આ છે દેશના ૧૦ કરોડપતિ શહેર.. ગુજરાતના 2 શહેરનું પણ છે તેમાં સ્થાન

149
Loading...

શહેરીકરણ અને અર્થતંત્રની દ્રષ્ટીએ તો ભારત દિવસેને આગળ વધી રહ્યું છે. દેશના અર્થતંત્રમાં પાયારૂપ દેશના એ ૧૦ શહેરોનું યોગદાન પણ ઘણું અગત્યનું છે જે દેશના સૌથી અમીર શહેરોમાંથી એક છે. ત્યારે આવો જાણીએ કયા કયા છે ભારતના સૌથી અમીર એવા ૧૦ શહેરો, જે વ્યવસાય, અર્થતંત્ર, પર્યટનની દ્રષ્ટીએ સમગ્ર દુનિયાને આકર્ષિત કરે છે.

તો તેમાં દેશમાં સૌથી વધુ શહેરીકરણ ધરાવતા ગુજરાતના પણ બે શહેરોનો સમાવેશ થાય છે, ત્યારે આવો જોઈએ આ યાદી.

મુંબઈ
દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈ શહેરની GDP 310 બિલીયન ડોલર છે. મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની છે. દરિયાકિનારે આવેલા આ શહેર દેશના અર્થતંત્રને ૭૦ ટકાનો વ્યવહાર આપે છે. આ ઉપરાંત ભારતની અર્થવ્યવસ્થામાં આ શહેર ૬ ટકાનું યોગદાન આપે છે.

જેમાં ૧૦ ટકા કારખાના રોજગાર, ૩૦ ટકા આઈટી કલેક્શન, ૬૦ ટકા કસ્ટમ ડ્યુટી કલેક્શન, ૨૦ ટકા સેન્ટ્રલ એક્સાઈઝ ટેક્સ કલેક્શન, ૪૦ ટકા વિદેશી વ્યાપાર કલેક્શન અને કોર્પોરેટ ટેક્સમાં ૧૦ અબજ USD નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મુંબઈમાં NSE, BSE, RBI, SEBI જેવી સંસ્થાઓના હેડક્વાર્ટર આવેલા છે. આ ઉપરાંત દેશની ત્રણ મોટી કંપનીઓ રિલાયન્સ, તાતા અને બિરલા ગ્રુપ પણ મુંબઈથી જ ઓપરેટ થાય છે.

દિલ્હી
ભારતની રાજધાની તેમજ રાજ્ય પણ કહેવાતા દિલ્હીની જીડીપી 292.6 બિલીયન ડોલર છે. દેશની રાજધાની હોવાથી અહિયાં મોટી સંખ્યામાં સરકારી અને અર્ધ સરકારી કર્મચારી રહે છે. દિલ્હી દેશમાં સૌથી વધુ FDI પણ આકર્ષિત કરે છે.

દિલ્હીનું સર્વિસ સેક્ટર ત્યાના GDP માં ૮૦ ટકાથી પણ વધારેનું યોગદાન આપે છે. ત્યાના સર્વિસ સેક્ટરમાં આઈ.ટી., હોટલ. બેન્કિંગ, મિડિયા અને પર્યટન સામેલ છે. તો એનસીઆરને કારણે દિલ્હીને ઘણો લાભ થયો છે.

કોલકાતા
પશ્ચિમ બંગાળની રાજધાની અને ભારતની પૂર્વ રાજધાની કોલકાતાની GDP 150.1 બિલીયન ડોલર જેટલી છે. કોલકાતા એક મોટું બંદરગાહ શહેર અને ઉત્તર પૂર્વીય ભારતનું વ્યવસાયિક હબ છે. અન્ય મોટા શહેરોની જેમ હવે કોલકાતામાં પણ આઈટી કંપનીઓ અને BPO ની દ્રષ્ટીએ મહત્વના શહેરનો દરજ્જો મેળવી ચુક્યું છે.

કેટલીક ગ્લોબલ કંપનીઓના હેડક્વાર્ટર કોલકાતામાં આવેલા છે. તેમાં આઈટીસી લીમીટેડ, અલાહાબાદ બેંક અને યુકો બેંક સામેલ છે. હાલમાં આઈટી સેક્ટર ત્યાં મોટાપાયે ઉભરી રહ્યું છે. કોલકાતા ભારતમાં ઘણું જુનું વિકસિત શહેર છે.

