18, નવેમ્બર 2018 : Aaj Ka Rashifal (આજનું રાશિફળ) : Rashifal in Gujarati

334
Loading...

1. મેષ – અ,લ,ઈ (Aries): ઘણાં દિવસથી ચાલતા લાંબા કાર્યથી આજે આરામ મળશે, મ્યુઝિક તમને ખુશ કરી શકશે. મિત્રોના મેળાવડા પાછળ નાહકનો ખર્ચ કરતા બચો, થોડો સમય પરિવારને આપો એ તમારી માટે ફાયદાકારક રહેશે. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ. આજે કોઈપણ સ્કીમમાં રોકાણ કરવાનું વિચારો તો તમારા વડીલોની સલાહ અવશ્ય લેજો. આજે તમારે તમારી વિચારશક્તિ અને પોઝીટીવીટીને લઈને આગળ વધવાનું છે.
શુભ અંક : ૩
શુભ રંગ : જાંબલી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): કોઈપણ આર્થિક નિર્ણય કરતા પહેલા તમે સો વાર વિચાર કરજો. સ્વાસ્થ્યમાં પણ થોડી સાવચેતી રાખવાની આજે જરૂરત છે આજે ઘરમાં નાની નાની વાતે કોઈ મોટો ઝઘડો થવાની શક્યતાઓ છે. આજે તમારે કોઈ જુના અને એકલા પડી ગયેલા મિત્રોએ સાથ આપવાનો છે તેમને ખુશ રાખવા સતત પ્રયત્નો કરો. સાંજે પરિવાર સાથે બહાર જાવ અને બધાને ખુશ કરી દો. શરીર ગમે એટલું દુખી હોય મનથી દુખી થવાની જરૂરત નથી. આજે નહિ તો કાલે યોગ્ય સમય આવીને જ રહેશે. પૈસાની સમસ્યાનું સમાધાન થતું જોવા મળશે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગ્રે

3. મિથુન – ક,છ,ઘ (Gemini):અત્યારનો સમય તમારા જીવનનો ખૂબ સુંદર સમય છે આજે તમે મિત્રો સાથે મન ભરીને ફરી શકશો અને તમારું મન પણ હળવું કરી શકશો. આજે વાહન સાથે દુર્ઘટના બનવાના યોગ છે તો રસ્તા પર સતર્ક રહેજો અને રસ્તો ઓળંગતી વખતે ખાસ ધ્યાન આપજો. આજે તમે જીવનસાથીથી દૂર હશો પણ તમે મિત્રો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. બહારના ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું, સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. આજનો દિવસ તમારો અત્યાર સુધી મિત્રો સાથે વિતાવેલા દિવસોમાં સુંદર યાદ બની રહેશે.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

4. કર્ક – ડ,હ (Cancer):આજે તમારે જે પણ લોકો સાથે મળવાનું થશે એ તમારાથી ખૂબ પ્રભાવિત થશે આજે તમારે તમારું કામ પૂરું કરાવવા માટે બહુ મહેનત કરવી પડશે નહિ. બીજી એક ખાસ વાત તમે જેવા છો એવા જ રહો બીજા માટે કે પછી અમુક લોકો માટે પોતાની જાતને બદલાવાની જરૂરત નથી. સાંજનો સમય પરિવાર સાથે વિતાવો. લાંબા સમયગાળા પછી કોઈ પ્રિય મિત્રને મળવાનું થશે. જુના મિત્રને મળીને તમે તમારી સુખ અને દુખની વાતો કરી થોડી માનસિક શાંતિ મેળવી શકશો.
શુભ અંક : ૪
શુભ રંગ : જાંબલી

5. સિંહ – મ,ટ (Lio):ઘણાં દિવસથી ચાલતા લાંબા કાર્યથી આજે આરામ મળશે, મ્યુઝિક તમને ખુશ કરી શકશે. મિત્રોના મેળાવડા પાછળ નાહકનો ખર્ચ કરતા બચો, થોડો સમય પરિવારને આપો એ તમારી માટે ફાયદાકારક રહેશે. કોઈપણ પ્રિય વ્યક્તિ સાથે વાત કરો તો થોડી તકેદારી રાખો ક્યાંક એ નાની વાત બહુ મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એ ધ્યાન રાખજો. આજે ક્યાંક બહાર ફરવા જવાના યોગ પણ બની રહ્યા છે તો મુસાફરીમાં થોડી સાવધાની રાખજો. પરિવારના સભ્યો તરફથી તમને સહકાર મળશે. આજે સાંજનું વાતાવરણ તમને તમારા જુના સમયની યાદ અપાવી જશે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):આજે થોડો સમય પરિવાર માટે કાઢો પૈસા હંમેશા સાથે નથી રહેવાના તો આજે તમારા ઘરમાં ખુશીઓ રહે એવો પ્રયત્ન કરો. તમારા આવા વ્યવહારથી તમારા માતા પિતા ઓઅન ખુશ થઇ જશે. આજે તમને ધનલાભ થવાના યોગ છે પણ થોડી સાવધાની અને સમજદારીથી. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાડરી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. ચિંતા એ ચિતા સમાન છે એટલું યાદ રાખો અને આગળ વધતા રહો.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો

7. તુલા – ર,ત (Libra):આજે કોઈપણ કારણોસર તમને આઘાત લાગી શકે છે તો એનો ગુસ્સો તમારે બાળકો અને પરિવારજનો પર નથી કરવાનો. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેત રહેજો આજે અકસ્માતના યોગ બની રહ્યા છે તો તકેદારીમાં જ સમજદારી છે. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

8. વૃષિક – ન,ય(Scorpio):આજે તમારે ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી એકવાત ને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે. હંમેશા કર્મ કરો અને ફળની આશા ના રાખશો. સંબંધોને નિભાવતા સમયે તમે પૈસા વિષે બહુ વિચારશો નહિ. આજે વાદ વિવાદથી દૂર રહેવાનો દિવસ છે કોઈપણ બહારના ઝઘડામાં પડશો નહિ તેના કારણે તમારા ઘરમાં કોઈ અણબનાવ બનવાની શક્યતાઓ વધી જાય છે. તમારા જીવનસાથીની તબિયત આજે નરમ ગરમ રહી શકે છે તો એમને તમારી સહાનુભૂતિ આપો. આજે તમારે મગજને બહુ તકલીફ આપવાની નથી કોઈપણ વાત કે નિર્ણય કરવા માટે તમારે તમારા હૃદયની વાત સંભાળવાની છે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):લાંબા સમયની બીમારી અને દુખાવાને દૂર કરવા માટે તમારે આજથી જ કસરત કે પછી યોગ કરવાની શરૂઆત કરવાની છે. જો આજથી આની શરૂઆત નહિ કરો તો થોડા સમયમાં બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે. તમારા જીવનસાથીને અવગણશો નહિ એ પણ તમારા જીવનનો ભાગ છે. આજે તમારે કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થવાની બિલકુલ જરૂરત નથી. તમારો એ ગુસ્સો ક્યાંક મોટા ઝઘડાનું સ્વરૂપ ના લઇ લે એ ધ્યાન રાખો. આજે તમારા કોર્ટ અને કચેરીને લગતા કામનો અંત આવી શકે છે. તમારા કોઈ સારા મિત્રની સાથે મળીને તમારું ભારે મન હળવું કરવાનો સમય છે તો આ પળને ગુમાવશો નહિ અને મળો તમારા જુના મિત્રોને.
શુભ અંક : ૨
શુભ રંગ : કેસરી

10. મકર – જ, ખ (Capricorn): .આજે કોઈપણ જાતની શારીરિક તકલીફ થતી હોય તેને ઇગ્નોર કરવી નહિ. ડોક્ટરની મુલાકાત લવાનું રાખો. નિયમિત કસરત અને ચાલવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. બહારનું બહુ ખાવું નહિ આજે બીમારીનો યોગ બની રહ્યો છે. આજે એક સુંદર ભવિષ્ય બનાવવાની તક પણ તમને મળી શકે છે તો થોડી સાવધાની અને સમજદારીથી નિર્ણય કરો જેનાથી તમારું ભવિષ્ય સુધરી જશે. આજે તમારા બાળકો પણ તમારાથી ખુશ રહેશે તેમને તમે આપેલી સરપ્રાઈઝથી તેઓ તમને વધુ ચાહવા લાગશે. તમારા વધારે પડતા ખર્ચને કારણે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાની શક્યતાઓ રહેલી છે તો સાવધાની રાખજો. વાતાવરણ પલટાને કારણે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનશો નહિ.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

11. કુંભ – ગ,શ,સ(Aquarius):ઘણા દિવસો પછી આજે ફરીથી પતિ અને પત્ની સારો સમય સાથે વિતાવી શકશો. આજે કોઈ ખુશીના સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. આજે પરિવાર સાથે વાતો અને વિચારોની આપલે થશે અને બધા જ લોકો તમારા વ્યવહારથી ખુશ હશે. તમારે આજે પૈસા એવી જગ્યાએ કે પછી એવા સ્થાને રોકવાના છે જેનાથી તમારું ભવિષ્ય સુરક્ષિત રહે. કોઈપણ ફાલતું અને વધારાના ખર્ચથી દૂર રહો તો અને તો જ તમે બચત કરી શકશો. આજે મિત્રશત્રુથી બચતા રહેજો. આજે તમારી નજીકનું કોઈ તમને ગેરમાર્ગે દોરી જશે તો કોઈપણ કામ કરતા પહેલા તેના પરિણામ વિષે વિચારો.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી

12. મીન – દ,ચ,જ,થ(Pisces):મુસાફરી તમને ખૂબ ફળદાયી નીવડશે જે તમને આર્થિક લાભ તો આપશે જ સાથે સાથે દિવસના અંતે માનસિક શાંતિ પણ જણાશે. આજે કોઈ સારું કામ કરવાનું મન બનશે પણ પ્રિયપાત્ર સાથે થયેલી તકરાર તમારું મન વ્યથિત કરી દેશે. આવનારો સમય તમારા દરેક દુખોને દૂર કરી દેશે. પોઝીટીવ રહો આજે કોઈપણ જાતનો નેગેટીવ વિચાર મનમાં લાવવાનો નથી. જે વ્યક્તિથી તમને ફાયદો થવાનો હોય તેમની સાથે વાણી વ્યવહારમાં સાવચેતી રાખજો ક્યાંક તમારી એક નાનકડી ભૂલ તમને મોટા નુકશાનમાં ના ઉતારી દે.
શુભ અંક : ૬
શુભ રંગ : લીલો

આજનો વિચાર : સ્વાદ છોડો એટલે શરીર સ્વસ્થ અને વિવાદ છોડો એટલે સંબંધ સ્વસ્થ.

તમને કદાચ ગમશે

Loading...