ચાણક્યની આ 7 વાતો અમલમાં મૂકો થઈ જશો સફળ

41

ચાણક્ય બુદ્ધિ એટલે શું એ સમજવા માટે તો આચાર્ય ચાણક્યે કહેલી વાતો જ જાણવી અને સમજવી પડે. સેંકડો વર્ષો પછી પણ તે આજે એટલી જ પ્રાસંગિક છે કે તેમની બુદ્ધિ શક્તિ પર ઓવારી જવાય. આજે અમે તમને તેમની જણાવેલી કેટલીક વાતો જણાવીશું, જો તેના પર અમલ કરીએ જીવન સફળ બની જાય. ઉપરાંત દરેક કામમાં સફળતા જ પ્રાપ્ત થાય. જાણો કુટનીતિજ્ઞ ચાણક્યની આ 7 વાતો..

1. જો સાપ ઝેરી ન પણ હોય તો પણ તેણે અન્ય સામે તે વાત છતી ન કરવી જોઈએ. એટલે કે પોતાની અયોગ્યતા વ્યક્તિએ કોઈની સમક્ષ દેખાડવી ન જોઈએ.

2. ધન માત્ર યોગ્ય વ્યક્તિને જ આપવું. અન્ય કોઈને ન આપવું અન્યથા ધન નષ્ટ થઈ જાય છે.

3. સાચા સેવકની ઓળખ ત્યારે થાય છે જ્યારે તે કંઈ જ કામ ન કરતો હોય. તેવી જ રીતે પત્નીની પરીક્ષા સંકટના સમયમાં થાય છે.

Loading...

4. સંતુલિત મન જેવી કોઈ સાદગી નથી હોતી. સંતોષ જેવું કોઈ સુખ નથી હોતું. લોભ જેવી કોઈ બીમારી નથી અને દયા જેવું કોઈ પુણ્ય નથી.

5. સાપની ફેણમાં, માખીના મુખમાં અને વિંછીના ડંખમાં ઝેર હોય છે. પરંતુ દુષ્ટ વ્યક્તિમાં તો પગથી માથા સુધી ઝેર ભરાયેલું હોય છે.

6. જે પુરુષ સ્ત્રી બાહ્ય સુંદરતા જોઈને તેની સાથે લગ્ન કરે છે. તેના ગુણ અને સંસ્કાર નથી જોતો તે વ્યક્તિનું વૈવાહિક જીવન ક્યારેય સુખી નથી હોતું.

7. સંસ્કારી પરિવારની કન્યા સુંદર ન પણ હોય તો તેની સાથે લગ્ન કરવા જોઈએ. આવી કન્યા મન, વિચાર અને આત્માથી શુદ્ધ હોય છે અને તે જ આગળ જતા શ્રેષ્ઠ પરિવાર બનાવે છે.

દિવાળીની રજાઓમાં એકલા ફરવા જઇ રહ્યા છો તો રાખો આ વાતનું ધ્યાન

તમને કદાચ ગમશે

Loading...