બેંગલુરુ
કર્ણાટકના પાટનગર બેંગલુરુને ભારતની સિલિકોન સિટીના નામે ઓળખવામાં આવે છે. એટલા માટે કે આ શહેર જ આઈટી કંપનીઓનું જન્મદાતા છે. આ શહેરની GDP ૧૧૦ બિલીયન ડોલર જેટલી છે. બેંગલુરુ દુનિયાના ૧૦ ઇનોવેટીવ શહેરોમાંથી એક છે. આ શહેર દેશના લગભગ ૩૫ ટકા આઈટી પ્રોફેશનલ્સને રોજગારી આપે છે. ભારતથી વિદેશ જનારા મોટાભાગના આઈટી એક્સપર્ટ બેંગલુરુથી જ જાય છે.

બેંગલુરુમાં આઈટી કંપનીઓ માટે વિકાસ અને એન્જીનીયરીંગ કેન્દ્રો પણ સ્થપાયેલા છે. આ ઉપરાંત વિમાનો બનાવવાનો ઉદ્યોગ પણ બેંગલુરુમાં મોટાપાયે સ્થપાયેલો છે, જેમાં બોઇંગ, એરબસ, GE જેવી જાણીતી એરક્રાફ્ટ કંપનીઓ સમાવિષ્ટ છે.

હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડનું હેડક્વાર્ટર બેંગલુરુમાં જ છે. આ કંપની જ્ગુઅર અને સુખોઈ ૩૦ જેવા એરક્રાફ્ટ બનાવે છે. રેશમનો ઉદ્યોગ પણ મોટાપાયે બેંગલુરુમાં ચાલે છે. સોઈ ના બનાવતા દેશમાં હવાઈજહાજ બનાવવાનું કામ બેંગલુરુથી જ શરુ થયું હતું.

ચેન્નઈ
તમિલનાડુની રાજધાની અને દક્ષિણ ભારતનું એક પ્રાથમિક બંદરગાહ શહેર છે ચેન્નઈ. આ શહેરની GDP ૭૮.૬ બિલીયન ડોલર છે. ચેન્નઈના મુખ્ય વ્યવસાય અને ઉદ્યોગોમાં ઓટોમોબાઈલ, સોફ્ટવેર સર્વિસ, સ્વાસ્થ્ય સેવાઓ, હાર્ડવેર, મેન્યુફેક્ચરિંગ અને નાણાકીય સેવાઓ સમાવિષ્ટ છે. ચેન્નઈ આઈટીને લગતી સર્વિસમાં દુનિયાનું બીજું સૌથી મોટું એક્સપોર્ટર છે.

એટલું જ નહિ આ શહેર ભારતમાં સૌથી મોટું ઈલેક્ટ્રોનિક એક્સપોર્ટર પણ છે, જે કુલ એક્સપોર્ટમાં ૫૦ ટકા છે. આ ઉપરાંત વાહનોની દિગ્ગજ કંપનીઓ જેમકે ફોર્ડ, નિસાન, BMW જેવી કંપનીઓનું હેડક્વાર્ટર ચેન્નઈમાં જ છે. મદ્રાસ કહેવાતા આ શહેરનું નામ અંગ્રેજો આવ્યા બાદ ચેન્નઈ થયું.

હૈદરાબાદ
આંધ્રપ્રદેશ અને તેલંગાણાની રાજધાની હૈદરાબાદનો GDP ૭૫.૨ મીલીયન ડોલર જેટલો છે. ભારતના સૌથી વધારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) હૈદરાબાદ અને તેના આસપાસ જ જોવા મળશે. આ ઉપરાંત હૈદરાબાદને ટુરીઝમની દ્રષ્ટીએ દેશમાં ત્રીજા શ્રેષ્ઠ શહેરનો દરજ્જો મળેલો છે. આ શહેર ‘Genome Valley of India’ ના નામે પણ ઓળખાય છે.

આ શહેરને દુનિયાના દવા ઉદ્યોગના કેન્દ્ર તરીકેની પણ માન્યતા આપવામાં આવી છે. આ ઉપરાંત આઈટી કંપનીઓ પણ મોટાપાયે આ શહેરમાં આવેલી છે, હૈદરાબાદમાં ગુગલ, અમેઝોન, IBM અને ઘણી આંતરરાષ્ટ્રીય ઓફીસની કંપનીઓ આવેલી છે. તો ત્યાં રામોજી ફિલ્મ સિટી પણ આવેલી છે.

