7 ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, મેષ રાશિના જાતકો ખાસ વાંચો…

1. મેષ – અ,લ,ઈ (Aries): આજે જો નોકરી કે પછી વેપાર માટે થઈને મુસાફરી કરવાની થાય તો એ ચુકતા નહિ, ભવિષ્યમાં તમને આ મુસાફરીથી અઢળક ફાયદો થવાનો છે. મુસાફરી દરમિયાન તમારા જરૂરી કાગળ અને સામાનનું વિશેષ ધ્યાન રાખો. જુના મિત્રો દ્વારા પણ આજે ધનલાભના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી તમારી માટે મોટી મુસીબત સાબિત થાય એ પહેલા થઇ જાવ સાવધાન, યોગ અને પ્રાણાયમ કરો. પરિવારના સભ્યો તમારી પ્રગતિ જોઇને ખુશ થશે. આજે માતાના સ્વાસ્થ્યમાં બદલાવ આવી શકે છે. જે મિત્રો આજે પોતાના પ્રિયપાત્રને પ્રપોઝ કરવા માંગો છો તો આજે થોડી તૈયારી કરીને જાવ.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): ઘણાં દિવસથી ચાલતા લાંબા કાર્યથી આજે આરામ મળશે, મ્યુઝિક તમને ખુશ કરી શકશે. મિત્રોના મેળાવડા પાછળ નાહકનો ખર્ચ કરતા બચો, થોડો સમય પરિવારને આપો એ તમારી માટે ફાયદાકારક રહેશે. કોઈપણ પ્રિય વ્યક્તિ સાથે વાત કરો તો થોડી તકેદારી રાખો ક્યાંક એ નાની વાત બહુ મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એ ધ્યાન રાખજો. આજે ક્યાંક બહાર ફરવા જવાના યોગ પણ બની રહ્યા છે તો મુસાફરીમાં થોડી સાવધાની રાખજો. આજે જીવનસાથી તરફથી બહુ સહયોગની આશા રાખવી નહિ. પોતાનું કામ જાતે કરી લેવું.
શુભ અંક : ૪
શુભ રંગ : નારંગી

3. મિથુન – ક,છ,ઘ (Gemini):આજે થોડી દોડધામ કરવાની થાય તો હિમત હારશો નહિ એ મુસાફરી તમને ખૂબ ફળદાયી નીવડશે જે તમને આર્થિક લાભ તો આપશે જ સાથે સાથે દિવસના અંતે માનસિક શાંતિ પણ જણાશે. પતિ પત્ની વચ્ચે આજે નાની નાની વાતે ઝઘડો થવાના યોગ બની રહ્યા છે તો થોડું જતું કરો અને એકબીજાને મદદરૂપ થાવ. કોઈ ગરીબ અને જરૂરિયાતવાળા વ્યક્તિને ભોજન કરાવો તમારો આવનારો સમય સારો રહેશે. વાત વાતમાં આજે કોઈનું અપમાન ના થઇ જાય એની તકેદારી રાખજો.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

4. કર્ક – ડ,હ (Cancer): આજનો દિવસ તમને થકવી દેનારો લાગશે. પણ આજે જેમ જેમ દિવસ પસાર થશે તમારા માટે અનેક ખુશખબરીઓ આવશે. સંતાનો અને પરિવાર તરફથી પુરતો સપોર્ટ મળશે. નોકરી કરતા મિત્રોને પોતાના ઉપરી અધિકારીઓની મદદ લઈને અટકેલા દરેક પ્રોજેક્ટ પૂર્ણ કરી શકશો. કામ કરવાની ક્ષમતામાં વધારો થશે. આજે તમારા મિત્રો તમારી પાસે ઉધાર પૈસા માંગી શકે છે. એ પૈસા કયા કામમાં વાપરવાના છે એનું પણ ધ્યાન રાખજો. આજે વાણી અને વર્તનમાં તકેદારી રાખજો. જો કોઈ શરતીય રોકાણ સ્કીમ હોય તો તેનાથી દૂર રહો.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો
5. સિંહ – મ,ટ (Lio):આજે આવનારી મુશ્કેલીઓનો સામનો ઈમાનદારીથી કરજો. શોર્ટકટ અપનાવશો નહિ. તમારા ઓફીસના સહકર્મચારી મિત્રો તમારી મદદે આવશે. આજે એવા વ્યક્તિ સાથે સંપર્ક થશે જેનાથી તમને ભવિષ્યમાં અનેક લાભ મળશે. તમારા સંપર્કમાં આવતા દરેક લોકોને માન અને સન્માન આપો. તમારી વાણી અને વર્તનથી કોઈ દુખી ના થઇ જાય તેની સાવધાની રાખો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. આજે તમારા કામમાં કોઈ કમી ના રહે તેની તકેદારી રાખજો. ખુબજ ધીરજ અને શાંતિથી આજનો દિવસ પસાર કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): ઘરના સમાનને લગતી ખરીદી કરવાનો યોગ છે પણ ક્યાંક વધારાની અને બિનજરૂરી વસ્તુઓમાં ખર્ચ વધી ના જાય એની સાવધાની રાખજો, આજે તમારા બાળકો અને તમારી પત્ની તમારાથી ખૂબ ખુશ રહેશે. બસ આજે જીવનનો સાચો આનંદ પરિવાર સાથે માણો લોકો શું વિચારશે અને આ કેવું લાગશે એ વિચારવાનું છોડી દો. આજે કોઈપણ સારા કાર્યમાં ઈશ્વર તમારી સાથે જ છે એવું માનવું.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

7. તુલા – ર,ત (Libra):તબિયતની કાળજી રાખો છો એ સારી વાત છે પણ સતત તેની ચિંતા કરવી નહિ. તમારા કોઈ જુના મિત્રોને કોન્ટેક્ટ કરો અને તેમની સાથે વાત કરીને હળવા થઇ જાવ. જો ભવિષ્યને લઈને તમે કોઈ પ્લાન બનાવ્યો છે તો તેની શરૂઆત આજથી કરશો નહિ, તમારા નવા કામને લગતા વિચારો બહારના લોકોને જણાવશો નહિ, વેપારી મિત્રોને આજે મુસાફરી કરવાના યોગ છે તો જરૂરિયાતના કાગળ અને દવાઓ સાથે રાખો નહિ તો સ્વસ્થ્ય ખરાબ થવાના યોગ છે. જીવનસાથી જો ઘણા સમયથી નારાઝ છે તો તેમને કોઈ ભેટ આપીને મનાવી લો. આજની રાત તમારા જીવનની સૌથી યાદગાર રાત બની રહેશે. સંતાનો આજે તમારી મદદ માંગે કોઈ કામમાં તો પ્રેમથી તેમને સમજાવો અને મદદ કરો.
શુભ અંક : ૫
શુભ રંગ : જાંબલી

8. વૃષિક – ન,ય(Scorpio):તમારે હવે બધું નસીબ અને ભાગ્ય પર છોડવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. હંમેશા બીજાને દોષ દેવો એવું ના કરશો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. વિશ્વમાં એવું કશું નથી જે ના થઇ શકે એ મંત્ર હંમેશા યાદ રાખો.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): તમને ઘણા લોકોએ અને પ્રિયજનોએ પણ સલાહ આપેલી જ હશે કે બોલવામાં અને લોકો સાથે વાત કરો ત્યારે થોડી કાળજી રાખો તમારા વાણી અને વર્તનથી કોઈના હૃદયને ઠેસ ના પહોચે તેનું ખાસ ધ્યાન રાખજો. મનગમતા વ્યક્તિના ચહેરાને જોઇને દિવસની શરૂઆત કરો. આજે તમને માનસિક થાક લાગી શકે છે તો આજે કોઈપણ જાતના નકારાત્મક વિચારો મન પર હાવી ના થાય તેનું ધ્યાન રાખજો. આજે કામ કરવામાં એક નવો જ ઉત્સાહ જોવા મળશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

10. મકર – જ, ખ (Capricorn): .
તમારા આજના દિવસની શરૂઆત ધમાકેદાર રહેવાની છે આજે તમને તમારા બાળકો અને જીવનસાથી તરફથી પુરતો સપોર્ટ મળશે. આજે વેપારીમિત્ર, નોકરિયાતમિત્ર કે પછી હોવ તમે ગૃહિણી આજનો દિવસ તમારા જીવનનો સૌથી ઉત્તમ દિવસ બની રહેશે. આજે તમારા અટકી ગયેલા કામનો અંત આવશે. આજે ફક્ત તમારે એક જ સાવધાની રાખવાની છે તમને મળેલ સફળતા’થી તમારે છકી જવાની કે અભિમાન કરવાની જરૂરત નથી એ તમને નુકશાનકારક થઇ શકે છે. નાના મોટા દરેક તમારા સાથે કાર્ય કરતા વ્યક્તિઓનો આભાર માનજો. સ્વસ્થ્ય પ્રત્યે બેદરકાર ના રહેશો, આજે પરિવારમાં કોઈની તબિયત બગડવાના યોગ છે.
શુભ અંક : ૩
શુભ રંગ : આસમાની

11. કુંભ – ગ,શ,સ(Aquarius): હવે સમય આવી ગયો છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું જોઈએ આજથી જ તમારે તમારા ખોરાક અને રોજના સેડ્યુલમાં થોડા બદલાવ લાવવાના છે, રોજ રાત્રે મોડે સુધી જાગવું અને ફોનનો વધારે પડતો ઉપયોગ ટાળવાનું શરુ કરો. સતત ફોન સાથે જોડાયેલા રહેવાથી પરિવારના સભ્યો તમારાથી નારાજ રહેશે. કામના સમયમાંથી થોડો સમય પરિવારને આપો. આજે તમારા જીવનસાથીને તમારા પ્રેમની અને હુંફની જરૂરત છે, જીવનસાથીના સ્વાથ્ય પ્રત્યે પણ થોડું ધ્યાન આપો. આજે તમારાથી જે લોકો નારાજ હોય તેમને મનાવી લો. તમારી સેવાભાવના જોઇને આજે તમને ખુશખબર મળવાની શક્યતા છે.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો

12. મીન – દ,ચ,જ,થ(Pisces): લાંબા સમયથી ચાલી આવનારી મુશ્કેલીઓનો અંત થશે. વજન ઓછું કરવા માંગતા મિત્રો આજથી જ કસરત અને બીજા પ્રયોગો શરુ કરી દેવા જોઈએ. પત્ની સાથે મનભેદ થઇ શકે છે. નાની નાની વાતે જે શંકા કરવાની જો તમને આદત છે તો એને બદલો. તમારા સંતાન તરફથી આજે સારા સમાચાર મળશે. લાંબી યાત્રાના યોગ છે તો પત્નીને પણ સાથે લઈને જઈ શકો છો. રોકાણ કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી તો કોઈપણ પ્રકારના રોકાણમાં પૈસા રોકતા પહેલા સો વાર વિચાર કરજો. અનુભવી મિત્રોની મદદ લેવાની રાખશો તો કોઈપણ મુશ્કેલીનો અંત આવી જશે. સાંજનો સમય બાળકો અને પરિવાર સાથે વિતાવો.
શુભ અંક : ૮
શુભ રંગ : જાંબલી




તમને કદાચ ગમશે