4, નવેમ્બર 2018 : Aaj Ka Rashifal (આજનું રાશિફળ) : Rashifal in Gujarati

207
4-november
Loading...

1. મેષ – અ,લ,ઈ (Aries): લાંબા સમયની બીમારીને દૂર કરવા માંગો છો તો જીવનસાથી સાથે ટૂંકી મુસાફરી કરવા માટે જાવ. ધાર્મિક તહેવારો તમારું મન પ્રફુલિત કરી શકે. આજના દિવસે કોઈની સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તનમાં કાબુ રાખજો. કોઈનું મનદુઃખ ના થાય તેની તકેદારી રાખજો. નોકરી કરતા મિત્રો આજે ઓફિસમાં તમારા કામ પ્રત્યે ઈમાનદાર રહેજો. આજે આકસ્મિક લાભ થવાના યોગ છે. એ પૈસાને યોગ્ય જગ્યાએ રોકાણ કરવું. આજે તમારા જીવનસાથી તરફથી તમને સારા સમાચાર મળશે. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): આજે સવારથી જ સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે. વધારે પડતો કામનો બોજ લેશો નહિ. તમારી આંતરિક શક્તિને બધાની સામે લાવવાનો સમય આવી ગયો છે. આજનો દિવસ તમે જે પણ કોઈ નવું કામ કે પ્રોજેક્ટ શરુ કરવા માંગતા હોવ તો સારો દિવસ છે. બીપી વાળા મિત્રોએ વધુ ભીડ હોય એવી જગ્યાએ જવું ટાળવું. રોકાણ કરવા માટેની આજે સારી તકો આવશે. તમારા ઉપરી અધિકારી કે વડીલોની સલાહ લીધા વગર કોઈપણ જગ્યાએ રોકાણ કરવું નુકશાનને આમંત્રણ આપી શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

3. મિથુન – ક,છ,ઘ (Gemini):જો ભવિષ્યને લઈને તમે કોઈ પ્લાન બનાવ્યો છે તો તેની શરૂઆત આજથી કરશો નહિ, તમારા નવા કામને લગતા વિચારો બહારના લોકોને જણાવશો નહિ, વેપારી મિત્રોને આજે મુસાફરી કરવાના યોગ છે તો જરૂરિયાતના કાગળ અને દવાઓ સાથે રાખો નહિ તો સ્વસ્થ્ય ખરાબ થવાના યોગ છે. જીવનસાથી જો ઘણા સમયથી નારાઝ છે તો તેમને કોઈ ભેટ આપીને મનાવી લો. આજની રાત તમારા જીવનની સૌથી યાદગાર રાત બની રહેશે. સંતાનો આજે તમારી મદદ માંગે કોઈ કામમાં તો પ્રેમથી તેમને સમજાવો અને મદદ કરો.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

4. કર્ક – ડ,હ (Cancer): આજે અફવાઓથી દૂર રહેવું સમાચારની કે વાતની પુરતી ખાતરી ના કરો ત્યાં સુધી કોઈપણ ઉતાવળે નિર્ણય લેશો નહિ. આજે કોઈપણ રોકાણ કરવા માટેની સ્કીમ આવે તો આજે કોઈપણ પ્રકારનું રોકાણ કરશો નહિ પૈસા ડૂબવાના ચાન્સ વધુ છે. આજે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાના યોગ છે તો કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થશો નહિ. જુના મિત્રો સાથે વાત કરીને તમારો દિવસ બની જશે. આજે કામના સ્થળે તમારી ઓળખ બનશે અને તમારા કામની નોંધ લેવાશે જેનાથી તમને નજીકના ભવિષ્યમાં ખુબ ફાયદો થશે. આજની સાંજ પરિવાર સાથે વિતાવો. આજે દિવસના અંતે કોઈને કોઈ સારા સમાચાર મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : સફેદ

5. સિંહ – મ,ટ (Lio):આજે તમારા કામના સ્થળે અને ઘરે તમારે અનેક સમસ્યાનો સામનો કરવો પડશે. તમારે દરેક મુશ્કેલીઓનો સામનો હસતા હસતા અને શાંત મને કરવાનો છે. કોઈપણ પ્રકારનો ગુસ્સો આજે તમારે કરવાનો નથી. આજે કામના બોજના લીધે તાણ જેવું લાગશે પણ જો તમે દરેક કામ બરોબર કરજો અને તકેદારી રાખીને કરજો. ભવિષ્યમાં તમને આ કાર્યનો ફાયદો જરૂર મળશે. લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થશે અને તે કામથી ભવિષ્યમાં તમને અનેક ફાયદા થશે. તમારી કે તમારા ઓફિસની કોઈપણ સિક્રેટ વાત બીજા કોઈને કરવાની નથી નહિ તો તમને નુકશાન થઇ શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : આસમાની

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે જુના મિત્રો સાથે વાત કરીને મન પ્રફુલ્લિત રહેશે. આજે ખર્ચ વધશે, જીવન જરૂરિયાતની વસ્તુઓ અને તેની પાછળ ખર્ચ કરો. નાહકનો અને વધારાની વસ્તુઓ અને દેખાડો કરવા માટે કોઈ ખર્ચ કરશો નહિ. પરિવાર સાથે આજની સાંજ વિતાવો. તમારા લગ્નજીવનનો આજે સૌથી સુંદર દિવસ જશે. તમારા જીવનસાથી તરફથી તમને આજે રોમેન્ટિક સરપ્રાઈઝ મળશે. બહુ પહેલા કરેલા રોકાણનું આજે તમને સારું એવું વળતર મળશે. તમારા જીવનસાથી તરફથી પણ તમને પુરતો સહયોગ મળશે. આજનો દિવસ રોજ કરતા વિશેષ છે.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

7. તુલા – ર,ત (Libra):જો નોકરી કે વેપાર માટે કોઈ નવીન કામ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ શુભ છે બહેન અને દિકરીઓના હાથે એ કાર્યની શરૂઆત કરાવો. નોકરી કરતા મિત્રો માટે પણ પ્રમોશનના યોગ બને છે. ઘરમાં જો તમે નાની નાની વાતે ગુસ્સે થતા હોય તો આ આદત હવે તમારે છોડી દેવાની છે. તમારા માતા પિતા ના સ્વાસ્થ્ય પ્રત્યે તકેદારી રાખો. વાત વાતમાં આજે તમારા સિક્રેટ પ્લાન કોઈને જણાવી નહિ દેતા. ભવિષ્યમાં તમને નુકશાન થઇ શકે છે. વધુ પડતો શ્રમ તમને શારીરિક બીમાર બનાવી શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

8. વૃષિક – ન,ય(Scorpio):જે પણ મિત્રો પોતાનું વજન ઘટાડવા માટે તૈયારી કરી રહ્યા છે તેમણે પોતાના સ્વાસ્થ્યની પણ કાળજી રાખવી જરૂરી છે. તમે ઈચ્છો તો યોગાસન અને પ્રાણાયામ કરવાની જરૂરત છે. મનની શાંતિ માટે આવનારા દિવસો દરમિયાન નજીકમાં આવેલ મંદિરની મુલાકાત લેવાનું રાખો. આજે ખાવા પીવામાં તકેદારી રાખવી, સાંજના સમયે ગેસ અને પેટના દુખાવાની તકલીફ થઇ શકે છે. ઓફિસમાં આજે તમારા અટકી પડેલા કાર્ય પુરા થશે અને તમારા કામથી તમારા ઉપરી અધિકારી તમારાથી ખુબ ખુશ રહેશે. આજે જીવનસાથી તરફથી તમને સારા સમાચાર મળી શકે છે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):આજે તમારા કામમાં તમને તમારા ઉપરી અધિકારી અથવા તો બોસની પુરતી મદદ મળી રહેશે જેના કારણે તમારા અટકી પડેલા કામ પૂર્ણ થશે પણ તકેદારી રાખજો તમારાથી કોઈ ખામી રહી ના જાય. આજે પરિવારના સભ્યો પણ તમારાથી ખૂબ ખુશ રહેશે, તમારા જીવનસાથી સાથે આજે નરમાશથી વાત કરો તમારા ઉગ્ર સ્વભાવના કારણે મતભેદ થવાની શક્યતાઓ છે. જુના મિત્રો સાથેની મુલાકાત તમારી સાંજ બનાવી દેશે, તમારા બાળકો સાથે આજે સમય વિતાવો આજે તમારા બાળકોને તમારી જરૂરિયાત છે.
શુભ અંક : ૨
શુભ રંગ : નારંગી

10. મકર – જ, ખ (Capricorn): .આજે કોઈપણ સારી કે લલચાવનારી રોકાણ કરવાની સ્કીમ આવે તો તેની તરફ બહુ ધ્યાન આપશો નહિ આજે પૈસા ડૂબવાના યોગ છે. આજે પરિવાર સાથે થોડો સમય પસાર કરો. લગ્ન સમયને યાદ કરીને તમે અને તમારા જીવનસાથી બંને ખુશ થઇ જશો અને આજનો દિવસ જીવનનો યાદગાર દિવસ બની રહેશે. નોકરી કરતા મિત્રો માટે આજે પ્રમોશનના યોગ મળી રહ્યા છે. પ્રમોશન નહિ થાય તો સેલેરી પણ વધી શકે છે. આજે કોઈપણ ગરીબ બાળકની ભૂખ સંતોષાય એવું કાર્ય કરો તેના ચહેરાની મુસ્કાન જોઇને તમને પણ આનંદ થશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

11. કુંભ – ગ,શ,સ(Aquarius): હવે સમય આવી ગયો છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું જોઈએ આજથી જ તમારે તમારા ખોરાક અને રોજના સેડ્યુલમાં થોડા બદલાવ લાવવાના છે, રોજ રાત્રે મોડે સુધી જાગવું અને ફોનનો વધારે પડતો ઉપયોગ ટાળવાનું શરુ કરો. સતત ફોન સાથે જોડાયેલા રહેવાથી પરિવારના સભ્યો તમારાથી નારાજ રહેશે. કામના સમયમાંથી થોડો સમય પરિવારને આપો. આજે તમારા જીવનસાથીને તમારા પ્રેમની અને હુંફની જરૂરત છે, જીવનસાથીના સ્વાથ્ય પ્રત્યે પણ થોડું ધ્યાન આપો. આજે તમારાથી જે લોકો નારાજ હોય તેમને મનાવી લો. તમારી સેવાભાવના જોઇને આજે તમને ખુશખબર મળવાની શક્યતા છે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

12. મીન – દ,ચ,જ,થ(Pisces): આજે તમે જે ધાર્યું છે એ કામ કરવામાં કોઈ બાધા આવી શકે છે. ઓફિસમાં કે કામ કરવાના સ્થળે મગજ શાંત રાખીને કામ કરવું, બીજા લોકો પર ગુસ્સે થવું નહિ. તમારે આજે જે થાય છે અર સારા માટે જ થાય છે એવું વિચારીને ચાલવાનું છે. જો આજે કોઈ નિષ્ફળતાનો સામનો કરવો પડે તો તેનાથી ડરવાની કે ડગવાની જરૂરત નથી. આજે તમારા પરિવાર તરફથી પુરતો સપોર્ટ મળશે. જીવનસાથીના સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો ઉભા થશે. સંતાનો તરફથી સારા સમાચાર મળશે. વિદ્યાર્થી વર્ગના મિત્રોએ આજે અચાનક આવી પડતા ટેસ્ટ કે પરીક્ષાનો સામનો કરવો પડશે.
શુભ અંક : ૬
શુભ રંગ : આસમાની

આજનો વિચાર : જીવનનો સાચો આનંદ માણવો છે તો હંમેશા નાની નાની ઈચ્છાઓ પૂર્ણ કરો અને પછી જુઓ જે આનંદ મળે છે એ અદ્ભુત હશે.

તમને કદાચ ગમશે

Loading...