ગુજરાતમાં આવેલું આ મોઢેરાનું સૂર્યમંદિર અદભૂત ને ઐતિહાસિક સ્થાપત્ય છે, આ વેકેશનમાં જરૂર ત્યાં ફરવા જજો …

81
Loading...

મોઢેરાનું સૂર્યમંદિર…ગુજરાતમાં મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં સુર્યમંદિર આવેલું છે.

1. સુર્ય મંદિરનું પૌરાણિક મહત્વ

સૂર્ય મંદિર નું વર્ણન સ્કંદ પુરાણ અને બ્રહ્મપુરાણમાં પણ કરવામાં આવ્યું છે.

જ્યારે રાવણ ની હત્યા પછી ભગવાન શ્રીરામે તેમના ભગવાન શ્રીરામે રાવણના સંહાર પછી પોતાના ગુરૂ વશિષ્ઠને એવી જગ્યા બતાવવા માટે કહ્યુ કે તે જ્યાં પોતાના બ્રહ્મહત્યાના પાપ થી મુક્તિ પામી શકે. ત્યારે વસિષ્ઠે ભગવાન રામને સૂર્યમંદિરમાં આવવાની સલાહ આપી હતી એટલા માટે તે કુંડ અને રામ કુંડ તરીકે ઓળખવામાં આવે છે.

સૂર્યમંદિર એક એવી જગ્યા છે કે તે આવતાની સાથે જ તમને શાંતિની અનુભૂતિ થાય. ભીડભાડવાળી જગ્યામાં થી એકાંતમાં આવ્યાં નો અહેસાસ થાય.

2. સૂર્યમંદિર એક અદભુત સ્થાપત્યનો નમૂનો

સૂર્યમંદિર એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે તેના ગર્ભગૃહમાં સૂર્યનું પહેલું કિરણ પ્રવેશે..

સૂર્ય મંદિરમાં જેવો પ્રવેશ કરશો કે તરત જ એક મોટુ ગાર્ડન આવશે. આગળ એક કુંડ આવશે. તેનું નામ રામકુંડ છે અને તે લંબચોરસ આકારમાં છે.

અંદરના ભાગમાં જ નાના નાના બે સ્થાપત્ય આવેલા છે. જેને ગર્ભગૃહ કહેવામાં આવે છે. જેમાં પ્રવેશતાની સાથે જ એકદમ ઠંડકનો અહેસાસ થાય. જૂના જમાનાના કારીગરોની મહેનત જોઈને લાગશે કે ટેકનોલોજી નહતી ત્યારે પણ કળાતો હતી.

આ મંદિર સોલંકીવંશના રાજા ભીમદેવે બંધાવ્યું હતું સોલંકી વંશ, સૂર્યની પોતાના કુળદેવતા માની અને તેમની પૂજા કરવા માટે આ મંદિરનું નિર્માણ કર્યું હતું. સૂર્યની પૂજા કરવામાં આવતી હતી. પરંતુ અલાઉદ્દીન ખીલજી ના આક્રમણને લીધે આ મંદિરની મૂર્તિઓ તોડી નાખવામાં આવી હતી. અને એટલા માટે સૂર્ય મંદિરની પૂજા કરવી હવે નિષેધ છે. ખૂબ જ ખંડિત થયેલી હાલતમાં સૂર્યમંદિર પહોંચ્યુ હતું. પરંતુ હવે ભારત સરકાર હસ્તે પુરાતત્ત્વવિદ વિભાગે તેનું ઐતિહાસિક મહત્વ જાળવી રાખવા માટે ના પ્રયત્ન કરવામાં આવે છે.

આ તળાવની ગહેરાઈઓમાં દફન હતો 107 વર્ષ પહેલાનો રાઝ, સામે આવી ચોંકાવનારી હકીકત

તમને કદાચ ગમશે

Loading...