4 ઑક્ટોબર, 2018 નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ ?

325

1મેષ રાશી ભવિષ્ય

અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો-તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટૅન્શન હળવું કરશે. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્રનો કૉલ આવશે. મહત્વના લોકો સાથે હળો-મળો ત્યારે તમારા આંખ-કાન ખુલ્લા રાખો-કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે.

2વૃષભ રાશી ભવિષ્ય

તમારી આસપાસના લોકો તમને ખૂબ જ અપેક્ષાયુક્ત લાગશે-તમે આપી શકો તે કરતાં વધારનું વચન આપતા નહીં-અને અન્યોને ખુશ કરવા તમારી જાતને થકાવટની હદ સુધી ન ખેંચતા. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારૂં પ્રિયપાત્ર તમને અમર્યાદ રૉમેન્ટિક આનંદ આપશે. તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. તમારા જીવનસાથી તમારી આજે વધુ પડતી દરકાર લેશે અને તમને ખાસ હોવાની અનુભૂતિ કરાવશે.

3મિથુન રાશી ભવિષ્ય

ખિન્ન તથા નિરાશ ન થાવ. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. મિત્રો તમને સહકાર આપનારા જણાશે-પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો. પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં. કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને લાગણીશીલ સંઘર્ષથી દૂર રહો. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણી-પીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે.

4કર્ક રાશી ભવિષ્ય

ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. તમારૂં જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઆ બાબચની જરૂરૂ નહીં રહે. આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે. બિઝનેસમેન્સ માટે સારો દિવસ. બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે. આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે-અને સરપ્રાઈઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં. આજે તમને સવારે કંઈક એવું મળશે, જે તમારા આખા દિવસને અદભુત બનાવી મુકશે.

5સિંહ રાશી ભવિષ્ય

કોઈક સંતપુરુષનાં આશિષતમને માનસિક શાંતિ આપશે. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. મિત્રો સાથે સાંજ મોજ-મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે. તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી-હાસ્યનો કોઈ અવાજ નથી-હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો. નોકરી માટેના ઈન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયો-ડૅટા મોકલવા માટે સારો દિવસ. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે, પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો.

6કન્યા રાશી ભવિષ્ય

આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. તમારો જિદ્દી સ્વભાવ તમારા માતા-પિતાની શાંતિને નુકસાન પહોંચાડી શકે છે. તમારે તમની સલાહ પર ધ્યાન આપવાની જરૂર છે. બધાને આહત કરવા કરતાં કહ્યાગરા બનવું સારૂં. લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મુકશે. તમારા માતા-પિતા તેમનું વચન ન પાળે તે હતાશ થતા નહીં- મામલો ઉકેલવા માટે તમારે તેમની સાથે બેસીને વાત કરવી રહી. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે.

7તુલા રાશી ભવિષ્ય

ભાર તથા કોલેસ્ટ્રોલનું ઉચ્ચ પ્રમાણ ધરાવતો ખોરાક ટાળો. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. કોઈક અંગત સમસ્યા સૂલઝાવવામાં તમારી મદદની અપેક્ષા રાખતા કોઈક વૃદ્ધ સંબંધી તરફથી આશીર્વાદ મળશે. સૅક્સ અપીલ વાંછિત ફળ આપશે. વ્યાવસાયમાં તમારી માસ્ટરીની કસોટી થશે. ધાર્યા પરિણામો આપવા માટે તમારે તમારા પ્રયાસોને કેન્દ્રિત કરવાની જરૂર છે. આઉટસ્ટૅશન પ્રવાસ આરામદાયક નહીં હોય-પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે.

8વૃશ્ચિક રાશી ભવિષ્ય

ખૂલ્લામાં પડ્યું હોય એવું ખાણું ખાતા નહીં કેમ કે તેનાથી તમે માંદા પડી શકો છો. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો પણ વાહન ચલાવતી વખતે વધારે તકેદારી રાખજો. પ્રેમ તથા રૉમાન્સ તમને ખુશખુશાલ મૂડમાં રાખશે. તમારો ભાગીદારો સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે.

9ધન રાશી ભવિષ્ય

જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. સાંજે અણધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. તમારૂં પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે-આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. નવું સાહસ લલચાવનારૂં તથા સારૂં વળતર આપનારૂં હશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. આજે તમને તમારી જીવનસંગિની સાથે વીતાવવા માટે પૂરતો સંમય મળશે, પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

10મકર રાશી ભવિષ્ય

ફિટનેસ તથા વૅટ લૉસ પ્રૉગામ્સ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. તમારા પરિવારના સભ્યોની જરૂરીયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથિમકતા હોવી જોઈએ. આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે.ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારૂં રૉમેન્ટિક જીવન પણ અપવાદ નથી. તમારી આંતરિક ક્ષમતા કામના સ્થળે તમારો દિવસ અદભુત બનાવવામાં તમારી મદદ કરશે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. સવારના સમયે પાવર-કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે, પણ તમારાર જીવનસાથી તમારી મદદે આવશે.

11કુંભ રાશી ભવિષ્ય

ઘરની ચિંતાઓ તમને બેચેન કરી મુકશે. શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો. લાગણીશીલ જોખમ તમારી તરફેણમાં જશે. તમારા પ્રેમી-પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કંઈપ કરવાનું ટાળવું જોઈએ. કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કંઈક સારૂં વર્તન કરશે. આજે ઓવું વર્તન કરો જાણે કે તમે સ્ટાર છો-પણ માત્ર પ્રશંસાને પાત્ર ઠરે એની જ ચીજો કરજો. રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લગ્નજીવનમાં તાણ પેદા થઈ શકે છે.

12મીન રાશી ભવિષ્ય

આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. તમારી લાગણીઓ પર અંકુશ મુકવો તમારી માટે મુશ્કેલ થઈ પડશે-પણ તમારી આસપાસના લોકોને કનડતા નહીં અન્યથા તમે એકલા પડી જશો. લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે. તમારી સખત મહેનત તથા સમપર્પણ તમારા વિશે ઘણું બધું કહી જશે તથા તમને આત્મવિશ્વાસ તથા સહકાર જીતાડી આપશે. તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો. તમારા જીવનસાથી આજે તમારી શાખે પર થોડી અવળી અસર કરે એવી શક્યતા છે.