19, જાન્યુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ અને સાથે વાંચો કેવું રહેશે આજે તમારું લક…

2653

પોઝિટિવ : નોકરી અને બિઝનેસ સાથે જોડાયેલ નવી બાબતો જાણવા મળી શકે છે. આવક, ખર્ચ, પરિવાર અને ધંધાકિય જીવનમાં સંતુલન જાળવી રાખવું. બીજાંનાં વખાણ કરવાં અને તેમની સાથે ખુલ્લા મને વાત કરવી. આમાં તમારો જ ફાયદો છે. ભાગીદારીના નવા અવસરોનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરવો. કાર્યક્ષેત્રમાં આગળ વધવાની તક મળી શકે છે.

નેગેટિવ : આજે કોઇને કોઇ વસ્તુની અછત વર્તાયા કરશે. કઈં નવું ટ્રાય ન કરવું. પરિસ્થિતિઓ તમારા પક્ષે નહીં રહે. લોકો પર વધારે વિશ્વાસ ન કરવો. દરેક વસ્તુમાં ટિપ્પણી કરવાની ટાળવી. સહકર્મચારીઓ સાથે અણબન થઈ શકે છે. પડકારરૂપ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.

લવ : પ્રેમ પ્રસ્તાવમાં અસફળતા મળવાના યોગ છે.

ફેમિલી : પરિવારનું પૂરેપૂરું સમર્થન મળી રહેશે. મનોરંજન અને રોમાંસની તક મળી રહેશે. સામાજિક સ્થિતિ મજબુત બનશે.

કેરિયર/પ્રોફેશન : આજે બિઝનેસમાં વ્યસ્તતા રહેશે. તમારી વાતને અધિકારીઓ સાંભળશે. સ્ટૂડન્ટ્સ માટે સમય સારો રહેશે.

હેલ્થ : સાંધાનો દુખાવો સતાવી શકે છે. ખાન-પાન ડિસ્ટર્બ થઈ શકે છે.

ઉપાય :હનુમાન મંદિરમાં લાલ રેશમી દોરો ચઢાવવો.

પોઝિટિવ : તમે એકદમ વ્યવહારિક રહેશો. ખાસ લોકોનું ધ્યાન તમારા પર અને તમારા કામકાજ પર રહેશે. વિશ્વાસુ લોકોની મદદ લઈને મોટા નિર્ણય લેવા. સમજી-વિચારીને આગળ વધવું. રોકાણ કે ખરીદીમાં કોઇ મોટો નિર્ણય અત્યારે ન કરવો. પૂરાં કરેલ કામનો ફાયદો મળી શકે છે. ધીરજ અને સંયમ રાખવો.

નેગેટિવ : કેટલાક લોકો તમારી નિંદા કરશે અને તમારી પાસેથી કામ કઢાવવાનો પ્રયત્ન પણ કરશે. આજે કોઇ ખોટો નિર્ણય લેવાઇ જવાની શક્યતા છે. ખર્ચ વધવાના યોગ છે.

ફેમિલી : સંબંધોમાં કોઇ મોટી અણસમજણ ઊભી થઈ હોય તો, સમાધાન મળી શકે છે. જીવનસાથી દ્વારા કોઇ ગિફ્ટ મળી શકે છે. પ્રેમ સંબંધો મજબુત બનશે.

લવ : પ્રેમ સંબંધો મજબુત બનશે.

કેરિયર/પ્રોફેશન : કાર્યક્ષેત્રમાં કામ-કાજ વધારે રહેશે. બિઝનેસમાં પિતાનો સહયોગ મળવાના યોગ છે. સ્ટૂડન્ટ્સને મહેનત મળવાના યોગ છે.

હેલ્થ : પેટનો દુખાવો સતાવી શકે છે. આળસ અને થાક પણ રહેશે.

ઉપાય : કોઇ બ્રાહ્મણને જનોઇ દાનમાં આપો.

પોઝિટિવ : નોકરીમાં કોઇ વધારાની જવાબદારી મળી શકે છે. નોકરી સાથે સંકળાયેલ કોઇ ફાયદો મળી શકે છે. કોઇપણ સમસ્યાને મોટી ન સમજવી. કોઇ પડકાર તમારા માટે તક બની શકે છે. બીજાંની મદદથી કામ પૂરાં કરી સકશો. દુશ્મનો તમને સતાવી નહીં શકે.

નેગેટિવ : વધારે પડતા ગભરાવું નહીં. તમારાં રહસ્યો બહાર પડી શકે છે. વાહનથી સાવધાન રહેવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રમાં જોશથી કામ કરવાથી નુકસાન થઈ શકે છે.

ફેમિલી : પતિ-પત્ની વચ્ચે અણસમજણ દૂર થઈ શકે છે. દાંપત્યજીવનમાં સુખ વધશે.

લવ : પાર્ટનર સાથે સારો સમય પસાર કરવા મળશે.

કેરિયર/પ્રોફેશન : આર્થિક બાબતોમાં દિવસ થોડો અનુકૂળ રહેશે. સ્ટૂડન્ટ્સ માટે સમય થોડો નકારાત્મક બની શકે છે.

હેલ્થ : પિતાના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે. તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે.

ઉપાય : ઘર કે ઓફિસમાં જૂની સાવરણીનો ઉપયોગ ન કરવો.

પોઝિટિવ : આજે સફળતા મળવા માટે દિવસ ઠીક-ઠાક છે. કોઇ નવું કામ શરૂ કરવા અને સમસ્યાઓ હલ કરવા દિવસ સારો છે. નવી નોકરી માટે ઓફર મળે તો વ્યવહારિક ઢંગે એ અંગે વિચારવું. મહેનત, ઉત્સાહ અને આત્મવિશ્વાસથી કામ કરવાં. બગડતા સંબંધો સુધારી શકો છો.

નેગેટિવ : આરામ કરવા માટે સમય નહીં મળી શકે. કોઇ કામ માટે વધારે જીદ ન કરવી. તેનાથી તમારાં કામ બગડી શકે છે.

ફેમિલી : જીવનસાથીનો મૂડ ઠીક નહીં રહે. અણબનાવ થઈ શકે છે.

લવ : પ્રેમી માટે ખર્ચ કરવામાં મનમાં હિચકિચાહટ થઈ શકે છે.

કેરિયર/પ્રોફેશન :ખર્ચ વધી શકે છે. જૉબ અને બિઝનેસમાં પૈસા અટવાઇ શકે છે. સ્ટૂડન્ટ્સ માટે દિવસ સારો છે.

હેલ્થ : ગળાના રોગ સતાવી શકે છે. કોઇ ઈન્ફેક્શન પણ થઈ શકે છે.

ઉપાય : પીપળાને પાણી ચઢાવો અને ઘીનો દિવો કરો.

પોઝિટિવ :શાંતિથી કામ લેવું. પરિસ્થિતિઓને સંભાળવાનો પ્રયત્ન કરવો. આત્મવિશ્વાસ વધારે રહેશે. પોતાની વાત કહેવા માટે બહુ ઉત્સુક રહેશો. મિત્રો સાથે સારો સમય પસાર થશે. પહેલાં કરેલ કામનો ફાયદો મળી શકે છે. જૂનાં કાયદાકિય કામ પૂરાં થવાના યોગ છે.

નેગેટિવ : મનોરંજન પાછળ ખર્ચ વધી શકે છે. પોતાની ભાવનાઓને મનમાં દબાવી રાખવી. નોકરિયાત લોકોને ઓફિસ કે ફિલ્ડમાં ટેન્શન વધી શકે છે. બૉસ કે માલિક સાથે અણબન થઈ શકે છે. નકામી યાત્રાઓ પાછળ ખર્ચ વધી શકે છે.

ફેમિલી : પારિવારિક સમસ્યાઓનું સમાધાન મળી રહેશે.

લવ : પ્રેમ પ્રસ્તાવમાં અસફળતા મળી શકે છે.

