આ કારણથી પીળા રંગની હોય છે રેસ્ટોરાંની દીવાલો : ગ્રાહકો જાતે જ કરે છે કંઇક આવું

75
Loading...

શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જ્યારે તમે કોઇ મોટી રેસ્ટોરાંમાં જાવ છો તો એ રેસ્ટોરાંની મોટાભાગની દીવાલો પીળા રંગની હોય છે. આ દીવાલો પર પીળો રંગ રાખવા પાછળ સુંદરતા ઉપરાંત પણ બીજું એક મોટું કારણ છે. જેને રેસ્ટોરાં ગ્રાહક ખૂબ જ સારી રીતે જાણે છે પરંતુ એમના ગ્રાહકોને કદાચ એ વાતની જાણકારી હોતી નથી. આજે જણાવીએ કેમ રેસ્ટોરાંની દીવાલો પીળા રંગથી પેન્ટ કરવામાં આવે છે.

તમને એ વાત જાણીને હેરાની થશે કે પીળો રંગ ભૂખ વધારે છે. એવામાં જો રેસ્ટોરાંની દીવાલો પીળા રંગથી રંગવામાં આવે તો અહીંયા આવનાર દરેક વ્યક્તિને જલ્દીથી ભૂખ લાગવા લાગે છે અને ગ્રાહકો અહીંયા આવીને જોરદાર ઓર્ડર કરે છે. તમને જણાવી દઇએ કે પીળા રંગને જોઇને ખાવાની તીવ્ર ઇચ્છા થાય છે. વાસ્તવમાં પીળા રંગને જોયા બાદ આપણું માથું સક્રિય થઇ જાય છે અને ભૂખ લાગવાની સિગ્નલ મોકલે છે જેનાથી આપણને ખાવાની ઇચ્છા થાય છે અને આપણે ખાવાનું ઓર્ડર કરીએ છીએ.

જણાવી દઇએ કે માત્ર પીળો રંગ જ નહીં પરંતુ નારંગી કલર પણ ભૂખ વધારવામાં જવાબદાર હોય છે. આ જ કારણ છે કે રેસ્ટોરાંની દિવાલોનો રંગ પીળો અથવા નારંગી રાખવામાં આવે છે. જે ગ્રાહકોને વધારે ખાવાનું ઓર્ડર કરવા મજબૂર કરે છે.

તમને કદાચ ગમશે

Loading...