14, ડિસેમ્બર 2018, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ

284

મેષ રાશી ભવિષ્ય 
તમારૂં શારીરિક સાર્મથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. ઘરમાં સુધારણા લાવવાની યોજના વિશે વિચારજો. પ્રેમ તથા રૉમાન્સ તમને ખુશખુશાલ મૂડમાં રાખશે. તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હૅલ્લો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદભુત બની શકે છે. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલ્કે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે. નજીકના ભૂતકાળમાં જે કંઈપણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગીઓ આજે પ્રદર્શિત કરશે.

વૃષભ રાશી ભવિષ્ય 
માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્યા બનશે. યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ વસે છે. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. ખુશખુશાલ-ઊર્જાસભર-પ્રેમાળ મૂડમાં-તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે. તમારા પ્રિયપાત્રના સોશિયલ-મિડિયા પરના છેલ્લાં કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચયર્ય મળશે. કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પમશે, પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો.

મિથુન રાશી ભવિષ્ય 
બિનજરૂરી તાણ અને ચિંતા તમારા જીવનનો રસ ચૂસી લઈ તમને શુષ્ક બનાવી શકે છે. તેનાથી મુક્ત થવું જ સારૂં છે અન્યથા આ તાણ તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. પરિવાર,બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો છે. આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો. આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે.-લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. આજે કામના સ્થળે તમારા ઉપરી (બૉસ) તમારા વખાણ કરે એવી શક્યતા છે.

કર્ક રાશી ભવિષ્ય 
તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેતા નહીં ખાસ કરીને શરાબ ટાળજો. આજે ફક્ત બેઠા રહેવા કરતાં-કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ-જે તમારી આવકની ક્ષમતાને વધારશે. ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે- પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો. તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ-રહસ્યો શૅર કરવા માટે આ યોગ્ય સમય નથી. તમારા કેટલાક સારા કામ માટે આજે કામના સ્થળે તમારૂં સન્માન થશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમારૂં લગ્નજીવન આજે મોકળાશની માગ કરે એવી શક્યતા છે.

સિંહ રાશી ભવિષ્ય 
તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. તમે જેની દરકાર કરો છો એવી કોઈક નિકટની વ્યક્તિ સાથે સંવાદનો અભાવ આજે તમને હતાશ કરી મુકશે. સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો. તમારા ટીમની સૌથી કંટાળાજનક વ્યક્તિ આજે એકાએક બુદ્ધિશાળી બની જશે. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. લગ્નજીવનને સારૂં બનાવવાના તમારા પ્રયાસોઆજે તમારી અપેક્ષા કરતાં સારાં પરિણામ દેખાડશે.

કન્યા રાશી ભવિષ્ય 
તમારી સૌથી મોટી મૂડી છે તમારી રમૂજવૃત્તિ, તમારી બીમારીને સાજી કરવા તેનો ઉપયોગ કરો. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. મિત્રો સાથે કશુંક ઉત્સાહજનક અને મનોરંજક કરવાનો દિવસ. ચમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજાવવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે. તમારા પ્રયાસ માટે લોકો કામના સ્થળે તમારી નોંધ લેશે. લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો. આજે જો તમે તમારા જીવનસાથીને રોમેન્ટિક ડેટ પર લઈ જશો તો એ બાબત તમારા સંબંધની પરિસ્થિતિમાં સુધારો આવશે.

તુલા રાશી ભવિષ્ય
શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે. એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે. તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે-આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમને પામીને તમારા જીવનસાથી ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે. આજે આ ક્ષણનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી લો.

વૃશ્ચિક રાશી ભવિષ્ય
તમારા મગજમાં હકારાત્મક વિચારો લાવો. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. સાંજે બાળકો સાથે થોડો આનંદદાયક સમય વિતાવજો. તમારા સમર્પિત તથા અડગ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે. કામમાં ધીમી પ્રગતિ નાનકડું ટૅન્શન લાવશે. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે.

ધન રાશી ભવિષ્ય 
તમે કોઈ બાબતે ચુકાદો આપતા હો ત્યારે સામેની વ્યક્તિની લાગણીઓની ખાસ દરકાર લો. તમારા દ્વારા લેવામાં આવેલો કોઈ ખોટો નિર્ણય નમાત્ર તેમના પર અવળી અસર કરશે બલ્કે તમને પણ માનસિક તાણ આપશે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. પારિવારિક વાતાવરણ જાળવવા તથા તેને કલુષિત ન કરવા તમારે તમારા ગુસ્સા પર કાબૂ મેળવવાની જરૂર છે. આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજજો. તમે પાળી ન શકવાના હો એવું કોઈ વચન આપશો નહીં. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે. કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું.

મકર રાશી ભવિષ્ય
તમારૂં માનસિક સ્વાસ્થ્ય જાળવો-આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજએ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારૂં-ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવશે. પ્રિયપાત્ર સાથે કૅન્ડલ લાઈટમાં ભોજન શૅર કરશો. તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. તમને અને તમારા જીવનસાથીને આજે અદભુત સમાચાર મળવાની શક્યતા છે.

કુંભ રાશી ભવિષ્ય
દાંતનો દુખાવો અથવા પેટમાં ગરબડ તમારી માટે સમસ્યા સર્જી શકે છે. તરત રાહત મેળવવા માટે ફિઝિશિયનની સલાહ લો. નાણાંપ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. મહેમાનો તમારા ઘરની મુલાકાત લેશે જેને કારણે તમારો દિવસ સુંદર અને અદભુત બની જશે. પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં. પ્રવાસ તમારી માટે વ્યાપારની નવી તકો લાવશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. અણધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે, પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે.

મીન રાશી ભવિષ્ય 
ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. મિત્રો સાથે સાંજ અથવા શૉપિંગ આનંદદાયક તથા ઉત્સાહજનક રહેશે. તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. આજે આરામ કરવા માટે બહુ થોડો સમય મળશે-કેમ કે બાકી રહેલા કામ તમારી વ્યસ્તતા વધારશે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. આજે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો, તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે.