9, જાન્યુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ અને સાથે વાંચો કેવું રહેશે આજે તમારું લક…

1070

પોઝિટિવ :  પૈસાની સ્થિતિમાં બહુ જલદી સુધારો આવશે. કોઇ મોટો સોદો થઈ શકે છે. નાનાં અને સરળ કામથી શરૂઆત કરશો તો, વધારે સફળતા મળી શકે છે. તમારા પ્રયત્નો માટે તમને પુરસ્કાર અને વખાણ મળી શકે છે. આગામી સમય પર વિશ્વાસ રાખો. ધનલાભના સારા સંકેત મળી શકે છે. આવકની બાબતમાં સમય સારો છે. દાંપત્યજીવનનું સુખ મળશે. બિઝનેસમાં બધી જ બાજુથી સહાયતા મળી રહેશે.

નેગેટિવ :  રોજિંદાં કામમાં તમારું મન નહીં લાગે. કેટલીક બાબતો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારા મનમાં જૂની વાતો ચાલ્યા કરશે.

લવ :  લવ પ્રપોઝલ કરવ ઇચ્છતા હોય તો આજે કરી દો. સમય સારો છે, સફળતા મળી શકે છે.

ફેમિલી : પરિવારના લોકોનું સમર્થન મળી રહેશે.

કેરિયર/પ્રોફેશન :  અધિકારીઓનો સહયોગ મળી રહેશે. નવા વ્યાપારિક સંબંધો બની શકે છે.

હેલ્થ : સાંધાનો દુખાવો સતાવી શકે છે.

ઉપાય : લોટની ગોળીઓ બનાવી નદી કે તળાવમાં વહાવી દો.

પોઝિટિવ :  અધિકારીઓને સાંભળવા અને સમસ્યાઓનું સમાધાન કરવું તમારા માટે સરળ રહેશે. જે પણ કામ કરો, તેમાં લોકોની મદદ અને ટીમ વર્કથી કરવું. સમજદારીથી કામ લેશો તો, તેના આધારે તમને સારું પરિણામ અને પુરસ્કાર મળી શકે છે. રિસાયેલા મિત્રોને મનાવી સકશો. જીવનસાથીની અપેક્ષાઓ પૂરી કરી સકશો. કોર્ટ-કચેરીનાં કામમાં સફળતા મળશે.

નેગેટિવ :  મનમાં ઘણી વાતો ચાલતી રહેવાથી કામમાં મન નહીં લગાવી શકો. કોઇ પર પૂરેપૂરો વિશ્વાસ મૂકશો તો, દગો પણ મળી શકે છે. કેટલાંક લામનાં પરિણામથી તમને અસંતોષ પણ મળી શકે છે. મહત્વનાં કામમાં ઉતાવળ ન કરવી.

ફેમિલી : માતા-પિતાના સ્વાસ્થ્યની ચિંતા થઈ શકે છે. જીવનસાથી સાથે સમય પસાર કરવા મળશે.

લવ : લગ્ન પ્રસ્તાવ કરવા ઇચ્છતા હોય તો, ઉતાવળ ન કરવી.

કેરિયર/પ્રોફેશન : કાર્યક્ષેત્રમાં થોડા મુશ્કેલીઓમાં રહી શકો છો. કોઇને ઉધાર પૈસા ન આપવા.

હેલ્થ : માનસિક તણાવ સતાવી શકે છે, કોઇ કામમાં ઉતાવળ ન કરવી.

ઉપાય : લાલ કપડામાં 5 લવિંગ બાંધી સાથે રાખો.

પોઝિટિવ : સમયસર મદદ મળતી રહેશે. ભાઇઓ અને મિત્રોનો સહયોગ મળી રહેશે. અચાનક ધનલાભ મળી શકે છે. કેટલીક નવી તક મળી શકે છે. બીજાં માટે તમારે કઈંક ત્યાગ કરવું પડે. રોજિંદાં કામથી લાભ મળી શકે છે. સંતાન દ્વારા ખુશી મળી શકે છે.

નેગેટિવ :  કોઇ અધિકારી કે વડીલ તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. વિચારેલાં કામ પૂરાં નહીં કરી શકો. કોઇ જૂની વાત યાદ આવવાથી મૂડ ખરાબ થઈ શકે છે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. ખાનપાન પર કંટ્રોલ રાખવો.

ફેમિલી : પરિવારમાં થોડો બદલાવ આવી શકે છે. સંતાન બાબતે કોઇ સારા સમાચાર મળી શકે છે.

લવ :  પાર્ટનર તમારી દરેક વાત સમજશે અને તમારી સલાહ પણ લેશે. પ્રેમ માટે આજનો દિવસ સારો છે. લવ લાઇફ સારી રહેશે.

કેરિયર/પ્રોફેશન : કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં થોડા સાવધાન રહેવું.

હેલ્થ : માથાનો દુખાવો અને શરીરનો દુખાવો સતાવી શકે છે.

ઉપાય : સોજીનો હલવો ખાઓ.

પોઝિટિવ :  ઓફિસમાં બીજાંના વિવાદનું સમાધાન કરી શકો છો. તમારી વિચારસરણી સકારાત્મક રહેશે. બીજાંના પ્રેમ અને સમર્થનના આધારે તમારો આત્મવિશ્વાસ વધશે. વિષમ પરિસ્થિતિઓ પણ તમને પ્રભાવિત નહીં કરી શકે.

નેગેટિવ : નસીબનો સાથ જરા ઓછો જ મળશે. કોઇ વાત કે કામ ગોપનીય રાખવા ઇચ્છતા હોય તો, કોઇને ન કહેવી. ઉતાવળમાં નુકસાન થઈ શકે છે. નોકરીમાં પરિસ્થિતિ તમારા પક્ષે નહીં રહે. પૈસાના કામમાં સાવધાની રાખવી.

ફેમિલી : પરિવાર અને સંતાનને સમય આપવો. વ્યવહાર સારો રાખવો. ઘર-પરિવારની સમસ્યાઓ પણ આવશે.

લવ :  પર્સનલ લાઇફની કોઇ મોટી વાત ગુંચવાઇ શકે છે, તેનું શાંતિથી સમાધાન કરવું, નહીંતર મુશ્કેલીઓ વધી શકે છે.

કેરિયર/પ્રોફેશન : સમજદારીથી બિઝનેસમાં મોટો ફાયદો મળી શકે છે. ભણવામાં હળવા વિષયોમાં મન લાગશે.

હેલ્થ : આજે તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે.

ઉપાય :લીલા કપડામાં મગ રાખી ગણપતિ મંદિરમાં દાનમાં આપો.

પોઝિટિવ : પૈસાની કોઇ ચિંતા દૂર થઈ શકે છે. આશાનું કિરણ દેખાઇ શકે છે. ધનલાભ મળે તો સૌથી પહેલાં ઉધારી ચૂકવી દો. આજે મળતા પૈસાને કોઇ એવી જગ્યાએ રોકી શકો છો, જેનાથી ભવિષ્યમાં લાભ મળી શકે છે. બિઝનેસ કરતા લોકોને ખાસ ફાયદો મળી શકે છે. આજે કોઇ મોટો સોદો કરી શકો છો. શારીરિક અને માનસિક તણાવ દૂર થશે. લોકો મહત્વના નિર્ણયો માટે તમારી સલાહ લઈ શકે છે.

નેગેટિવ : આજે તમારો સ્વભાવ થોડો કડક રહી શકે છે. કલ્પનાઓ છોડી વાસ્તવિકતામાં રહો. કેટલાંક કામ સમયસર પૂરાં ન કરવાથી તક હાથમાંથી સરી શકે છે.

ફેમિલી : નવું મકાન લેવામાં કે બદલવામાં પરિવારમાં ખર્ચ થઈ શકે છે. નોકરી કે બિઝનેસના મોટા નિર્ણયો લેવામાં પરિવારના લોકોની સલાહ લેવી.

લવ :  આજે તમે વધારે સંવેદનશીલ રહી શકો છો અને કોઇની વાતને ખોટી સમજી શકો છો. જાત પર નિયંત્રણ રાખવું.

કેરિયર/પ્રોફેશન : કોઇ મોટો જોખમી નિર્ણય ન લેવો. કોઇ એવા સમાચાર મળી શકે છે, જે વધારે સારા પણ નહીં હોય કે ખરાબ પણ નહીં હોય, પરંતુ આગામી સમયમાં તે મહત્વના સાબિત થશે. મહેનત કરતાં ફળ ઓછું મળશે.

હેલ્થ : એસિડિટીની સમસ્યા સતાવી શકે છે.

ઉપાય : પાણીનો બગાડ ન કરવો.

પોઝિટિવ :  બિઝનેસમાં પૈસાનો ફાયદો થઈ શકે છે. કરિયરમાં સારો બદલાવ થઈ શકે છે. તમે જીવનમાં જે પણ અનુભવ લીધા હશે તેનાથી પર્સનલ લાઇફમાં તમને ફાયદો થઈ શકે છે. આજે તમે વધારે વ્યસ્ત રહી શકો છો.

નેગેટિવ :  કેટલાક લોકો તમારી સાથે અજીબ વ્યવહાર કરી શકે છે. એકસાથે વધારે કામ હાથ પર ન લેવાં. શારીરિક સમસ્યાઓથી તમારો આત્મવિશ્વાસ ઘટી શકે છે. દુશ્મનો તમારા વિરૂદ્ધ આડી-અવળી વાતો ફેલાવી શકે છે.

ફેમિલી : પરિવારના લોકો સાથે મહત્વની વાતચીત થઈ શકે છે.

લવ :  તમને એકલતા સતાવી શકે છે. પાર્ટનર પાછળ ખર્ચ થઈ શકે છે, પરંતુ ધનલાભ પણ થઈ શકે છે. પાર્ટનરને કોઇ મોટું પ્રોમિસ ન આપવું.

કેરિયર/પ્રોફેશન : કર્મચારીઓ અને સહયોગીઓથી આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. ઓફિસમાં તમારો દિવસ ઠીક-ઠાક રહેશે.

હેલ્થ : જૂના રોગ સતાવી શકે છે.

ઉપાય : પાણીમાં લાલ ચંદન મિક્સ કરી સૂર્યને ધરાવો.

પોઝિટિવ :  પૈસાની સમસ્યાથી રાહત મળી શકે છે. પૈસા કમાવા માટે નવી તક મળી શકે છે. કેટલાક ખાસ બનાવો માટે પૂર્વાભાસ પણ થઈ શકે છે. મનની ચિંતાઓ દૂર થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. કોઇ ખાસ કામની બધી જ તૈયારીઓ કરી લીધી હશે તો તેમાં સફળતા પણ મળશે. ધીરજ રાખવી. આજે કેટલાય વાયદા અને સોદા કરવા પડી શકે છે.

નેગેટિવ : કામકાજમાં સાવધાની રાખવી. કોઇની નકામી વાતો ધ્યાન પર ન લેવી. નકામો ખર્ચ કરવાની આદત પર કંટ્રોલ રાખવો. કોઇ કામમાં વધારે મહેનત કે પૈસાનો ખર્ચ પડી શકે છે.

ફેમિલી : પરિવાર અને સાસરીના સભ્યોના વ્યવહારમાં મન પર વિશ્વાસ રાખવો. મુશ્કેલ સમયમાં દ્રઢ નિશ્ચયથી કામ કરવું.

લવ :  ભાવનાઓ અને લાગણીઓ પર કંટ્રોલ નહીં રહે. જીવનસાથીની મનોદશા સમજાશે. પાર્ટનરનો સહયોગ અને સરપ્રાઇઝ મળશે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસ અને કાર્યક્ષેત્રમાં સારો ફાયદો મળી રહેશે. પાર્ટનરનો સાથ મળી રહેશે. સ્ટૂડન્ટ્સ માટે દિવસ સારો રહેશે.

હેલ્થ : સ્વાસ્થ્યમાં સુધારો આવશે. જૂના રોગ મટશે.

ઉપાય :  એગણપતિને ધરો અને ગોળ ચઢાવો.

પોઝિટિવ :  અધિકારીઓ સાથે સંબંધો સુધરશે. આવક અને ખર્ચનું સમતુલન જળવાઇ રહેશે. લોકો સાથે મળીને ધન કમાવાના પ્લાન બનાવી શકો છો. સ્વાસ્થ્ય માટે ઠીક-ઠાક સમય છે. જીવન પ્રત્યે તમારો રવૈયો સહાકારાત્મક રહેશે. નવી કલા, સાહિત્ય અને સંગીતમાં રૂચિ વધશે.

નેગેટિવ :  કોઇ કામ માટે એકલા હાથે મહેનત કરશો તો, કામ અને તક બંને હાથમાંથી છૂટી શકે છે. રાજકારણ અને ધન સંબંધિત બાબતોમાં કોઇની સાથે ચર્ચામાં ન પડવું. દોડ-ભાગ રહી શકે છે. લેણ-દેણમાં જોખમ ન લેવું.

ફેમિલી : મિત્રો અને પરિવારના સભ્યો સાથે તાલમેળ જાળવી રાખવો. તેમની ભાવનાઓને સમજવી.

લવ : કોઇ વાત માટે પાર્ટનર તમારું રિએક્શન ઇચ્છશે. સંબંધોમાં બદલાવ આવી શકે છે. નવા પ્રેમ સંબંધોને સ્થગિત કરી જૂના સંબંધો પર ધ્યાન આપો.

કેરિયર/પ્રોફેશન : જૂના રોકાણથી ધનલાભ થઈ શકે છે. સ્ટૂડન્ટ્સને તણાવ રહેશે.

હેલ્થ :  સ્વાસ્થ્ય માટે આજનો દિવસ સારો છે.

ઉપાય : સફેદ ફૂલને સફેદ કપડામાં બાંધી સાથે રાખો.

પોઝિટિવ :  મિથુન રાશિના લોકો માટે દિવસ સારો છે. ધનલાભ થઈ શકે છે. નોકરી-ધંધામાં કોઇ સારા સમાચાર મળી શકે છે. આળસ કરવા છતાં માનસિક રીતે સ્ટ્રોંગ હોવાના કારણે કઈંક મેળવી સકશો. જરૂરી કામ પૂરાં થશે. બીજાંની મદદ કરવાની તક ન ખોવી. વિચારેલાં કામમાં સફળતા મળી શકે છે. જીવનસાથી પાસેથી કઈંક વધારે જ અપેક્ષાઓ રાખશો. સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે. માતા-પિતાના આશિર્વાદ લેવા.

નેગેટિવ :  વધારે મહેનત કરવી પડી શકે છે. નવી નોકરીનું વાતાવરણ તમને વધારે ફાવશે નહીં. કોઇ બાબતે જરૂર કરતાં વધારે ભાવુક થઈ શકો છો, જે તમારા માટે નુકસાનકારક નીવડી શકે છે.

ફેમિલી : પરિવારનું વાતાવરણ સુખદ રહેશે. તણાવ દૂર થશે.

લવ : જીવનસાથી સાથે દિલની વાત શેર કરી સકશો. જીવનસાથી તમારી કોઇપણ વાત સાથે સહેલાથી સહેમત પણ થઈ શકે છે.

કેરિયર/પ્રોફેશન : કાર્યક્ષેત્ર અને બિઝનેસ સાથે સંકળાયેલ સાથીઓનો સારો સહયોગ મળી શકે છે. અટકેલાં કામ પૂરાં થઈ શકે છે.

હેલ્થ : પેટના રોગ સતાવી શકે છે.

ઉપાય : મંદિરની બહાર બેસેલ કોઇ ગરીબને એક સિક્કો આપો.

પોઝિટિવ : લોકોની મદદ અને સેવા કરી શકો છો. કામકાજનાં સકારાત્મક પરિણામ મળી શકે છે. નિયમ-કાયદા અને જવાબદારીઓ પ્રત્યે સમર્પિત રહી શકો છો. તમારું બધું જ ધ્યાન આગળ વધવામાં રહેશે. નવાં કામ શરૂ કરવાના યોગ છે.

નેગેટિવ : પરિવારના લોકોની માંગણીઓ પૂરી કરવામાં ઘણો સમય નીકળી શકે છે. જેના કારણે તમે તમારાં કામ પર પૂરતું ધ્યાન નહીં આપી શકો. નાની-મોટી તકલીફ રહેશે. કડવી ભાષાનો ઉપયોગ ન કરવો. ખર્ચ વધી શકે છે.

ફેમિલી : ઉદાર રહેશો. પરિવારની સમસ્યાઓનું સમાધાન કરી સકશો. બીજાંની મદદ કરી સકશો.

લવ : કુંવારા લોકો માટે પ્રેમ પ્રપોઝ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. દિલની વાત કહી દો. વાણી પર સંયમ રાખો.

કેરિયર/પ્રોફેશન : કાર્યક્ષેત્રમાં અચાનક વિવાદ થવાના યોગ છે. જૂના કાગળો કે ફાઇલો તમારી મુશ્કેલીઓ વધારી શકે છે.

હેલ્થ : મોટી બીમારીઓ સતાવી શકે છે.

ઉપાય : પપૈયું ખાઓ.

પોઝિટિવ : દરેક કામમાં સફળતા મળી શકે છે. આજે તમારાથી લોકો પ્રભાવિત થશે. તમને રહસ્યમય અને ગુપ્ત વિદ્યાઓ જાણવાની ઇચ્છા થશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. નોકરીમાં સફળતા મળશે. ભૌતિક સુખ-સુવિધાઓ મળશે અને ધનલાભના પણ યોગ છે. જમીનથી લાભ મળશે. તમારું પૂરું ધ્યાન રોકાણ, લોન અને બચત પર રહેશે. તમે તમારા ખર્ચ, આવક અને લોન પર નવેસરથી વિચારશો. કોઇ અટવાઇ પડેલ બાબતનું સમાધાન મળી શકે છે.

નેગેટિવ : કરિયરની જે બાબત તમને સતાવતી હોય, તેના પર વિચારો. યાત્રા કરશો તો થોડી તકલીફો પણ પડશે.

ફેમિલી : જૂની પારિવારિક સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. પૈતૃક સંપત્તિથી કોઇ લાભ મળી શકે છે.

લવ :  લવ લાઇફમાં આજે તમે વધારે જ સંવેદનશીલ બની શકો છો. નાનકડી વાત પણ તમને દુ:ખ પહોંચાડી શકે છે. પાર્ટનર સાથે સમય પસાર કરવા મળશે.

કેરિયર/પ્રોફેશન : નોકરીમાં સફળતા મળશે. બિઝનેસમાં ફાયદો મળવાની શક્યતા છે.

હેલ્થ :  સ્વાસ્થ્યમાં સુધારો આવશે.

ઉપાય :અકાળા તલનું દાન કરવું.

પોઝિટિવ : કોઇ તમને પોતાની ગુપ્ત વાત જણાવી શકે છે. તેને ગુપ્ત જ રાખવી. જીવનસાથી કે કોઇ નજીકની વ્યક્તિ સાથે લાંબી વાત થઈ શકે છે. નવા પડકારો માટે તૈયાર રહેશો. તમારી ક્ષમતાઓ સાબિત કરવા માટે સારો સમય છે. પૈતૃક સંપત્તિની બાબતોનું સમાધાન થઈ શકે છે.

નેગેટિવ :  કેટલાક નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમારો મોટાભાગનો સમય એવા લોકો સાથે પસાર થઈ શકે છે, જેઓ તમારું ભલું ઓછું અને ખરાબ વધુ ઇચ્છતા હોય. વાણી પર સંયમ રાખવો, દુશ્મનો સતાવી શકે છે. નોકરીનાં કામ તમારી મુશ્કેલીઓ વધારી શકે છે.

ફેમિલી : એકતરફી વિચારસરણી તમારી મુશ્કેલીઓ વધારી શકે છે. પરિવારના સભ્યોની વાત સમજવાનો પ્રયત્ન કરવો.

લવ : લવ લાઇફ સંબંધિત કોઇ મોટો નિર્ણય લેવો પડે આજે. જે પણ નિર્ણય લેશો, તેને સહેલાઇથી બદલી નહીં શકો.

કેરિયર/પ્રોફેશન : પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. કોઇ નવું કામ શરૂ ન કરવું. કોઇને ઉધાર પૈસા ન આપવા. સ્ટૂડન્ટ્સને સિનિયર્સનો સહયોગ મળી રહેશે.

હેલ્થ : સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. કોઇ જૂનો રોગ સતાવી શકે છે.

ઉપાય : વાળમાં થોડું કાજળ લગાવવું.

રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો