8 ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, મકર રાશિના જાતકો ખાસ વાંચો

1. મેષ – અ,લ,ઈ (Aries): આજનો દિવસ મિશ્ર ફળદાયી છે તમારા પ્રિયજન આજે તમારાથી નારાજ રહેશે. ઘરમાં કે નોકરીના સ્થળે કોઈ તમારાથી દુખી ના થાય તેની તકેદારી રાખજો. આજે વાણી અને વર્તન પર કાબુ રાખવાની જરૂરત છે. આજે તમારી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી પાછળ ખર્ચ થશે. આજે ખર્ચ કરો ત્યારે વધારાની વસ્તુઓ પાછળ ખર્ચ ના થઇ જાય તેની તકેદારી રાખજો. આજે બની શકે તો જીવનસાથીને નાનકડી ભેટ આપો તમારા લગ્નજીવનમાં આનંદ છવાઈ જશે. સાંજનો સમય પરિવાર સાથે અથવા તો નજીકના મિત્રો સાથે વિતાવો.
શુભ અંક : ૫
શુભ રંગ : નારંગી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): આજે અનેક મુશ્કેલીઓનો સામનો થશે. આજે ચિંતામાં વધારો થશે. ઘરમાં કોઈના સ્વાસ્થ્ય પર અસર થશે. આજે તમને અચાનક ધનલાભ થવાના યોગ છે. આજે રોકાણ કરવાની ઉત્તમ તક તમારી સામે આવશે. જો કોઈ જમીન ખરીદવા માટેનો પ્લાન કરી રહ્યા છો તો આજનો સમય તમારી માટે યોગ્ય છે. તમારા વડીલોના સાથ સહકારથી આજે સારું રોકાણ કરી શકશો. ભવિષ્યમાં તેનાથી અનેક લાભ થશે. નોકરી કરતા મિત્રોએ આજે ઓફિસમાં વધારે પડતું કામ કરવું પડશે પણ એ કામ તમને અઢળક લાભ કરાવશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

3. મિથુન – ક,છ,ઘ (Gemini):આ રાશિના જાતકોએ સફળ થવા અને સતત આગળ વધવા માટે જૂની વાતોને ભૂલવી જોઈએ. નકારાત્મકતાને દૂર કરવા માટે ખોટા વિચારો મનમાં લાવશો નહિ. તમારા ગુરુજન અથવા કોઈ સંતના ચરણમાં બેસીને કથા કીર્તન કરી શકો. સંતાનોનો સ્વભાવ તમને આજે વિચલિત કરશે. આજે ઓફિસમાં તમારા ખુબ વખાણ થશે તમે કરેલા પ્રોજેક્ટ કાર્યથી તમારી કંપનીને લાભ થશે અને તમને પણ પ્રમોશન મળવાના યોગ છે. દુરના અને ઘણા સમયથી ના મળ્યા હોય એવા મિત્રોનો કોન્ટેક્ટ કરો. જૂની વાતો યાદ કરીને તમારો આખા દિવસનો થાક ઉતરી જશે.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો

4. કર્ક – ડ,હ (Cancer): જે પણ મિત્રો વારંવાર પોતાનું વજન ઘટાડવા માટે અનેક પ્લાન બનાવે છે પણ એ પૂર્ણ નથી કરી શકતા તેવા મિત્રો આજથી શરૂઆત કરી શકો છો તેનો ફરક તમને થોડા જ સમયમાં દેખાશે. આજે કોઈપણ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે સારો દિવસ નથી. કોઈપણ લોભામણી સ્કીમમાં ભાગ લેશો નહિ. આજે તમારી જોડે કોઈ ઉધાર માંગવા આવે તો તે વાતને પણ તમે કાલ ઉપર જવા દેજો. આજે તમે આપેલા કોઈપણ પૈસા ડૂબવાની શક્યતા છે. પરિવારમાં જો કોઈસાથે કોઈ અણબનાવ બન્યો છે તો આજે તે સુલજાવી લેજો. આજે જીવનસાથી તરફથી ખુશખબર મળી શકે છે.
શુભ અંક : ૬
શુભ રંગ : આસમાની

5. સિંહ – મ,ટ (Lio):આજનો દિવસ વેપારીઓ માટે ખુબ સારો છે. વેપારમાં વૃદ્ધિ અને તેના કારણે વિદેશ યાત્રા પણ કરવાના યોગ છે. નોકરી કરતા મિત્રોએ આજે ઓફિસમાં ખુબ તકેદારી રાખીને કામ કરવાનું છે તમારું કરેલું કામ કોઈ બગાડે નહિ તેનું ધ્યાન રાખજો. તમારી દરેકની ઉપર બહુ જલદી ભરોસો કરવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. જીવનસાથી સાથે નાની નાની વાતને લઈને અણબનાવ બનવાના યોગ છે. આજે કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમે વિચાર્યું પણ નહિ હોય. આજે લોકો તમારા વિચારોની મજાક ઉડાવશે. એવા લોકોને બહુ ધ્યાનમાં ના લેતા તમે તમારું કામ ઈમાનદારીથી કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે જો નોકરી કે પછી વેપાર માટે થઈને મુસાફરી કરવાની થાય તો એ ચુકતા નહિ, ભવિષ્યમાં તમને આ મુસાફરીથી અઢળક ફાયદો થવાનો છે. મુસાફરી દરમિયાન તમારા જરૂરી કાગળ અને સામાનનું વિશેષ ધ્યાન રાખો. જુના મિત્રો દ્વારા પણ આજે ધનલાભના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી તમારી માટે મોટી મુસીબત સાબિત થાય એ પહેલા થઇ જાવ સાવધાન, યોગ અને પ્રાણાયમ કરો. પરિવારના સભ્યો તમારી પ્રગતિ જોઇને ખુશ થશે. આજે માતાના સ્વાસ્થ્યમાં બદલાવ આવી શકે છે. જે મિત્રો આજે પોતાના પ્રિયપાત્રને પ્રપોઝ કરવા માંગો છો તો આજે થોડી તૈયારી કરીને જાવ.
શુભ અંક : ૩
શુભ રંગ : જાંબલી

7. તુલા – ર,ત (Libra):ઘણા સમયથી જે મિત્રો પોતાના કાર્યક્ષેત્રમાં મહેનત કરી રહ્યા છે તેમના કામનો અંત આવશે અને કામ પૂર્ણ કર્યાનો આનંદ તમારા બોસના ચહેરા પર જોઈ શકશો. તમારા સાથી કર્મચારી તમારા કામથી ઈર્ષા કરશે. બ્રેક લો અને જીવનસાથી સાથે ક્યાંક લાંબી રાઈડ પર જાવ. તમારા કોઈ નજીકના મિત્ર તરફથી તમને સારા સમાચાર મળશે. માનસિક શાંતિ માટે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત પરિવાર સાથે કરો. આગામી થોડા સમયમાં તમને તમારા માતા તરફથી વારસાગત મિલકતનો લાભ મળવાના યોગ બની રહ્યા છે. જે મિત્રો સાચા પ્રેમની રાહમાં છે તેમની મુલાકાત આજે તેમના સાચા જીવનસાથી સાથે થશે.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી

8. વૃષિક – ન,ય(Scorpio):જે પણ મિત્રો આજે ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે તેઓ કોઈની કરેલી ભૂલની સજા બીજા કોઈને કરશે અને પછી પસ્તાવો કરશે તો પહેલાથી તકેદારી રાખજો. આજે તમારા ગુસ્સાને કાબુમાં રાખો. નાની નાની વાતે તમે જેવીરીતે લોકો પર આક્ષેપ કરો છો એ આદત સારી નથી. તમારા વાણી વર્તનથી આજે તમારી નજીકનું કોઈ તમારાથી નારાજ થઇ જશે. તમે જેટલા વિચારો સારા કરશો એટલું વધારે સારી રીતે કામ કરી શકશો. તમારા જીવનસાથીને તમારા દરેક નિર્ણયમાં સામેલ કરો અને તેમની મંજૂરી પણ જરૂર લેજો.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): તબિયતની કાળજી રાખો છો એ સારી વાત છે પણ સતત તેની ચિંતા કરવી નહિ. તમારા કોઈ જુના મિત્રોને કોન્ટેક્ટ કરો અને તેમની સાથે વાત કરીને હળવા થઇ જાવ. જો ભવિષ્યને લઈને તમે કોઈ પ્લાન બનાવ્યો છે તો તેની શરૂઆત આજથી કરશો નહિ, તમારા નવા કામને લગતા વિચારો બહારના લોકોને જણાવશો નહિ, વેપારી મિત્રોને આજે મુસાફરી કરવાના યોગ છે તો જરૂરિયાતના કાગળ અને દવાઓ સાથે રાખો નહિ તો સ્વસ્થ્ય ખરાબ થવાના યોગ છે. જીવનસાથી જો ઘણા સમયથી નારાઝ છે તો તેમને કોઈ ભેટ આપીને મનાવી લો. આજની રાત તમારા જીવનની સૌથી યાદગાર રાત બની રહેશે. સંતાનો આજે તમારી મદદ માંગે કોઈ કામમાં તો પ્રેમથી તેમને સમજાવો અને મદદ કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

10. મકર – જ, ખ (Capricorn): .
ઘણા સમયથી જે મિત્રો પોતાનું ઘર કે પછી સ્થાયી મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છે તેઓ આજે ટોકન આપી શકે છે. આજે કોઈ પણ સારા કે મોટા પ્રોજેક્ટ માટે ઘરેથી નીકળો ત્યારે મંદિરે દીવો જરૂર કરજો અને માતા પિતાના આશીર્વાદ લેવાનું ચુકતા નહિ. સ્વાસ્થ્યની તમારે વધારે કાળજી રાખવાની છે. સાંજના સમયે પેટનો દુખાવો કે પછી ગેસ અથવા એસીડીટી જેવી તકલીફ થઇ શકે છે. આજે રાત તમારા જીવનની એક યાદગાર રાત બનીને રહેશે. જીવનસાથીને નાની નાની સરપ્રાઈઝ ગીફ્ટ આપો.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો

11. કુંભ – ગ,શ,સ(Aquarius): લાંબા સમયથી ચાલી આવનારી મુશ્કેલીઓનો અંત થશે. વજન ઓછું કરવા માંગતા મિત્રો આજથી જ કસરત અને બીજા પ્રયોગો શરુ કરી દેવા જોઈએ. પત્ની સાથે મનભેદ થઇ શકે છે. નાની નાની વાતે જે શંકા કરવાની જો તમને આદત છે તો એને બદલો. તમારા સંતાન તરફથી આજે સારા સમાચાર મળશે. લાંબી યાત્રાના યોગ છે તો પત્નીને પણ સાથે લઈને જઈ શકો છો. રોકાણ કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી તો કોઈપણ પ્રકારના રોકાણમાં પૈસા રોકતા પહેલા સો વાર વિચાર કરજો. અનુભવી મિત્રોની મદદ લેવાની રાખશો તો કોઈપણ મુશ્કેલીનો અંત આવી જશે. સાંજનો સમય બાળકો અને પરિવાર સાથે વિતાવો.
શુભ અંક : ૨
શુભ રંગ : જાંબલી

12. મીન – દ,ચ,જ,થ(Pisces): આજનો દિવસ તમને થકવી દેનારો લાગશે. પણ આજે જેમ જેમ દિવસ પસાર થશે તમારા માટે અનેક ખુશખબરીઓ આવશે. સંતાનો અને પરિવાર તરફથી પુરતો સપોર્ટ મળશે. નોકરી કરતા મિત્રોને પોતાના ઉપરી અધિકારીઓની મદદ લઈને અટકેલા દરેક પ્રોજેક્ટ પૂર્ણ કરી શકશો. કામ કરવાની ક્ષમતામાં વધારો થશે. આજે તમારા મિત્રો તમારી પાસે ઉધાર પૈસા માંગી શકે છે. એ પૈસા કયા કામમાં વાપરવાના છે એનું પણ ધ્યાન રાખજો. આજે વાણી અને વર્તનમાં તકેદારી રાખજો. જો કોઈ શરતીય રોકાણ સ્કીમ હોય તો તેનાથી દૂર રહો.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

તમને કદાચ ગમશે