06, ડિસેમ્બર 2018, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ અને સાથે વાંચો કેવું રહેશે આજે તમારું લક…

97

1મેષ રાશી ભવિષ્ય

હકારાત્મક – સાથે કામ કરતા લોકોની ખુશીમાં તમે ભાગ લઈ સકશો. કોઇ મિત્ર કે બિઝનેસનો સાથી ધન કમાવાનો રસ્તો બતાવી શકે છે.

નકારાત્મક –  કોઇ જવાબદારી બળજબરી માથે ન લેવી. તણાવ વધશે. કામનું ટેન્શન વધી શકે છે. કેટલીક બાબતોમાં તમારી વિચારસરણી સંકુચિત બની શકે છે. યાત્રાઓ પર ખર્ચ વધી શકે છે. તમારા પર કોઇ ખોટો આરોપ લાગી શકે છે. ભાઇઓનો સહયોગ ન મળવાથી મુશ્કેલી વધે.

શું કરવું – પીપળા નીચે તેલનો દિવો કરવો.

કારકિર્દી – કેટલાંક કામ અધૂરાં રહી શકે છે. કામ કરવાનો મૂડ નહીં આવે.

સ્વાસ્થ્ય– જૂના રોગ સતાવી શકે છે. સ્વાસ્થ્યમાં સાચવવું. ખાનપાનમાં સાવધાની રાખવી.

2વૃષભ રાશી ભવિષ્ય

હકારાત્મક – તમે જ્યાં પણ કામ કરતા હશો ત્યાં તમારી જરૂર પડશે. મનમાં પ્રેમ અને રોમાંસની ભાવના રહેશે. કામ પર ધ્યાન આપવું. કાર્યક્ષેત્રમાં મહત્વના બદલાવ આવી શકે છે, જેનાથી થોડો ફાયદો મળી શકે છે. રૂટીન કામ સમયસર પૂરાં થશે.

નકારાત્મક –  કોઇ મોટું કામ સમજી-વિચારીને હાથમાં લેવું. વિચારો પર કંટ્રોલ રાખવો. ધન સંબંધિત ટેન્શન વધી શકે છે. બિઝનેસ અને નોકરીમાં કામનું ભારણ વધારે રહી શકે છે. ધન સંબંધિત વિવાદમાં ન પડવું.

શું કરવું –  ચંદનનું તિલક કરવું.

કારકિર્દી – નોકરી કે બિઝનેસમાં મહત્વનાં કામ પૂરા કરવા માટે નવા લોકો સાથે વાતચીત અને મુલાકાત થઈ શકે છે. સ્ટૂડન્ટ્સને વધારે મહેનત કરવી પડશે.

સ્વાસ્થ્ય– સ્વાસ્થ્યની બાબતમાં નાની-મોટી તકલીફો આવશે.

3મિથુન રાશી ભવિષ્ય

હકારાત્મક –  નોકરી કે બિઝનેસમાં કઈંક નવું કરવાનો પ્રયત્ન કરશો. નજીકની વ્યક્તિની મદદ મળી રહેશે. સંબંધો પર ધ્યાન આપવું. કામકાજમાં મહત્વાકાંક્ષી બની રહેશો. અચાનક રોકાણની તક મળી શકે છે.

નકારાત્મક – કેટલીક પારિવારિક બાબતોના કારણે કામમાં ધ્યાન ઓછું રહે. કોઇ મોટો નિર્ણય લેતાં પહેલાં બરાબર સમજી-વિચારી લેવું. દુશ્મનોનો સામનો થઈ શકે છે. વાહનનો ઉપયોગ સાવધાનીથી કરવો. બિઝનેસમાં લોન લેવી પડે.

શું કરવું –  ઈલેક્ટ્રોનિક સામાન ખરીદવામાં સાવધાની રાખવી.

કારકિર્દી –  બિઝનેસ કે નોકરીમાં નકામા ખર્ચ વધી શકે છે. સ્ટૂડન્ટ્સને સફળતા મળશે અને સહયોગ પણ મળી રહેશે.

સ્વાસ્થ્ય – ગેસ્ટિક પ્રોબ્લેમ થઈ શકે છે. સાંધાનો દુખાવો સતાવી શકે છે.

4કર્ક રાશી ભવિષ્ય

હકારાત્મક – રોકાણ એટલું જ કરવું જેટલું શક્ય હોય. બીજાંની જરૂરિયાતો અને પરિસ્થિતિને પણ સમજવી. તમારી યોજનાઓ સફળ થશે.

નકારાત્મક –  મુશ્કેલીઓ અને વ્યસ્તતાના કારણે મૂડ બગડી શકે છે. બીજાનો ગુસ્સો નજીકની વ્યક્તિઓ પર ઉતારી શકો છો. સમજ્યા-વિચાર્યા વગર બોલશો તો ફસાઇ શકો છો.

શું કરવું – ચોકલેટ ખાઓ અને કોઇ ગરીબ બાળકને પણ ખવડાવો.

કારકિર્દી – ઓફિસમાં આળસના કારણે નુકસાન થઈ શકે છે. સાવધાની રાખવી. સ્ટૂડન્ટ્સને વધારે મહેનત કરવી પડે.

સ્વાસ્થ્ય – આળસ અને થાક રહે.

5સિંહ રાશી ભવિષ્ય

હકારાત્મક – સંતાન અને પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરવાનો પ્રયત્ન કરવો. બીજાંની સલાહ અને જરૂરિયાતો પર ધ્યાન આપવું. જાત પર નિયંત્રણ રાખશો તો કામ પૂરાં થઈ જશે. નવા મિત્રો મળી શકે છે. ધાર્મિક સ્થળોએ જવાની ઇચ્છા થાય.

નકારાત્મક –  મહત્વાકાંક્ષાઓ પૂરી ન થવાથી દુ:ખી થઈ શકો છો. કામનું ભારણ વધારે રહેશે. નસીબનો સાથ ઓછો મળશે.

શું કરવું – ઓનલાઇન શોપિંગ કે લેણ-દેણ ન કરવી.

કારકિર્દી – ધનનું રોકાણ કરવામાં સાવધાની રાખવી. નોકરિયાત લોકો માટે દિવસ સામાન્ય રહેશે. સ્ટૂડન્ટ્સને મહેનત વધારે કરવી પડશે.

સ્વાસ્થ્ય – આખો દિવસ સ્વાસ્થ્યની ચિંતા સતાવશે.

6કન્યા રાશી ભવિષ્ય

હકારાત્મક –   બચતમાં વધારો થઈ શકે છે. ઓફિસમાં કેટલાક લોકો કોઇ મોટી જવાબદારી માટે તમને ઉકસાવી શકે છે, જેનાથી તમને ફાયદો પણ મળી શકે છે. ટેક્સ, રોકાણ અને ઉધાર લેણ-દેણની બાબતો સામે આવી શકે છે. વિપરિત લિંગના લોકો તમને કામમાં સપોર્ટ કરી શકે છે. કોઇ યાત્રાનું પ્લાનિંગ પણ થઈ શકે. દરેક કામ હિંમતથી કરશો તો સફળતા મળશે.

નકારાત્મક –  ઓછું બોલવું અને કોઇ રહસ્ય બહાર ન આવે તેનું ધ્યાન રાખવું. નકામા વિવાદોથી દૂર જ રહેવું. સમજ્યા-વિચાર્યા વગર કોઇજ બાબતમાં ન પડવું. નકામો ગુસ્સો ન કરવો.

શું કરવું – માતાજીના મંદિરમાં કપૂરનું દાન કરવું.

કારકિર્દી – આર્થિક બાબતોમાં તમારી સ્થિતિ મજબુત બની શકે છે. બિઝનેસમાં કોઇ મોટો બદલાવ આવી શકે છે. સ્ટૂડન્ટ્સની મહેનત વધી શકે છે, ત્યારબાદ સફળતા પણ મળશે.

સ્વાસ્થ્ય– કોઇ એલર્જી થઈ શકે છે.

7તુલા રાશી ભવિષ્ય

હકારાત્મક – કામકાજમાં વ્યવહારિક રહેશો તો કામ પૂરાં થઈ શકે છે. તાકાતનો યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે ઉપયોગ કરવો. જૂનો વિવાદ દૂર થઈ શકે છે. કેટલાક લોકો સાથે ભાવનાત્મક લાગણી થઈ શકે છે. બિઝનેસમાં ફાયદો થઈ શકે છે. શેર માર્કેટ અને દલાલીમાં કામ કરતા લોકોને ફાયદો થઈ શકે છે. ટુવ્હીલરની ખરીદીનું પ્લાનિંગ થઈ શકે છે.

નકારાત્મક –  દરેક વસ્તુને વધારે પડતી ગંભીરતાથી લેશો, જેનાથી નકામી ચિંતા સતાવી શકે છે. કોઇને વણમાંગી સલાહ ન આપવી.

શું કરવું – કોઇને ખોટો વાયદો ન કરવો.

કારકિર્દી – નોકરિયાત અને બિઝનેસ કરતા લોકો માટે સમય અનુકૂળ છે, પરંતુ જોખમી રોકાણથી નુકસાન થઈ શકે છે. સ્ટૂડન્ટ્સને સારી સફળતા મળી શકે છે.

આરોગ્ય– થાક, આળસ અને મોસમી બીમારીઓ થઈ શકે છે.

8વૃશ્ચિક રાશી ભવિષ્ય

હકારાત્મક –  વિચારેલાં કામ પૂરાં થઈ શકે છે. પ્લાનિંગ વગર પણ કોઇ મોટું કામ જલદી થઈ જશે. નસીબનો સાથ મળી શકે છે. ધન કમાવાની નવી તક મળી શકે છે. જૂની વસ્તુઓનું ખરીદ-વેચાણ થઈ શકે છે. દુશ્મનો પર જીત મળશે.

નકારાત્મક – જરૂર કરતાં વધુ ખર્ચ ન કરવો. આક્રમક થવાથી બનતાં કામ બગડી શકે છે. ખોટા વિવાદના યોગ છે. બનતાં કામ બગડી શકે છે.

શું કરવું – મોબાઇલ, ઇન્ટરનેટ વગેરે સંચારનાં સાધનો પર ખર્ચ ન કરવો.

કારકિર્દી – નોકરિયાત લોકો માટે સમય અનુકૂળ છે. પ્રમોશન અને ધનલાભના યોગ છે. રોકાણ કરવામાં સાવધાની રાખવી. સ્ટૂડન્ટ્સ માટે દિવસ ઠીક છે.

આરોગ્ય– સ્વાસ્થ્ય માટે દિવસ ઠીક નથી.

9ધન રાશી ભવિષ્ય

હકારાત્મક – ઓફિસ કે ફિલ્ડમાં તમારાં મંતવ્યોનું માન રાખવામાં આપશે. લોકો તમારી વાત માનશે. આત્મવિશ્વાસમાં વધારો થશે.

નકારાત્મક – વિચાર્યા વગર કોઇજ કામ ન કરવું. સંબંધો ગુંચવાઇ શકે છે. ખર્ચ વધી શકે છે.

શું કરવું – ઓફિસ કે ઘરના ટેબલ પર એક ફૂલ મૂકવું.

કારકિર્દી – બિઝનેસ માટે દિવસ ઠીક છે. ઓફિસમાં કોઇ સાથે વિવાદમાં ન પડવું. નીચેના કર્મચારીઓની મદદ મળી શકે છે.

આરોગ્ય– પડવા-વાગવાની શક્યતા છે.

10મકર રાશી ભવિષ્ય

હકારાત્મક –  તમે તમારી યોગ્યતા અને આવડતનો ફાયદો ઉઠાવી સકશો. કોઇની મદદ ઇચ્છતા હોય તો મળી શકે છે. ધનલાભના યોગ છે. જાત મહેનતથી સફળ થશે. મિત્રોની મદદથી સફળતા મળશે. ગંભીર યોજનાઓ બનાવવા માટે સમય યોગ્ય છે.

નકારાત્મક –  જવાબદારીઓનું ભારણ વધશે. અચાનક પડકારરૂપ પરિસ્થિતિ સામે આવી શકે છે.

શું કરવું – મંદિરમાં સિંદૂર કે કંકુનું દાન કરવું.

કારકિર્દી – પૈસા બાબતે અટકેલાં કામ ફરી શરૂ થઈ શકે છે. ફાયદો પણ થશે. સ્ટૂડન્ટ્સ માટે દિવસ સામાન્ય છે.

આરોગ્ય – મોંના રોગ સતાવી શકે છે.

11કુંભ રાશી ભવિષ્ય

હકારાત્મક – રોકાણ, ખરીદી-વેચાણ અને જમીન-જાયદાદની બાબતમાં દિવસ સારો છે. આ રાશિના લોકોને ફાયદો થઈ શકે છે. જાતમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરી શકો છો. કરિયર પર ધ્યાન આપશો તો ફાયદો મળશે. અપોઝિટ જેન્ડરના લોકો તરફથી ફાયદો મળી રહેશે.

નકારાત્મક – તમારા ખાસ માણસો તમારાથી નિરાશ થઈ શકે છે. સાવધાની નહીં રાખો તો કોઇ મિત્ર સાથે અણબન થઈ શકે છે.

શું કરવું – પપૈયું ખાવું.

કારકિર્દી – અટકેલાં કામ પૂરાં થઈ શકે છે. અટકેલું ધન પણ પાછું મળી શકે છે. સ્ટૂડન્ટ્સને તણાવ રહેશે, પરંતુ સફળતા મળશે.

આરોગ્ય–  સ્વાસ્થ્યમાં સાવધાની રાખવી.

12મીન રાશી ભવિષ્ય

હકારાત્મક – તમારાં કામનું પૂરેપૂરું ફળ તમને મળી શકે છે. મન ખૂબજ સક્રિય રહેશે. કામ આત્મવિશ્વાસપૂર્વક પૂરાં થશે. જવાબદારીભર્યાં કામ પર પૂરેપૂરું ધ્યાન આપવું. કરિયર માટે દિવસ સારો છે. સંબંધો મજબૂત થઈ શકે છે. ધન સંબંધિત બાબતોમાં આવી રહેલ અડચણો દૂર થઈ શકે છે. અટકેલાં કામ પૂરાં થશે.

નકારાત્મક – તમારો મૂડ થોડો આક્રમક બની શકે છે. કેટલાક લોકો તમારાં કામમાં અડચણો ઊભી કરવાનો પ્રયત્ન કરશે. બૉસ કે કોઇ મહત્વની વ્યક્તિ તમને પરેશાન કરી શકે છે. વર્કપ્લેસ પર થોડી-ઘણી તકલીફો રહે.

શું કરવું – સીટ કવર, બેડશીટ અને ટેબલ ક્લૉથ બદલવા.

કારકિર્દી – આર્થિક સ્થિતિ મજબૂત બનશે. બિઝનેસ કરતા લોકો માટે દિવસ સારો છે. સ્ટૂડન્ટ્સ માટે દિવસ વધુ સારો નથી. સફળતા માટે મહેનત વધારે કરવી પડશે.

આરોગ્ય – સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર