10 સપ્ટેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ?

  મેષ:

  જૈન મહાવીર જન્મવાંચન, રામદેવ પીર નવરાત્રિનો તેમજ ભાદરવા મહિનાનો પ્રારંભ ધર્મકાર્યમાં, નોકરી ધંધાના કામમાં આનંદનો રહે.

  વૃષભ:

  જૈન મહાવીર જન્મવાંચન, શ્રવણથી ભાદ્રપદ માસનો પ્રથમ દિવસ હૃદય-મનની પ્રસન્નતાવાળો રહે. કાર્યસફળતાથી આનંદ રહે.

  મિથુન:

  ભાદ્રપદ માસના પ્રારંભે આજે જૈન મહાવીર જન્મવાંચન શ્રાવણમાં રામદેવપીર નવરાત્રિના પ્રારંભમાં ધર્મકાર્યમાં એકાગ્રતા જાળવવી.

  કર્ક:

  ભાદરવા મહિનાના પ્રારંભે નોકરી-ધંધાના કામની તેમજ ધર્મકાર્યની વ્યસ્તતા રહે. સંબંધ-વ્યવહાર-સંસ્મરણો તાજા થાય.

  સિંહ:

  આજે જૈન મહાવીર જન્મવાંચન, શ્રવણમાં આનંદ અનુભવો. ભાદ્રપદ્ર માસના પ્રારંભથી નોકરી ધંધાના કામની વ્યસ્તતા રહે.

  કન્યા:

  ભાદરવા મહિનાના પ્રારંભે નોકરી ધંધાના તેમજ ધર્મકાર્યમાં આપને માનસિક પરિતાપ રહે. અન્યના કારણે ચિંતા-ખર્ચ-દોડધામ રહે.

  તુલા:

  જૈન મહાવીર જન્મ વાંચન-શ્રાવણથી, રામદેવપીર નવરાત્રિના તેમજ ભાદરવા મહિનાના પ્રારંભથી ધર્મકાર્યથી નોકરી ધંધાના કામથી વ્યસ્તતા રહે.

  વૃશ્ચિક:

  ધર્મકાર્યથી, વાંચન-શ્રાવણથી આપના આનંદ-ઉત્સાહમાં વધારો થાય. નોકરી ધંધાનું કામ આજે ભાદરવા પ્રારંભથી વધતુ જાય.

  ધન:

  આજથી ભાદરવા મહિનાની શરૃઆત થવાથી નોકરી ધંધાના કામમાં, ધર્મકાર્યમાં તમે આનંદ અનુભવતા જાવ. આકસ્મિક ધંધો મળે.

  મકર:

  જૈન મહાવીર જન્મવાંચન શ્રવણથી ભાદરવા મહિનાના પ્રારંભે આજે ધર્મકાર્યમાં નોકરી ધંધાના કામમાં આનંદ અનુભવો.

  કુંભ:

  જૈન મહાવીર જન્મવાંચન શ્રવણથી ધર્મકાર્યથી આજે ભાદરવા મહિનાના પ્રારંભે શાંતિ-હળવાશ રહે. મોટી ચિંતાથી બચી શકો.

  મીન:

  ભાદરવા મહિનાના પ્રારંભે નોકરી-ધંધાના કામમાં, ધર્મકાર્યમા આજે ધ્યાન આપી શકો. વિલંબથી પડેલ કામ ઉકેલાય.

  જન્મતારીખ વર્ષ સંકેત

  આજની તારીખે શરૃ થતા જન્મવર્ષના પ્રારંભે ફાયદો-લાભ થાય. ધર્મકાર્યમાં આધ્યાત્મિકતામાં, આત્મસ્ફુરણામાં વધારો થાય. આવકમાં તેમજ સુખ સંપત્તિના વધારામાં પત્ની-સંતાનના સહયોગથી ભાગ્યબળથી આપને મુશ્કેલી-તકલીફ પડે નહીં.

  આરોગ્ય

  વર્ષારંભે શારિરીક-માનસિક સ્ફૂર્તિ, આરોગ્ય સુખાકારી સારી રહે. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં શિથિલતા રહે.

  આવકમાં વૃધ્ધિ

  પોતાની વ્યક્તિગત આવક-સંતાન-પત્નીની આવકમાં વૃધ્ધિ થાય. સુખસંપત્તિ વધે. યાત્રાપ્રવાસ થાય. પરદેશ આવવા-જવાનું થાય.

  નોકરી ધંધો

  નોકરી-ધંધામાં પ્રતિકૂળતા, આરોહ-અવરોહની પરિસ્થિતિમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરવો પડે.

  સ્ત્રી વર્ગ

  સ્ત્રી વર્ગને ધર્મકાર્યથી પોતાની તેમજ પતિ-સંતાન-પરિવારની સુખશાંતિ-પ્રગતિથી આનંદ રહે.

  વિદ્યાર્થી વર્ગ

  વિદ્યાર્થીવર્ગને પરીક્ષાના પરિણામમાં ટકાવારીની વધઘટથી વિદ્યાસંસ્થા-વિદ્યાશાળાની ફેરફારી સર્જાય – ફેરફારી કરવી પડે.

  તમને કદાચ ગમશે