દિવાળીનું રાશિફળઃ દિવાળી પહેલાં 5 નવેમ્બરે મંગળ આવશે કુંભ રાશિમાં, કેટલાક લોકોને મળશે ભાગ્યનો સાથ, રાશિ પ્રમાણે જાણો શું કરવું અને શું નહીં?

73

7 નવેમ્બરે દિવાળી છે. તે પહેલાં 5 નવેમ્બરે મંગળ રાશિ બદલીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિનો સ્વામી શનિ છે. મંગળ જ્યારે શત્રુ રાશિમાં શનિની રાશિમાં રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે દિવાળી પહેલાં મંગળ રાશિ બદલવાથી 12 રાશિઓનું જીવન બદલી દેશે. અહીં જાણો મંગળના કારણે 2018 ની દિવાળી બધી 12 રાશિઓ માટે કેવી રહેશે જાણો-

મેષઃ-સંતાન સાથે વિવાદ થઈ શકે છે. આવકમાં અસ્થિરતા રહેશે અને કાર્યો ધીમા થશે.ચિંતા વધી શકે છે. દિવાળી પછી સમય સારો થતો જશે.બાધાઓ સમાપ્ત થશે પણ સહયોગ પણ પ્રાપ્ત થશે. અજાણ્યા લોકો પર ભરોસો ન કરો.

શું કરવું- લક્ષ્મીજીને બીલીપત્ર અર્પિત કરો.

વૃષભ રાશિ-મંગળને લીધે આ રાશિના લોકો લાભમાં રહેશે. સફળતા ર્કાર્ચ છષે ચછા વિરોધીઓનો પરાજય થશે. યોજનાઓ સફળ થશે, આવક સારી રહેશે. યાત્રાઓ થશે તથા વિવાદોનો અંત આવશે.

Loading...

શું કરવું- બ્રહ્માજીને કમળના ફૂલ ચઢાવો.

મિથુન-આવક ઓછી થઈ શકે છે. પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કામ વધી શકે છે અને કોઈની મદદ પણ નહીં મળી શકે. દિવાળી પછી સમયમાં સુધારો આવતો ઝઝશે અને કામ સારી રીતે પૂરાં થતાં જશે.

શું કરવું- લક્ષ્મીજીની સામે ઘીનો દીવો પ્રગટાવો.

કર્ક રાશિ-આ રાશિનો પ્રભાવ વધશે અને સારા સમાચાર મળશે. આવક સારી રહેશે. બધી તરફથી સહયોગ મળતો જશે. એક નવા કામની પ્રાપ્તિ થશે. દિવાળી પછી નજીકના લોકો સાથે વિવાદ થઈ શકે છે. એટલા માટે સાવધાન રહેવું.

શું કરવું- લક્ષ્મીજીને સુગંધિત ફૂલ ચઢાવો.

સિંહ રાશિ-મંગળની દ્રષ્ટિ અને ચંદ્રને લીધે ભાગ્યનો સાથ મળશે. આવક સારી થશે અને સહયોગ પણ પ્રાપ્ત થશે.અત્યારે કોઈ પરેશાની આવવાની સંભાવના નથી. પરંતુ તમારી ભૂલને લીધે પારિવારિક વિવાદ થઈ શકે છે. સતર્ક રહેવું.

શું કરવું- લક્ષ્મીજીને લાલ વસ્ત્ર ચઢાવો.

કન્યા-ૃ કામ વધુ રહેશે પરંતુ આવકના સોર્સ પણ વધી શકે. નિશ્ચિત સમય પર બધા કામ થઈ શકે. બધાનો સહયોગ પ્રાપ્ત થશે. નવા કામ મળી શકે છે. યાત્રાએ જવાનો મોકો મળી શકે.

શું કરવું- મહાલક્ષ્મીની આરતી કર્પૂર બાળીને કરો.

તુલા- મંગળને કારણે તમારા કાર્યોમાં અડચણોનો સામનો કરવો પડી શકે છે. દિવાળી પછી થોડો આરામ મળી શકે. લક્ષ્મી પૂજા યોગ્ય વિધિથી કરી લેશો તો આવકમાં વધારો થઈ શકે છે. નવા કાર્યોનો પ્રાસ્તાવ મળે. સંતાનને લીધે વ્યય ની વાતોમાં ધનની બરબાદી થઈ શકે છે.

શું કરવું-મહાલક્ષ્મીને લાલ પુષ્પ અર્પિત કરો.

વૃશ્ચિક- ખર્ચાઓમાં વધારો થઈ શકે છે, પરંતુ આવક સારી થતી રહેશે. સમય તમારા પક્ષે રહેશે. જો કોઈપણ કામમાં લાપરવાહી ન કરો. નહીંતર કામમાં બઘાઓ આવશે અને આર્થિક મામલાઓમાં પણ નુકસાન થઈ શકે છે.

શું કરવું- લક્ષ્મીજીને સફેદ ફૂલ ચઢાવો.

ધન- તમારા માટે સમય બધી પ્રકારે અનુકૂળ રહેશે. પરંતુ પરિવારની ચિંતા થતી રહેશે. પોતાના કાર્યોમાં ગતિ રહેશે. આવક સારી રહેશે. કામના સ્થે વિરોધ સમાપ્ત થશે યોજનાઓ સફળ થશે. સમય વિતાવવાની સારી તક મળશે.

શું કરવું- લક્ષ્મીજીને મીઠાઈનો ભોગ લગાવો.

મકર- ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોવાથી રાહતમાં સમય વિતશે. નવું કામ કરવાનો મોકો મળશે. આવકમાં સુધારો થશે અને સંપર્કોમાં કામ મળી શકે છે. યોજનાબદ્ધ કાર્યોમાં વિલંબ થશે. સમય વધુ અનુકૂળ થઈ જશે.

શું કરવું- લક્ષ્મીજીને કંકુ અને હળદર ચઢાવો.

કુંભ- આ સમયે થોડી અપ્રસન્નતા રહેશે અને કાર્યોમાં મોડું થશે અને આવકમાં પણ અસંતોષ ચાલતો રહેશે. થોડા દિવસ પછી સમયમાં સુધારો થશે અને કાર્યોમાં તેજી આવતી જોવા મળશે. ભાઈઓની મદદ મળશે અને પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. ભાગ્ય અનુકૂળ થઈ જશે.

શું કરવું- લક્ષ્મીજીના શ્રીસૂક્તનો પાઠ કરો.

મીન- લાભ વધશે. કાર્યોમાં તેજી રહેશે અને લાભ પણ મળશે. દિવાળી પછી બાધાઓ આવશે.મન વિચલિત થઈ શકે છે. સંતાનની ચિંતા થઈ શકે છે. થોડા દિવસો પછી સમય અનુકૂળ થઈ જશે.

શું કરવું- લક્ષ્મીજીને ગળ્યા દૂધનો ભોગ લગાવો.

આ પણ વાંચો : 7 નવેમ્બરના દિવાળી અને તેના પછી પણ આ મહિનામાં આવશે 4 મોટા તહેવારો

તમને કદાચ ગમશે

Loading...