કેરિયર/પ્રોફેશન : કેટલીક બાબતોમાં નસીબનો સાથ નહીં મળી શકે. મહેનત કરવી પડી શકે છે. બિઝનેસ સંબંધિત કોર્ટ-કચેરીની બાબતોમાં તમારો પક્ષ મજબૂત બનશે. સ્ટૂડન્ટ્સને વધારે મહેનત કરવી પડશે.

હેલ્થ : સ્વાસ્થ્યમાં ગડબડ થવાની શક્યતા છે.

ઉપાય :તુલસી આગળ ઘીનો દિવો કરવો.

પોઝિટિવ : રોજિંદાં કામ સારી રીતે પૂરાં કરી સકશો. આવક વધવાના યોગ છે. બિઝનેસ કે ઓફિસ ટૂરના યોગ છે. કઈંક નવું શીખવાની તક મળી શકે છે. લોકોની મદદ મળી રહેશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી. પૈસા અને મહત્વનાં કાગળ સાચવીને રાખવાં. સંપત્તિનાં કામ માટે દિવસ અનુકૂળ છે.

નેગેટિવ : મિત્રોમાં વધારે પડતો સમય ન બગાડવો. તમારાં રહસ્યો કોઇની સાથે શેર ન કરવાં. નકામા વિવાદોથી દૂર રહેવું. દેવું ન કરવું.

ફેમિલી : પારિવારિક જવાબદારીઓ મળી શકે છે. જીવનસાથી તમારી મદદ કરી શકે છે.

લવ : પાર્ટનર સાથે મનની વાત શેર કરવી.

કેરિયર/પ્રોફેશન : આજે તમને સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં સમય તમારા પક્ષે રહેશે. સ્ટૂડન્ટ્સનું ટેન્શન આજે વધી શકે છે. આજે આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે.

હેલ્થ : થાક અને આળસ વધી શકે છે. માનસિક તણાવ પણ રહી શકે છે.

ઉપાય :ઓફિસ કે ગાડીમાં પોતાની સીટ પોતાની સીટ પર લાલ કપડું પાથરી બેસવું

પોઝિટિવ : આજે તમારું પૂરેપૂરું કામ કામ પર રાખવું. સમયસર કામ પૂરાં કરવાનો પ્રયત્ન કરવો. જેટલાં કામ સમયસર પૂરાં થશે તેનો તેટલો જ વધુ ફાયદો મળશે. ધનલાભના યોગ છે.

નેગેટિવ : કાર્યક્ષેત્રમાં કોઇ મોટા બદલાવથી બચવું. કામનો બોઝ હોવા છતાં કામમાં મન નહીં લાગે. કોઇ જવાબદારીભર્યું કામ ટાળવાથી નુકસાન થઈ શકે છે. ધન સંબંધિત બાબતોમાં કોઇ મોટો નિર્ણય ન લેવો. તણાવ વધી શકે છે.

ફેમિલી : દાંપત્યજીવનમાં પ્રેમ અને સુખ વધવાના યોગ છે.

લવ : પાર્ટનરની નજરમાં તમારી ઇજ્જત વધી શકે છે.

કેરિયર/પ્રોફેશન :બિઝનેસમાં સાથે કામ કરતા કેટલાક લોકો તમારી મદદ કરશે. કેટલાક લોકો તમારી વાત માનશે પણ ખરા. માનસિક તણાવ અને કોઇ અજાણ્યો ડર સતાવી શકે છે.

હેલ્થ :સ્વાસ્થ્યની બાબતમાં નસીબનો સાથ મળશે. સીઝન પ્રમાણે ખાવા-પીવામાં ધ્યાન રાખવું.

ઉપાય : ભૈરવ મંદિરમાં કાળા તલ ચઢાવવા.

પોઝિટિવ : કોઇ વાત મનમાં ન રાખવી. કોઇને કોઇ રીતે કામનો ફાયદો મળી શકે છે. પૈસાની સ્થિતિમાં સુધારો લાવવાની સારી તક મળી શકે છે. બેરોજગાર લોકોએ આગળ વધવા અનુભવી લોકોની સલાહ લેવી. લવ લાઇફમાં થોડું સંતુલન જાળવી રાખવાનો પ્રયત્ન કરવો. બિઝનેસનાં મોટાભાગનાં કામમાં તમારી જવાબદારી વધી શકે છે.

નેગેટિવ : પોતાનાં કામમાં ઓછું અને બીજાંના કામમાં વધારે વ્યસ્ત ન રહેવું. તેનાથી તમારાં કામ અધૂરાં રહી શકે છે. કોઇને કોઇ બાબતે અછત વર્તાશે. મૂડ બદલાઇ શકે છે.

ફેમિલી : કેટલીક બાબતોમાં જીવનસાથીનો મૂડ ખરાબ થઈ શકે છે. પારિવારિક સમસ્યાથી તણાવ વધવાના યોગ છે. દાંપત્યજીવનમાં ખુશહાલી માટે જીવનસાથીથી કોઇ વાત ન છૂપાવવી.

લવ : લવ પાર્ટનરનો સહયોગ અને પૈસા મળી શકે છે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસમાં નવી યોજનાઓ બનવાના યોગ છે. લેણ-દેણમાં ફાયદો થશે. તમારી જવાબદારી વધી શકે છે.

હેલ્થ : માથાનો દુખાવો અને શરીરનો દુખાવો વધવાની શક્યતા છે.

ઉપાય : તુલસીના છોડમાં થોડા ચોખા નાખી પ્રણામ કરો.

પોઝિટિવ :દિવસ સામાન્ય રહેશે. તમારા પ્રયત્નોનાં વખાણ થશે. કોઇ નવી નોકરી શરૂ કરી હોય કે કોઇ નવું કામ હાથમાં લીધું હોય તો, કામ વધારે રહી શકે છે. તમારું પ્લાનિંગ ગુપ્ત રાખવું.

નેગેટિવ :નસીબના વિશ્વાસે જરા પણ ન રહેવું. ધનહાનિ થવાની શક્યતા છે. કોઇને ઉધાર પૈસા ન આપવા, નહીંતર પૈસા અટવાઇ શકે છે. કોઇ માન ન ઇચ્છવા છતાં જબરજસ્તી કરવી પડી શકે છે.

ફેમિલી : ફેમિલી અને જીવનસાથી સાથે સારો સમય પસાર કરવા મળશે.

લવ : પાર્ટનર સાથે ફરવા જવાનો પ્લાન બની શકે છે.

કેરિયર/પ્રોફેશન : કાર્યક્ષેત્રમાં સથે કામ કરતા લોકોની મદદ ન મળવાથી તમે દુ:ખી થઈ શકો છો. થાક અને આળસ સતાવશે.

હેલ્થ : પેટ બગડી શકે છે.

ઉપાય : પાણી પીવા માટે સ્ટીલ કે ધાતુના ગ્લાસનો ઉપયોગ કરવો.

પોઝિટિવ : દિવસ સારો છે. છેલ્લા થોડા દિવસોમાં કોઇ મહત્વનું કામ કરવાનું વિચારી રહ્યા હોય તો, આજે એ પૂરું કરવાનો યોગ છે. ધીરજ રાખવી. મિત્રો સાથે દિવસ હસી-મજાકમાં પસાર થશે અને દિવસ આરામથી પસાર થશે, નોકરીમાં તમારા પ્રયત્નો સફળ થશે. આજે તમે કોઇ મહત્વનો નિર્ણય લઈ શકો છો અને તેમાં તમને સફળતા પણ મળી શકે છે.

નેગેટિવ :પૈસા બાબતે કોઇ મુશ્કેલ પરિસ્થિતિ સામે આવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે મનમાં કઈંક બેચેની થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.

ફેમિલી : પરિવારના સંબંધીઓ સાથે આત્મિયતા વધી શકે છે. સંતાન બાબતે ચિંતા વધી શકે છે. પરિણીત લોકો માટે દિવસ તમારા પક્ષે રહેશે.

લવ : કુંવારા લોકોને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે. દિવસ સારો રહેશે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસમાં ફાયદાનો સમય છે. રોકાણમાં ફાયદાના યોગ છે. સ્ટૂડન્ટ્સ માટે મહેનત કરવાનો સમય છે. ભણવામાં મન લાગશે.

હેલ્થ : જરૂરી રિપોર્ટ કરાવતા રહેવું. ગળા અને રક્ત સંબંધિત રોગ થવાની શક્યતા છે.

ઉપાય : પાણીમાં તલ મિક્સ કરી સૂર્યને જળ ચઢાવવું.

પોઝિટિવ : મનમાં ચાલી રહેલ બેચેનીમાંથી છૂટકારો મળશે. ગુસ્સા અને ઉત્તેજના પર કંટ્રોલ કરવો. બગડતાં કામ પૂરાં થઈ શકે છે. કામ પૂરેપૂરી જવાબદારીથી નિભાવવાનો પ્રયત્ન કરવો. મહેનતથી સફળતા મળી શકે છે. કોઇ નવું કામ શરૂ કરવાની જગ્યાએ રોજિંદાં કામ પર ધ્યાન આપવું. સામાજિત રીતે સક્રિય રહેશો. મિત્રો અને સંબંધીઓ સાથે સમય પસાર કરવા મળશે. કોઇ પ્રેમ પસંગ શરૂ થવાની શક્યતા છે. જૂના મિત્રો અને સંબંધીઓની મદદ મળી શકે છે.

નેગેટિવ : ગંભીર વાતોમાં ગુંચવાઇ શકો છો. કોઇને કોઇ બાબતે અણસમજણ ઊભી થઈ શકે છે. કામ પૂરાં થવામાં અડચણો આવી શકે છે. નકામા ખર્ચના યોગ છે.

ફેમિલી : જીવનસાથીનો પ્રેમ અને સન્માન મળી રહેશે.

લવ : પાર્ટનર સાથે સમય પસાર કરવા મળશે.

કેરિયર/પ્રોફેશન : કાર્યક્ષેત્રમાં વિવાદની શક્યતા છે. બિઝનેસમાં સફળતા અને ફાયદો મળી શકે છે. સ્ટૂડન્ટ્સને સરળતાથી સફળતા મળી શકે છે.

હેલ્થ : માનસિક અશાંતિ અને તણાવ વધી શકે છે. થાક અને આળસ રહેશે.

ઉપાય :મુલેઠી ખાઓ.

પોઝિટિવ :મનમાં ઘણી જાતના વિચારો આવી શકે છે. વારંવાર મૂડ બદલાઇ શકે છે. ધનલાભના યોગ છે. પરિવાર અને સાથે કામ કરતા કેટલાક લોકો અને સમાજની મદદ મળી શકે છે. જાત મહેનત અને સંબંધોની મદદથી સફળતા મળવાના યોગ છે.

નેગેટિવ : સ્વાસ્થ્ય બાબતે થોડા સાવધાન રહેવું. રાજકિય, કાયદાકિય, લેખન અને પ્રકાશનના કામમાં સફળતા મળવાના યોગ ઓછા છે. કોઇ મોટો નિર્ણય ન લેવો. વ્યસનોથી દૂર રહેવું.

ફેમિલી : જીવનસાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો.

લવ : એકબીજાને સમય આપવો.

કેરિયર/પ્રોફેશન :પાર્ટનરશીપવાળા બિઝનેસમાં ફાયદો ઓછો મળશે. સાવધાની રાખવી. કૉમર્સ ફિલ્ડના સ્ટૂડન્ટ્સને મહેનત કરતાં વધારે પરિણામ મળી શકે છે.

હેલ્થ : સ્વાસ્થ્યમાં ચઢાવ-ઉતાર આવી શકે છે.

ઉપાય : અપોઝિટ જેન્ડરના લોકોને ચોકલેટ ખવડાવવી.

રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો