ કાન્હાની નગરી દ્વારિકામાં કોઈ ઓળખતું ન હતું. રાધા રાણીના અનુરોધથી કૃષ્ણ એ તેને મહેલમાં એક દેવિકા તરીકે નિયુક્ત કરી. રાધા દિવસ આખો મહેલમાં રહેતી હતી અને મહેલ સાથે જોડાયેલા કામની દેખરેખ રાખતી હતી. સમય મળતા જ તે કૃષ્ણના દર્શન કરી લેતી હતી.

જતી રહી મહેલ માંથી :-

પરંતુ વધતી ઉંમર સાથે તે કૃષ્ણથી દુર જવા માટે મજબુર થઇ ગઈ. એટલા માટે એક સાંજે તે મહેલ માંથી છાનામાના જ નીકળી ગઈ અને ન જાણે કઈ તરફ જતી રહી. તેને ખબર ન હતી કે તે ક્યાં જઈ રહી છે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતા. ધીમે ધીમે સમય પસાર થયો. રાધા રાણી એકદમ એકલી થઇ ગઈ હતી અને તેને ભગવાન શ્રીકૃષ્ણની જરૂર પડી. તે કોઈ પણ રીતે ભગવાન શ્રીકૃષ્ણને જોવા માગતી હતી. તેની એ ઈચ્છા જાણતા જ ભગવાન શ્રીકૃષ્ણ તેમની સામે આવી ગયા.

કૃષ્ણ એ વગાડી વાંસળી :-

કૃષ્ણને પોતાની સામે જોઇને રાધા રાણી અતિ પ્રસન્ન થઇ ગઈ. પરંતુ તે સમય નજીક હતો જયારે રાધા પોતાના પ્રાણ ત્યાગ કરી દુનિયાને વિદાય કહેવા માગતી હતી. કૃષ્ણ એ રાધા એ કહ્યું કે તે છેલ્લી વખત તેને વાંસળી વગાડતા જોવા માંગે છે. શ્રીકૃષ્ણ એ વાંસળી લીધી અને ઘણી જ સુર સાથેના સંગીતમાં વગાડવા લાગ્યા.

વાંસળીનું સંગીત સાંભળતા સાંભળતા રાધાએ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો.

તેના જતા જ ભગવાન શ્રીકૃષ્ણ ઘણા દુ:ખી થઇ ગયા અને તેમણે વાંસળી તોડીને ઘણે દુર ફેંકી દીધી. જે સ્થળ ઉપર રાધા એ કૃષ્ણજીને મરવા સુધી રાહ જોઈ તેને આજે ‘રાધા મંદિર’ના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર મહારાષ્ટ્રમાં આવેલું છે.

તમને કદાચ ગમશે

Loading...