22, ડિસેમ્બર 2018, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ

647

મેષ રાશી ભવિષ્ય
તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો-તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે-તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. તમારા જીવનસાથી તરફ બેદરકારી તમારા સંબંધ પર અસર કરી શકે છે. તમારો મૂલ્યવાન સમય ફરીથી જીવો તથા તમારી મીઠી યાદોને યાદ કરી ખુશખુશાલ સોનેરી દિવસો પાછા મેળવો. રૉમાન્સની શક્યતા છે પણ શારીરિક લાગણીઓ જાગી શકે છે અને તેને કારણે તમારો સંબંધ બગડવાની શક્યતા છે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વ-કેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે.

વૃષભ રાશી ભવિષ્ય
મોતિયાના દરદીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ, કેમ કે ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે. શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. આજે દરેક જણ તમારી મિત્રતા ઝંખે છે-અને તમે પણ તેમની ઈચ્છા પૂરી કરવાના મૂડમાં છો. રોજેરોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો. ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે-તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો. આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે, પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો તમને હેરાન કરી શકે છે.

મિથુન રાશી ભવિષ્ય
ભીડભરી બસમાં પ્રવાસ કરતી વખતે બ્લ્ડ પ્રૅશરના દરદીઓએ વધારે તકેદારી રાખવી. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. મોટી વયની વ્યક્તિની તબિયત ચિંતાનું કારણ બનશે. પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુધ્ધિનો ઉપયોગ કરો. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. નજીકના ભૂતકાળમાં જે કંઈપણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગીઓ આજે પ્રદર્શિત કરશે.

કર્ક રાશી ભવિષ્ય
તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે, જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઈન્ડનું બટન ન દબાવ્યું હોય.

સિંહ રાશી ભવિષ્ય
તમારા મગજમાં હકારાત્મક વિચારો લાવો. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. સંબંધીઓ-મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. પ્રેમ જીવન ગતિશીલ હશે. પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ. તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે. તમને આજે સરપ્રાઈઝ મળી શકે છે.

કન્યા રાશી ભવિષ્ય
તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણકે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે. તમારા સપનાં સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે. સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે.

તુલા રાશી ભવિષ્ય
સ્વયં-સુધારણાના પ્રકલ્પો એક કરતાં વધારે રીતે ફાયદાકારક ઠરશે-તમને તમારી જાત માટે સારૂં લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે- તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. તમારા પ્રિયપાત્ર સાથેના સંબંધો કોઈક સાવ ક્ષુલ્લક બાબતને લઈને વણસી શકે છે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારૂં કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે.

વૃશ્ચિક રાશી ભવિષ્ય
તેલ અને મસાલાથી ભરપૂર આહાર ટાળો. તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે- પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે. કલ્પનાઓ કે તરંગ-તુક્કા પાછળ દોડશો નહીં તથા વધુ વાસ્તવવાદી બનવાનો પ્રયાસ કરો-તમારા મિત્રો સાથે વધુ સમય વિતાવો- એનાથી તમને સારું લાગશે. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારી આસપાસના લોકો તમારા સંબધોમાં મતભેદ પાડવાની કોશિષ કરશે. બહારની વ્યક્તિની સલાહ મુજબ ચાલતા નહીં.

ધન રાશી ભવિષ્ય
તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. બાળકોનું ઘરકામ પૂરૂં કરવા મદદનો હાથ લંબાવવાનો સમય. એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. આજે તમે તમારા લગ્નજીવનની શૃંગારિક બાબતમાં સુંદર પરિવર્તનનો અનુભવ કરશો.

મકર રાશી ભવિષ્ય
તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. મિત્રો દ્વ્રારા તમે મહત્વના સંપર્કો બનાવશો. કોઈક ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો-જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. સાંજનું સારૂં ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે.

કુંભ રાશી ભવિષ્ય
શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. નિકટના સંબંધી અથવા મિત્ર તરફથી સારા સમાચારથી દિવસ શરૂ થશે. તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. કોઆ સંબંધી તમને આજે સરપ્રાઈઝ આપી શકે છે, પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે.

મીન રાશી ભવિષ્ય
આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ,લાલચ, જોડાણ,અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો. પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી સક્યતા છે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે, પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો.

રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો