ઘરમાં ક્યારેય પૈસાને લઈને કકળાટ નહિં થાય : આટલું કરશો તો

52
Loading...

Money બાબતે ઝઘડા

તમે જોયું હશે કે તમારા પરિવારમાં કે બીજે પતિ-પત્ની વચ્ચે પૈસાની વાતને લઈને ઝઘડો તા જોયો હશે. પતિને ફરિયાદ હોય છે કે પત્ની કપડા પર ઘણા રૂપિયા ખર્ચે છે તો પત્ની જવાબ સાથે તૈયાર જ હોય છે કે પતિ મોંઘા મોંઘા ફોન્સ અને ગેજેટ્સ પાછળ રૂપિયા ખર્ચે છે.

પૈસા રૂપિયાની બાબતે સહમતિ સાધવી આસાન નથી. પરંતુ આજે અમે તમારી સાથે એવી ટિપ્સ શેર કરવા જઈ રહ્યા છે જે ધ્યાનમાં રાખશો તો તમારા પતિ કે પત્ની સાથે પૈસા મુદ્દે થતા ઝઘડા ઓછા થઈ જશે.

સૌના માટે પૈસા ફાળવો

પહેલા તમે તમારા માટે અને બધા જ માટે પૈસા ફાળવો. વળી, કોમન ખર્ચ માટે પણ અલગ ફંડ રાખો. આ સિવાય દરેક વ્યક્તિ માટે અલગ અલગ રકમ ફાળવી દો. આમ કરવાથી મનમરજીથી ખર્ચો કરવાની આઝાદી રહે છે.

જ્યારે પતિ અને પત્ની એકબીજાના ખર્ચને વાહિયાત ગણાવે ત્યારે જ ઝઘડા થાય છે. આના કરતા દરેકને એક બજેટ ફળવાયું હોય તેમાંથી તેમને જે ખર્ચ કરવો હોય તે કરી શકે છે.

આ રીતે નિર્ણય કરોઃ

ઘર માટે કોમન ખર્ચના પૈસા કાઢવા માટે મળીને નિર્ણય કરો. એક વ્યક્તિ સેલેરીથી ઘર ચલાવે અને EMI ભરે તો બીજી પોતાની આવક બચત અને ઈન્વેસ્ટમેન્ટમાં વાપરે. યાદ રાખો કે બચતમાં જોઈન્ટ ઓનરશિપ રાખો જેથી ભગવાન ન કરે, પણ ભવિષ્યમાં જો પતિ પત્ની વચ્ચે મનદુઃખ કે છૂટાછેડાની સ્થિતિ ઊભી થાય તો કોઈએ કોઈની સામે હાથ ન ફેલાવવો પડે.

દરેક ચીજમાં સહમતિની જરૂર નથીઃ

પૈસા સાથે જોડાયેલી દરેક બાબતમાં બંનેની સહમતિ હોય તે જરૂરી નથી. દાખલા તરીકે, એક મિત્ની પત્નીને ટ્રેડિંગનો શોખ હતો જ્યારે રિટાયર્ડ પતિને તેની રકમ જતી રહેશે તેનો ભય હતો.

આવામાં તેમણે નક્કી કર્યું કે પત્નીને વીઆરએસમાં જે રકમ મળી છે તેનો એક હિસ્સો તે ટ્રેડિંગ માટે વાપરી શકશે. ઘર ખરીદવુ, રિનોવેશન કરાવવું વગેરે જેવા મોટા ખર્ચા વખતે પતિ પત્ની વચ્ચે અસહમતિ થાય તો તમારે કોઈ એકની વાત માનવા કરતા મધ્યમ માર્ગ કાઢવો જોઈએ.

ચર્ચા કરોઃ

ઘણા કપલ પોતાની આર્થિક પરિસ્થિતિ અંગે ચર્ચા નથી કરી શકતા. પરિવાર સમાજના એવા દબાણમાં આવી જાય છે કે પતિએ સુપરમેન જ હોવું જોઈએ. આવામાં પૈસા ઓછા પડે છે એમ જણાવવામાં પતિનો ઈગો નડી જાય છે.

આ પ્રકારનો એટિટ્યુડ તમારા પરિવાર માટે સારો નથી. પરિવારના દરેક સભ્યને ખબર હોવી જોઈએ કે તમારી પાસે આવકના મર્યાદિત સ્રોત છે. આથી સમજીવિચારીને ખર્ચ કરવો જોઈએ. પરિવારમાં આવી ચર્ચા થાય તો બાળકોને પણ ઘણું શીખવા મળે છે.

રિસ્ક લેવાની બાબતે શું કરવું?

ઈન્વેસ્ટમેન્ટની બાબતે દરેક વ્યક્તિની સહમતિ સાધવી શક્ય નથી. દરેકના અલગ અલગ મત હોઈ શકે છે. કોઈને શેરમાં જોખમ લેવુ હોય તો બીજાને બધા રૂપિયા એફડીમાં નાંખવા હશે.

આવામાં એસેટ એલોકેશન ઉપયોગી બને છે. બધાની લાગણીને માન આપીને બધી જગ્યાએ થોડુ થોડુ ઈન્વેસ્ટ કરવાથી રિસ્ક પણ ઘટે છે અને પરિવારમાં મનદુઃખ પણ નથી થતુ.

સમજદારીથી રસ્તો કાઢોઃ

પરિવારમાં દરેક વ્યક્તિના મત અલગ હોઈ શકે છે. કોઈ પોતાની જાત પાછળ ખર્ચ કરવાને બદલે બાળકોના શિક્ષણ માટે ખર્ચ કરવાની દલીલ કરે છે. કોઈ ઘરેણાના બદલે એ રકમને ઈન્વેસ્ટ કરવાની સલાહ આપીશકે છે. કોઈને મોટું મકાન લેવું હશે તો કોઈને તેની જગ્યાએ લક્ઝુરિયસ લાઈફ જીવવી હશે.

કોઈને 50 લાખ રૂપિયા પૂરતા લાગશે તો કોઈ કહેશે કે રિટાયરમેન્ટ પછી તો 4 કરોડ રૂપિયા પણ ઓછા પડે. આ દરેક મામલે ઘરવાળાની એકમતિ સાધવી મુશ્કેલ છે. આ પરિસ્થિતિમાં તમારે સમજદારીથી રસ્તો કાઢવો પડશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની
માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...