અમદાવાદ
ગુજરાતનું સૌથી મોટું શહેર એટલે અમદાવાદ. અમદાવાદની GDP 69 બિલીયન ડોલર છે. અદાણી, નિરમા, અરવિંદ, કેડીલા અને ટોરેન્ટ જેવી મોટી કંપનીઓ અમદાવાદમાં આવેલી છે. અમદાવાદ ડેનિમનું સૌથી મોટું સપ્લાયર છે, આ ઉપરાંત જેમ્સ એન્ડ જ્વેલરીનું પણ સૌથી મોટું એક્સપોર્ટર છે. ૨૦૦૫ માં યુપીએ સરકારે અમદાવાદને મેગાસિટીનો દરજ્જો આપ્યા બાદ શહેરનો વિકાસ ઝડપી બન્યો છે.

ઉદ્યોગો, સેવાઓ અને વ્યાપારની દ્રષ્ટીએ અહિયાં દેશભરમાંથી લોકો આવે છે. આ ઉપરાંત અમદાવાદ – ગાંધીનગર ટ્વીન સિટી પણ આવનારા સમયમાં વિકસીને દિલ્હી – ગુડગાવની જેમ ગતિ પકડશે. ઘણી મલ્ટી નેશનલ કંપનીઓ અમદાવાદમાં આવેલી છે. તો અહીનું અર્થતંત્ર પણ ઘણું વિકસ્યું છે.

પુણે
પુણે મહારાષ્ટ્રમાં બીજું સૌથી મોટું મહાનગર છે. તેની જીડીપી ૬૬ બિલીયન ડોલર છે. ત્યાં સતત વધી રહેલી આઈટી અને ઓટોમોબાઇલ ઓફિસોની સંખ્યાને કારણે આ શહેરને ઘણું મહત્વ મળ્યું છે.

આ ઉપરાંત પુણેમાં કોલ્ડ સ્ટોરેજના ક્ષેત્રમાં વિશ્વ બેંક પણ મોટું રોકાણ કરી રહી છે. લગભગ ૨૫૦ જેટલી જર્મન કંપનીઓએ પોતાની ઓફિસને પુણેમાં જ સેટ કરી છે. પર્વતીય વિસ્તારમાં આવેલું પુણે શહેર પણ ઘણું રમણીય છે. પુણે તાજેતરમાં જ દેશમાં રહેવાલાયક શહેરોમાં ટોચના ક્રમે આવ્યું છે.

આ પણ વાંચો

અંતિમયાત્રા માં આ ઘટના જોઈને લોકો આઘાતમાં આવી ગયા ..ચિતા પર સૂવડાવતા જ મૃતકના મોઢામાંથી નીકળવા લાગ્યા ફીણ…

સુરત
સુરતની GDP ૫૪ બિલીયન ડોલર જેટલી છે. આ શહેર ભારતનું સૌથી ઝડપથી વિકસતું બીજું મોટું શહેર છે. સુરત દુનિયાભરમાં ડાયમંડ હબ તરીકે ઓળખાય છે. દુનિયાના લગભગ ૯૦ ટકા હીરા ઘસવાનું કામ અને પોલિશિંગનું કામ સુરતમાં જ થાય છે.

ભારતના ૯૯.૯ ટકા હીરાનું કામ સુરતમાં થાય છે. ભારતથી એક્સપોર્ટ થતા ૯૦ ટકા રફ ડાયમંડ પણ સુરતથી જ થાય છે. ટેક્સટાઈલના ક્ષેત્રે પણ સુરત મહત્વનું શહેર છે. સુરતમાં લગભગ ૩૮૦ ડાઈંગ અને પ્રિન્ટીંગ મિલો છે અને ૪૧ હજાર જેટલી પાવરલુમ્સ છે. ભારતનું ૪૦ ટકા કૃત્રિમ ફેબ્રિક સુરતથી જ આવે છે.

સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર બની ચુક્યું છે તો અહિયાં વિકાસ કરતાં વૃદ્ધિદર ઘણો વધારે છે જે આવનારા સમયમાં અતિવિકાસ લઈને પ્રગટશે.

વિશાખાપટ્ટનમ
વિઝાગના નામે જાણીતા આ શહેરનો જીડીપી ૩૪ બિલીયન ડોલર જેટલો છે. દેશનું સૌથી જુનું શિપયાર્ડ અને બંદરગાહમાંથી એક વિશાખાપટ્ટનમ છે. આંધ્રપ્રદેશના આ મોટા શહેરમાં ઘણી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે.

જેમાં ગેલ, વિઝાગ સ્ટીલ અને હિન્દુસ્તાન સ્ટીલ પણ સામેલ છે. વિશાખાપટ્ટનમના ઘણા ઘરોમાં માછલી ઉછેરવાનું કામ કમાણીનો રસ્તો છે.

તમને કદાચ ગમશે

Loading...