21, જાન્યુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ અને સાથે વાંચો કેવું રહેશે આજે તમારું લક…

3115

પોઝિટિવ :  તમારો વ્યવહાર જેટલો સકારાત્મક રાખશો, એટલા જ વધુ ફાયદા થશે. કોઇપણ કામમાં પહેલ કરવામાં સંકોચ ન રાખવો. તમે જે પણ લક્ષ્ય નક્કી કરશો તેના માટે કોઇને કોઇની મદદ મળી રહેશે.

નેગેટિવ :  મહેનતથી કોઇ કામ પૂરું કરશો, પરંતુ એક નાનકડી ભૂલથી આખુ કામ નવેસરથી કરવું પડશે. દવા, કેમિકલ્સ અને કમીશનનું કામ કરતા લોકોએ સાવધાન રહેવું.

લવ :  લવ લાઇફ સારી રહેશે. પાર્ટનર દ્વારા કોઇ સરપ્રાઇઝ મળી શકે છે.

ફેમિલી : પહેલાં લીધેલા નિર્ણયો પર નવેસરથી વિચાર કરવાની ઇચ્છા થશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરવા મળશે.

કેરિયર/પ્રોફેશન :  નોકરિયાત અને બિઝનેસ કરતા લોકો માટે દિવસ સામાન્ય છે. કેટલીક બાબતોમાં મહેનત કરતાં ઓછું ફળ મળી શકે છે. આગામી સમય સારો છે. નિરાશ ન થવું. નવી જૉબ ઓફર મળી શકે છે.

હેલ્થ : મહેનત અને કામ વધારે હોવાથી માનસિક અને શારીરિક થાક સતાવી શકે છે.

ઉપાય :અખરોટ ખાવાં.

પોઝિટિવ : બિઝનેસ કરતા લોકોની આવક વધી શકે છે. કેટલાક નોકરિયાત લોકોને એક્સ્ટ્રા ઇનકમ મળી શકે છે. અધિકારીઓ સાથે મહત્વની વાતચીત થઈ શકે છે. ગંભીર બાબતો બહાર આવી શકે છે. તેનાં પરિણામ તમારા પક્ષે રહેશે. તમારી યોજનાઓ પૂરી થઈ શકે છે. ફાયદો અને ખુશી મળવાના યોગ છે. સામાન્ય કરતાં વધારે ફાયદો મળી શકે છે. મહત્વની બાબતોમાં નવી તક મળી શકે છે. નોકરીમાં વાતાવરણ સારું રહેશે. કોઇ મોટો નિર્ણય લેવો પડી શકે છે.

નેગેટિવ : ભવિષ્ય બાબતે કોઇ આશંકા સતાવી શકે છે. ઓફિસમાં કામનું ભારણ વધારે રહેશે. નવી યોજનાઓમાં ગુંચવાઇ શકો છો. તેનાથી તમારો ઘણો સમય ખર્ચાઇ શકે છે. કોઇની નિંદા કરવાથી તમારું જ નુકસાન થઈ શકે છે.

ફેમિલી : સંતાન તમારી ઇચ્છાથી કામ કરશે.

લવ : આજે તમે અપોઝિટ જેન્ડરના લોકોને આકર્ષિત કરશો. પાર્ટનરનું દિલ જીતી જશો. લવ લાઇફ માટે દિવસ સારો છે.

કેરિયર/પ્રોફેશન :ધનલાભ થઈ શકે છે. કોઇ સારી અને સકારાત્મક ઘટનાના પણ યોગ છે. કોમર્સના સ્ટૂડન્ટ્સને સફળતાના યોગ છે.

હેલ્થ : કમરના નીચેના ભાગની બીમારી સતાવી શકે છે.

ઉપાય : દૂધમાં બદામ મિક્સ કરી પીઓ.

પોઝિટિવ : આજે લીધેલા કોઇ નિર્ણય પર કાલે ફરીથી વિચાર કરવો પડી શકે છે. ધીરજથી કરેલ વિચારથી ફાયદો થઈ શકે છે. આગામી દિવસોમાં તમને ફાયદો થશે. કેટલાક મહત્વના નિર્ણય લેવા પડી શકે છે. ભૌતિક સુખ મળવાના યોગ છે.

