જો તમારે ઉત્તરાયણ માં દોરીથી ગળું કપાતા બચવું હોય તો આ આર્ટિકલ ખાસ વાંચો : શેર કરી ને બીજા મિત્રો ની મદદ કરો જેથી કોક ની જિંદગી બચી જાય

398
Loading...

ઊત્તરાયણનો તહેવાર ધીરે ધીરે નજીક આવી રહ્યો છે. અને લોકોની જેમ તમે પણ પતંગ-દોરા ખરીદવાનું પ્લાનિંગ બનાવી લીધું હશે. પરંતુ આ તહેવાર નજીક આવતા જ એવા પણ સમાચાર સંભાળવા મળે છે કે અચાનક જ કોઈ પતંગનો દોર ગળામાં આવ્યો અને વ્યક્તિ પોતાનું જીવન ગુમાવી બેઠી.તો ચાલો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે આ સમસ્યાથી બચી શકાય.

દોરો ગળામાં આવતા મરે છે અનેક લોકો:

આમ તો ઘણી મજા આવે છે જયારે ખૂબ મજબૂત આવતા દોરાથી પતંગ ઉડાડવાની, કેમ કે અનેક લોકોના પતંગ કાપી શકાય. પરંતુ આ દોરો ઘણીવાર પતંગની સાથે કોઈ પરિવારનો આધાર કે ચીરાગને પણ જીંદગીથી કાપી નાખે છે. તાજેતરમાં જ અમદાવાદમાં એક દિવસ પહેલા ચાઇનીઝ દોરાથી ગળું કપાઈ જતા 22 વર્ષીય યુવકનું મોત બન્યાનો બનાવ બન્યો છે.

પ્રતિબંધ છે છતા લોકો ખરીદે છે:

ચાઇનીઝ દોરા અને તુક્કલ પર સરકારે પ્રતિબંધ જાહેર કર્યો છે તેમ છતા કેટલાક લોકો કાયદાની વિરુદ્ધ દોરા ખરીદીને તેનાથી પતંગ ઉડાવતા હોય છે. તેવામાં જો કોઈ વાહન ચાલક આ જીવલેણ દોરામાં ફસાય તો ગંભીર અકસ્માત સર્જાય છે. માટે એક વાતની આજે જ મનમાં ગાંઠ વાળી લો. કે ચાઇનીઝ દોરાથી આ વખતે તમે જ નહીં તમારા ઓળખીતાઓ-પાળખીતાઓને પણ પતંગ ઉડાડવા નહીં દો.

જીવલેણ દોરીથી આવી રીતે બચો:

  • વાહન ચલાવો તો પૂરતી સુરક્ષા રાખો.
  • ગળે મફલર કે રૂમાલ વીંટાળો.
  • યુવતીઓ માટે આવા દિવસોમાં દુપટ્ટા આર્શીવાદરૂપ બની જતા હોય છે. ત્યારે પુરુષોએ પણ ગળાને જાડો રુમાલ અથવા મફલર બાંધીને જ વાહન ચલાવવું જોઇએ.
  • ગળુ અને નાક બિલકુલ ખુલ્લુ ન રાખો.
  • બને ત્યા સુધી આખુ મોઢુ ઢાંકીને નીકળવું.
  • ટુ-વ્હીલર પર નાના બાળકને આગળ ઉભુ રાખવાની ભૂલ ના કરશો. તેમનું પણ મોઢુ અને ગળુ ઢાંકીને બેસાડો.

આટલું જરુર ધ્યાન રાખો:

  • શહેરના જુદા જુદા બ્રિજ પરથી પસાર થતાં ખાસ સાવચેતી રાખો.
  • સામાન્ય રીતે બ્રિજની ઉંચાઈ અગાશીઓની સમાન હોવાથી બ્રિજ પાસેથી દોરા પસાર થવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે. તેથી બ્રિજ પર ગાડી ધીમે ધીમે જ હંકારો.
  • આ દિવસોમાં શહેરમાં વાહનની સ્પીડ બને એટલી ઓછી રાખો.
  • ઝડપી વાહનમાં જો દોરો પાસેથી પસાર થાય તો તે વધુ જીવલેણ સાબિત થઈ શકે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...