12 ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, સિંહ રાશિના જાતકો ખાસ વાંચો

94
Loading...

1. મેષ – અ,લ,ઈ (Aries): નોકરી કરતા મિત્રોને આજે ઓફિસમાં અપમાનનો સામનો કરવો પડશે જો તમારારથી કોઈ ભૂલ થઇ ગઈ છે તો સામેથી માફી માંગી લો અને તે કામને ફરીથી સુધારીને ઈમાનદારીથી કરો. આજે કોઈની અચાનક મળેલી મદદથી તમારું બગડેલું કામ સુધરી જશે. જીવનસાથી સાથે આજે વિવાદમાં ઉતરશો નહિ. આવનારો સમય તમારી માટે ગણપતિની સાથે અનેક ખુશીઓ લઈને આવશે. આર્થીક પરીસ્થિતિ જરૂર સારી થશે બાજ જરૂરત છે તમારે ફક્ત થોડી ધીરજ અને શાંતિની. તમારા જુના મિત્રો સાથે કોન્ટેક્ટ કરો અને જુના દિવસો યાદ કરો.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): આજે તમારી ખુશીઓમાં વધારો થશે, તમારા મિત્રો અને પરિવારજનો સાથે એ ખુશીને ઉજવો. તમારે આજે થોડો ખર્ચ કરવો પડશે. તમારા નજીકના કોઈ વ્યક્તિને તમારે પૈસા ઉધાર આપવા પડશે પણ તેમાં જેટલી ચાદર હોય એટલા જ પગ લાંબા કરવા મતલબ તમારાથી અપાય એટલા જ પૈસા આપજો. ક્યાંક એવું ના થાય કે તેનું કામ બનાવવામાં તમારું કામ બગડી જાય. માતા પિતા આજે તમારા કાર્ય થી ખુબ ખુશ હશે. આજની રાત તમને તમારા લગ્નની રાતની યાદ આપવશે. જીવનસાથીને ભરપુર પ્રેમ આપો. સમય સાથે ચાલવા માંગો છો તો અપડેટ થાવ.
શુભ અંક : ૫
શુભ રંગ : જાંબલી

3. મિથુન – ક,છ,ઘ (Gemini):જે પણ મિત્રો વજન ઘટાડવા માટે પ્લાન કરી રહ્યા છો તો તમારે આજથી જ શરૂઆત કરવી જોઈએ. આજે સ્વાસ્થ્ય થોડું ઉપર નીચે રહેશે. આજે નોકરી કરતા મિત્રો અને વેપારી મિત્રો માટે સારો દિવસ છે જે મિત્રો પગાર વધારાની આશા રાખી રહ્યા છે તેમની માટે સારો સમય આવશે અને વેપારી મિત્રો પોતાનો વેપાર વિદેશમાં પણ શરુ કરી શકે તેવી તક આવશે. જો તમે તમારો કોઈ પ્રોજેક્ટ શરુ કરવા માંગો છો તો પૈસા ઉધાર લઇ શકો છો મતલબ લોન પણ લઇ શકો છો. જે મિત્રો નોકરી શોધી રહ્યા છે કે પછી બદલવાનું વિચારે છે તેમને સારા સમાચાર મળશે. રાતનો સમય પરિવાર સાથે ભોજન કરજો.
શુભ અંક : ૪
શુભ રંગ : ગુલાબી

4. કર્ક – ડ,હ (Cancer): આ વખતે પગાર મોડો મળવાના કારણે થોડી તકલીફ પડશે. એ મુશ્કેલીઓમાંથી નીકળવા માટે તમારા જીવનસાથીની સલાહ લેજો. બાળકો પાછળ આજે થોડો વધુ ખર્ચ થશે. આજે ગમે તેવી પરિસ્થતિ આવે પણ તમારે તમારી વાણી અને વર્તન પર કાબુ ગુમાવવાનો નથી. જો તમે શરીર થી સક્ષમ નહિ હોય તો કામ પણ બરોબર નહિ થઇ શકે તો બની શકે એટલું વધારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બની શકે તો સાંજના સમયમાં પરિવાર સાથે શાંત જગ્યા પર આવેલા મંદિરની મુલાકાત જરૂર લેજો. સંત અને મહંતનું સાંનિધ્ય મનને શાંતિ આપશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ
5. સિંહ – મ,ટ (Lio):આજે તમે જો કોઈ કાયદાકીય કે પોલીસના ચક્કરમાં પડવા ના માંગતા હોવ તો કોઈ અજાણ્યાની અને તમને ના ખબર હોય એવી વાતોમાં ના પડતા. આજે તમારા સંતાન તરફથી તમને નિરાશા મળશે. જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે. માતા પિતા તરફથી તમને આજે સપોર્ટ મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે તમારી મુલાકાત એવા લોકો સાથે થશે જે તમને તમારા બાળપણની યાદ અપાવશે. તમારા મામાના ઘરે વિતાવેલા દિવસો યાદ કરીને આનંદ થશે. આજે તમારા બાળકો સાથે અટેચમેન્ટ વધશે. ઓફિસમાં આજે તમારા દ્વારા આપવામાં આવેલા નવા આઈડીયાથી તમારા બોસ તમારાથી ખુશ થશે અને તમને પ્રમોશન આપશે. મહિલા મિત્રો આજે સ્વાસ્થ્યની ખાસ તકેદારી રાખજો. બાળકો સાથે સમય વિતાવાથી તમારો દિવસભરનો થાક ઉતરી જશે બની શકે તો બાળકોને ભણવામાં મદદ કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો

7. તુલા – ર,ત (Libra):આજે તમને ખબર પડશે કે તમને સાચો પ્રેમ કોણ કરે છે. કોઈની વાતોથી ગેરમાર્ગે દોરતા નહિ અને કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ આગળ વધારતા પહેલા પુરતી તપાસ કરજો. આજે તમને પ્રેમના નામે દગો મળે તેવી શક્યતાઓ છે એટલે તમે સાવચેત રહેજો. કોઈ ઉપર બહુ જલદી ભરોસો કરવાની આદત જ તમને આજે નુકશાન કરશે. આવા સમયમાં થોડો સંયમ રાખો અને સમય અનુકુળ આવે તેની રાહ જુઓ. શરીર ગમે એટલું દુખી હોય મનથી દુખી થવાની જરૂરત નથી. આજે નહિ તો કાલે યોગ્ય સમય આવીને જ રહેશે. પૈસાની સમસ્યાનું સમાધાન થતું જોવા મળશે.
શુભ અંક : ૬
શુભ રંગ : જાંબલી

8. વૃષિક – ન,ય(Scorpio):લાંબા ગાળાના રોકાણ માટે આજે સારો દિવસ છે તમે ઈચ્છો તો સોના અને ચાંદીમાં પૈસા રોકી શકો છો. અનુભવી અને તમારા ઉપરી અધિકારને તમારા કોઈપણ મહત્વના નિર્ણયમાં સાથે રાખજો. તમારા પરિવાર તરફથી આજે તમને એક ઉત્સાહજનક સરપ્રાઈઝ મળશે જે તમને તમારી સફળતા સુધી પહોચવામાં મદદ કરશે. આજે તમને ના ગમતા વ્યક્તિઓ પણ તમારી આસપાસ હશે જેના લીધે તમને થોડો માનસિક ત્રાસ લાગશે. નોકરિયાત મિત્રો માટે આજનો દિવસ બહુ સારો છે. તમે પહેલા કરેલા ઈમાનદાર કામથી આજે તમને ઘણો ફાયદો થશે. આજનો દિવસ બની શકે એટલી શાંતિ રાખીને પસાર કરો.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): તમારે આજે તમારો દિવસ તમારા જીવનસાથીને સમર્પિત રહેવાનું છે. જો તમારા પાર્ટનર તમારાથી ખુશ હશે તો કોઈપણ જાતની પરેશાનીમાં તમે અડગ રહી શકશો. આજે તમારી અમુક સિક્રેટ વાતો બહાર જાય નહિ તેનું ધ્યાન રાખવું નહિ તો અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આજે પૈસા રોકાણ માટેનો સારો દિવસ છે આજે ઈશ્વર તમારા કાર્યમાં તમારો પુરતો સાથ આપશે તો કોઈપણ પ્રકારની ચિંતા અને પરેશાની વગર આગળ વધો.
શુભ અંક : ૫
શુભ રંગ : નારંગી

10. મકર – જ, ખ (Capricorn):
આજે તમારા સંતાન તરફથી તમને નિરાશા પ્રાપ્ત થશે. લાંબા સમયથી પાર્ટનર સાથે ચાલી રહેલ ઝઘડાનો અંત આવશે. જે તમારા મનને થોડી શાંતિ આપશે. ઘરના દરેક સભ્યો આજે તમારાથી ખુશ રહેશે. આજે પૈસાની લેવડ દેવડમાં સતર્ક રહેજો ક્યાંક તમને કોઈ મુર્ખ ના બનાવી જાય. આજે તમને થોડા આઘાતજનક સમાચાર પણ મળી શકે છે. થોડો આત્મવિશ્વાસ વધારવાની જરૂરત છે પછી કોઈપણ કાર્ય તમારી માટે અશક્ય નહિ રહે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

11. કુંભ – ગ,શ,સ(Aquarius):આજે થોડી દોડધામ કરવાની થાય તો હિમત હારશો નહિ એ મુસાફરી તમને ખૂબ ફળદાયી નીવડશે જે તમને આર્થિક લાભ તો આપશે જ સાથે સાથે દિવસના અંતે માનસિક શાંતિ પણ જણાશે. પતિ પત્ની વચ્ચે આજે નાની નાની વાતે ઝઘડો થવાના યોગ બની રહ્યા છે તો થોડું જતું કરો અને એકબીજાને મદદરૂપ થાવ. કોઈ ગરીબ અને જરૂરિયાતવાળા વ્યક્તિને ભોજન કરાવો તમારો આવનારો સમય સારો રહેશે. વાત વાતમાં આજે કોઈનું અપમાન ના થઇ જાય એની તકેદારી રાખજો.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો
12. મીન – દ,ચ,જ,થ(Pisces): અત્યારનો સમય તમારા જીવનનો ખૂબ સુંદર સમય છે આજે તમે મિત્રો સાથે મન ભરીને ફરી શકશો અને તમારું મન પણ હળવું કરી શકશો. આજે વાહન સાથે દુર્ઘટના બનવાના યોગ છે તો રસ્તા પર સતર્ક રહેજો અને રસ્તો ઓળંગતી વખતે ખાસ ધ્યાન આપજો. આજે તમે જીવનસાથીથી દૂર હશો પણ તમે મિત્રો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. બહારના ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું, સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. આ વર્ષે તમારા માટે ઘણી બધી ખુશીઓ લઈને આવવાનું છે. સફળતા આ વર્ષે જો તમે સફળ થવા માંગો છો તો સામે આવતી દરેક મુશ્કેલીઓનો સામનો હિંમતથી કરજો. તમારા પરિવાર તરફથી તમને પુરતો સપોર્ટ મળશે જેનાથી તમારા દરેક કાર્ય સારી રીતે પાર પડી જશે.

૨. જો તમે આ વર્ષે દવાખાન અને ડોક્ટરની મુલાકાત લેવા નથી માંગતા તો પછી તમે અને પરિવારજનો મળીને સાથે કસરત અને યોગ્ય ખાવા પીવાનું રાખો. બીમારી તમારા ઘરથી આ વર્ષે દૂર રહેશે.

૩. પૈસા રોકાણ માટેની પણ ઘણી તક મળશે પણ તેમાં નફો અને નુકશાન બંને બાબતોની યોગ્ય ચકાસણી કરીને આગળ વધજો. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા વડીલોની અને ઉપરી અધિકારી જેને એ કામનો અનુભવ છે તેની સલાહ જરૂર લેજો.

૪. બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

૫. આ વર્ષે જુના મિત્રો સાથે સંપર્ક સાધી શકશો. મિત્રો સાથે એક નાનકડી મુલાકાત તમને ખુશ કરી દેશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું રાખો. પરિવારમાં આ વર્ષે સારા સમાચાર આવશે. જે મિત્રો લાંબા સમયથી લગ્ન કરવા માટેની રાહ જુએ છે તેમના માટે આ વર્ષ ફળદાયી રહેશે.

૬. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો. આ વર્ષે ઘરમાં પણ તમારી વાણી પર કંટ્રોલ રાખજો.

૭. વર્ષનો અંતિમ ભાગ તમારા માટે શુભ સાબિત થશે. ઘરમાં નાનકડી પૂજા તમને અને તમારા પરિવારજનોને વધુ નજીક લાવશે જો લાંબા સમયથી કોઈ સાથે બોલચાલ બંધ હોય તો આ વર્ષે સામે ચાલીને માફી માંગી લેવી અને સંબંધો સુધારી લેવા.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.
ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર :
કોઈ માટે હંમેશા હાજર રહેવાની ટેવ તમારું મહત્વ ઘટાડી દેતી હોય છે

તમને કદાચ ગમશે

Loading...