નેગેટિવ : કોઇપણ નિર્ણય લેતાં પહેલાં બરાબર વિચારી લેવું.

ફેમિલી : માતાની મદદ મળી રહેશે. સંતાન સાથેના સંબંધો સુધરશે. પરિવાર માટે તમારે તમારી ઘણી ઇચ્છાઓનો ત્યાગ કરવો પડશે.

લવ : લગ્ન જીવનમાં તણાવ વધી શકે છે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસ અને કાર્યસ્થળમાં મુશ્કેલીઓ રહેશે, પરંતુ બહુ જલદી તેમાંથી છૂટકારો મળશે. કોઇ મહત્વની વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે.

હેલ્થ : કમર અને પેટનો દુખાવો સતાવી શકે છે.

ઉપાય : કિન્નરોને પૈસા અને લીલી બંગડી આપો.

પોઝિટિવ : આઝાદી ફીલ કરી સકશો. કામકાજમાં સમસ્યાઓનું સમાધાન આવશે. દરેક કામ સમજી-વિચારીને કરશો. તેનાથી તમને ફાયદો થશે. જમીન-જાયદાદથી ફાયદો થશે. કોર્ટ-કચેરીની બાબતોમાં ફાયદો મળી શકે છે. પ્લાનિંગથી તમને સફળતા મળશે. વ્યવહાર અને વિચારસરણી હકારાત્મક રાખો.

નેગેટિવ : કામકાજમાં મન કન્ફ્યૂઝ રહેશે. પ્રયત્નોમાં સફળતા ન મળે તો, નિરાશ ન થવું. કન્ફ્યૂઝન વધી શકે છે. ઉતાવળમાં કામ બગડી શકે છે. બિઝનેસમાં ખર્ચ થઈ શકે છે. નોકરીમાં મુશ્કેલીઓ આવી શકે છે.

ફેમિલી : પરિવારનો સહયોગ મળી શકે છે. સંતાન અને પરિવારના લોકો સાથે સંબંધોમાં ધ્યાન આપવું.

લવ : દાંપત્યજીવનમાં તણાવ રહેશે. જીવનસાથી તમને અને તમારી વાતોને મહત્વ આપશે.

કેરિયર/પ્રોફેશન :અપ્રિય સ્થિતિ બની શકે, પરંતુ તેનાથી તમારા બિઝનેસ પર ખાસ અસર નહીં થાય. કોઇ એક્ટ્રા જવાબદારી મળી શકે છે. અટકેલું ધન મળી શકે છે.

હેલ્થ : સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. થાકના કારણે શરીરનો દુખાવો થશે. અપૂરતી ઊંઘની સમસ્યા સતાવસે. પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું.

ઉપાય : ગાયને લોટ ખવડાવો.

પોઝિટિવ :યાત્રાની યોજના બની શકે છે. મિત્રો સાથે ફરવા જવાનું પ્લાનિંગ બની શકે છે. ધન સંબંધિત કોઇ સમસ્યાનું સમાધાન મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો લાગવા તમે કેટલાક ખર્ચ પર કામ મૂકી શકો છો. રોજિંદાં કામ પૂરાં થશે. દિવસભર મસ્તી રહેશે. તમારા વ્યવહારનાં વખાણ થઈ શકે છે.

નેગેટિવ : ખર્ચ કે રોકાણ સમજી-વિચારીને કરવું. મનમાં પૈસાની ચિંતા સતાવશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જોશ અને હોશ પર સંતુલન જાળવી રાખવું. સતત મળતી સફળતાનો સિલસિલો તૂટી શકે છે. જરૂર કરતાં વધુ ખર્ચ થઈ શકે છે.

ફેમિલી : તમારું કામ ચૂપચાપ કરશો તો સફળતા મળશે અને પાર્ટનર સાથે શૈયા સુખ મળશે.

લવ : કુંવારા લોકો માટે દિવસ શુભ રહેશે. લવ પ્રપોઝલ મળી શકે છે.

કેરિયર/પ્રોફેશન : ઓફિસમાં તમારા વ્યવહારથી કામ લઈ શકો છો. ટેક્નિકલ વિષયોના સ્ટૂડન્ટ્સને સફળતા મળી શકે છે.

હેલ્થ : પેટના રોગ અને માનસિક તણાવ વધી શકે છે.

ઉપાય :હનુમાન ચાલિસાનો પાઠ કરવો.

પોઝિટિવ : ભાવનાઓમાં વહી ન જવું. તમને જેટલો ડર સતાવતો હશે, એટલું ખરાબ નહીં થાય. લોકો તમારી તરફ આકર્ષિત થઈ શકે છે. તમારી વાતમાં રસ લેશે. ક્યાંક ફરવા જવાનો પ્લાન બની શકે છે. કેટલાક સારા અનુભવ મળી શકે છે.

નેગેટિવ : રોજિંદા કામમાં મન ઓછું લાગશે. જમીન-જાયદાદ સંબંધિત મહત્વના નિર્ણય ન લેવા. આખો દિવસ ઉતાર-ચઢાવ રહેશે. નકામી વાતોમાં સમય ન બગાડવો. કામ પૂરાં થવાથી ચિંતા વધી શકે છે.

ફેમિલી : પતિ-પત્ની વચ્ચે સંબંધો સારા રહેશે.

લવ : લવ લાઇફ માટે સમય ઠીક-ઠાક રહેશે.

કેરિયર/પ્રોફેશન : આજે તમારો ખર્ચ વધી શકે છે. વ્યાપારીઓને સામાન્ય ફાયદો મળી શકે છે.

હેલ્થ : માતાના સ્વાસ્થ્યની ચિંતા સતાવશે. નિયમિત ચેક-અપ કરાવતા રહેવું.

ઉપાય :અખરોટ ખાઓ.

પોઝિટિવ : તમે જેટલી વધુ મહેનત કરશો એટલો જ વધુ ફાયદો મળશે. દિવસ થોડો સામાન્ય રહેશે. નોકરીમાં પ્રમોશન મેળવવા અને પગાર વધારો કરાવવાના પ્રયત્નો તમે પૂરેપૂરા કરશો. મિત્રોની મદદથી તમારાં કામ પૂરાં થઈ જશે. વ્યવહારમાં હળવાશ રાખવી. મહેનતનાં કામમાં પડવાની જગ્યાએ પૈસા સંબંધિત બાબતો પર ધ્યાન આપવું. ધીરજ અને શાંતિથી કામ કરવું. તણાવભરી સ્થિતિથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો. કરિયરમાં પ્રગતિ કે નોકરીમાં બદલાવની શક્યતા છે. કોઇ મહત્વની બાબતમાં સારા સમાચાર મળી શકે છે.

નેગેટિવ :  જીવનસાથી સાથે અણબનાવ બનવાના યોગ છે. કેટલાક લોકો તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરવાનો પ્રયત્ન કરશે. તમારો જિદ્દી સ્વભાવ તમારી મુશ્કેલીઓ વધારી શકે છે. રોજિંદાં કામકાજમાં વિવાદ થવાના યોગ છે. જરૂરી કામ અધૂરાં રહી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા સતાવી શકે છે. નોકરી અને બિઝનેસ સંબંધિત લીધેલા કોઇ મોટા નિર્ણય ખોટા ઠરી શકે છે.

ફેમિલી : પરિવારમાં કોઇ સભ્યના સ્વાસ્થ્ય બાબતે ચિંતા વધી શકે છે.

લવ :  પરિવારમાં તમારું વર્ચસ્વ વધી શકે છે. તમારા વ્યવહારથી પાર્ટનરનો મૂડ બદલાઇ શકે છે. પ્રેમ સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

કેરિયર/પ્રોફેશન :આજે તમારા કામનાં વખાણ થશે.

હેલ્થ : સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. માનસિક શાંતિ મળી શકે છે.

ઉપાય :  પાણીમાં પીળાં ફૂલ નાખી નહાવું.

પોઝિટિવ : તમારા મગજમાં કોઇ મોટી યોજના ચાલી રહી હોય તો, તેના પર કામ કરવા માટે દિવસ સારો છે. ભાઇઓ અને મિત્રોની મદદથી દિવસ સારો રહેશે. કઈંક રસપ્રદ માહિતી મળી શકે છે. કઈં મોટું પગલું લેતાં પહેલાં સારી રીતે વિચારી લેવું. પૈસાનું રોકાણ કરતાં પહેલાં બરાબર વિચારી લેવું કે, તમે જે જગ્યાએ રોકાણ કરી રહ્યા છો, તે યોગ્ય છે કે નહીં. ઓફિસનું વાતાવરણ ઉત્સાહભર્યું રહેશે. નજીકની કોઇ જગ્યાની યાત્રાના યોગ છે. રોજિંદાં કામમાં વડિલોની મદદ કરવી. જૂના મિત્રો તમારો ઉત્સાહ વધારી શકે છે.

નેગેટિવ : કેટલીક પરિસ્થિતિઓ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. અધૂરી માહિતીના આધારે કરેલાં કામ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ઉત્સાહમાં આવીને કોઇને વણમાગી સલાગ આપશો તો પણ મુશ્કેલીઓ વધશે. નોકરી અને બિઝનેસ સંબંધિત કોઇ રહસ્યની વાત બહાર આવી શકે છે. બચત વપરાઇ શકે છે. ધનહાનિના યોગ પણ બની રહ્યા છે. મકર રાશિના લોકોથી સાચવીને રહેવું.

ફેમિલી : માતા-પિતા પર નકામો ગુસ્સો ન કરવો, નહીંતર આગામી દિવસોમાં તમારાં બનતાં કામ પણ બગડી શકે છે.

લવ :પાર્ટનર તમારી વાત કહ્યા વગર જ સમજી જશે. પ્રેમ વધશે. દાંપત્યજીવનમાં સુધારો આવશે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસમાં સારી આવક થઈ શકે છે. કાર્યસ્થળ પર સુખદ વાતાવરણ બની શકે છે. સ્ટૂડન્ટ્સને મહેનત કરવાથી સફળતા મળવાના યોગ છે.

હેલ્થ :  એસિડિટી અને પેટના દુખાવાની સમસ્યા સતાવી શકે છે. ભોજન ઓછું લેવું.

ઉપાય :  ઓફિસ કે ઘરમાં પોતું કરી એ ભીનું કપડું ફેંકી દેવું.

પોઝિટિવ :આખો દિવસ ઉત્સાહમાં રહેશો. કઈંક નવું કરવાનો પ્રયત્ન કરી શકો છો. દિવસ રોમેન્ટિક અને ફળદાયી સાબિત થશે.

નેગેટિવ : ઓફિસમાં કોઇ કામ તમારા વિના નહીં થઈ શકે. કેટલાંક કામ અધૂરાં રહેશે.

ફેમિલી : જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે. પરિવારના સહયોગથી કોઇ ખાસ કામમાં સફળતા મળશે.

લવ :  પાર્ટનર સાથે સારો સમય પસાર કરવા મળશે.

કેરિયર/પ્રોફેશન : કોઇપણ પ્રકારના રોકાણ માટે સમય સારો છે. સ્ટૂડન્ટ્સને સફળતા મળવાના યોગ છે.

હેલ્થ : સ્વાસ્થ્યમાં ચઢાવ-ઉતાર આવશે.

ઉપાય :  કોઇ મંદિરમાં પીળા નેપકિન કે કપડાનું દાન કરો.

પોઝિટિવ : કામ સિવાય આત્મસન્માન પણ મહત્વનું રહેશે. કામકાજમાં ધનલાભના યોગ છે. પર્સનલ લાઇફમાં સફળતા મળશે. કેટલીક બાબતો અંગે એકાંતમાં વિચારવું. જૂના સંબંધો કામમાં આવશે.

નેગેટિવ : કામ સિવાય આત્મસન્માન પણ મહત્વનું રહેશે. કામકાજમાં ધનલાભના યોગ છે. પર્સનલ લાઇફમાં સફળતા મળશે. કેટલીક બાબતો અંગે એકાંતમાં વિચારવું. જૂના સંબંધો કામમાં આવશે.

ફેમિલી : જીવનસાથી સાથેના સંબંધો ગાઢ બનશે

લવ : પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે.સ સારો રહેશે.

કેરિયર/પ્રોફેશન : ઓફિસમાં કામ વધુ રહેશે. નીચલા વર્ગના લોકોની મદદ મળી શકે છે. ઈન્ટરવ્યૂ કે પરિક્ષામાં સફળતા મળી શકે છે.

હેલ્થ : પડવા-વાગવાના યોગ છે.

ઉપાય : સાંઈ બાબા કે પોતાના ગુરૂના નામથી થોડાં પૈસા ગરીબ લોકોને આપો.

પોઝિટિવ : કામકાજમાં સફળતા માટે પ્રયત્ન કરશો. લોકોને તમારી વાત સમજાવવાનો પ્રયત્ન કરશો. જેમાં ઘણા અંશે સફળતા પણ મળશે. મહત્વનાં કામ પૂરાં કરવાનો પ્રયત્ન કરવો. નોકરી અને પર્સનલ લાઇફ અંગે અલગ જ વિચારધારા બની શકે છે. યાત્રા દ્વારા કોઇ મોટું કામ થઈ શકે છે.

નેગેટિવ : કેટલાક લોકો તમારી વાત સાથે સહમત નહીં થાય. ખર્ચ વધી શકે છે.

ફેમિલી : ઘર-પરિવાર માટે શોપિંગ થશે. પરિવારનું વાતાવરણ સારું રહેશે.

લવ : પ્રેમી સાથે સંબંધો મધુર બનશે.

કેરિયર/પ્રોફેશન : ઘર-પરિવાર માટે શોપિંગ થશે. પરિવારનું વાતાવરણ સારું રહેશે.

હેલ્થ : માનસિક અશાંતિ અને તણાવ વધી શકે છે. થાક અને આળસ રહેશે.

ઉપાય :કોઇ મંદિરમાં જવ, તલ અને ચોખાનું દાન કરો.

પોઝિટિવ :કોઇ કામ તમે એકલા હાથે સફળતાથી પાર પાડશો, જેના પર તમને ગર્વ થશે. કાયદાકીય કાર્યોમાં તમારો વિજય થશે. કોઇ નવી ટેક્નિકના કારણે તમારાં કામ સરળ બની જશે. આજે તમે કોઇ નવું ઉપકરણ પણ ખરીદી શકો છો. કોઇ નવા વિચાર પર કામ કરી શકો છો.

નેગેટિવ : આસપાસના લોકો સાથે અણબન થઈ શકે છે. વ્યવહાર પોઝિટિવ રાખવો, નહીંતર મુશ્કેલી પડી શકે છે. લોકો તમારી રાહ સાથે સહેમત નહીં થાય.

ફેમિલી : ઘર-પરિવાર માટે શોપિંગ થશે. પરિવારનું વાતાવરણ સારું રહેશે.

લવ : નવા પ્રેમ સંબંધો શરૂ થઈ શકે છે. લગ્ન પ્રસ્તાવ મળી શકે છે.

કેરિયર/પ્રોફેશન :પાર્ટનરશીપવાળા બિઝનેસમાં ફાયદો ઓછો મળશે. સાવધાની રાખવી. કૉમર્સ ફિલ્ડના સ્ટૂડન્ટ્સને મહેનત કરતાં વધારે પરિણામ મળી શકે છે.

હેલ્થ : સ્વાસ્થ્ય પહેલાં કરતાં સારું રહેશે.

ઉપાય : અપોઝિટ જેન્ડરના લોકોને લેધરનું પર્સ કે બેલ્ટ ભેટમાં આપો.

રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો