આમળાનો મુરબો : શિયાળા ની બેસ્ટ વાનગી

40

Amla નો મુરબ્બોઃ

આમળાનો મુરબ્બો શિયાળામાં કોઈ ઔષધથી કમ નથી. આપણે પેઢી દર પેઢીથી શિયાળામાં આમળાનો મુરબ્બો ખાવાનો રિવાજ છે.

આમળામાં એન્ટિ ઓક્સિડન્ટ્સ, વિટામિન સી, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ હોય છે. તેનો મુરબ્બો ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધશે અને ગળાના દુઃખાવા સહિતની અનેક સમસ્યાઓ દૂર થશે.

આ સાથે પાચનને લગતી સમસ્યા, હાઈપર એસિડીટી, પાઈલ્સમાંથી પણ તે છૂટકારો અપાવે છે. આ મુરબ્બો આમળાને ખાંડમાં પ્રોસેસ કરી બનાવાય છે. જાણો આમળાનો મુરબ્બો બનાવવાની ઈઝી રીત.

Loading...

બનાવવાની રીત : 1

Amla ને ધોઈને એક દિવસ માટે પલાળી રાખો. બરાબર ધુઓ. તેમાં કાંટાથી નાના નાના કાણા પાડો. આમ કરવાથી તેમાં ખાંડ બરાબર ઉતરી શકશે.

બનાવવાની રીત : 2

એક પેનમાં પાણી ગરમ કરો અને 10 મિનિટ સુધી તેમાં આમળાને ઉકાળો. આમળા પોચા પડે અને પાણી ઉકળીને અડધુ થઈ જાય ત્યાં સુધી ઉકાળો.

તેમાં થોડો કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ખાવાનો સોડા ઉમેરી દો. આમ કરવાથી આમળાનો કલર જળવાઈ રહેશે.

બનાવવાની રીત : 3

ખાંડની ચાસણી બનાવવા માટે ખાંડને દોઢ લિટર પાણીમાં ગરમ કરો. તેને ધીમા તાપે ગરમ કરો એટલે ખાંડ ધીમે ધીમે ઓગળી જશે અને તેમાં તાર થાય તેવી ચાસણી બની જશે. ખાંડને ચમચીથી હલાવતા રહો.

બનાવવાની રીત : 4

આ ચાસણીમાં આમળા નાંખો અને બરાબર મિક્સ કરો. તેમાં તમે ખાંડેલી એલચી, કેસર, સિંધવલૂણ અને મરી નાંખી શકો છો.

બનાવવાની રીત : 5

ઢાંક્યા વિના આમળાને ચાસણીમાં ચડવા દો. આ મિશ્રણ ઘટ્ટ અને પારદર્શક થાય ત્યારે ગેસ બંધ કરી દો અને એક રાત ઠંડુ પડવા દો.

બનાવવાની રીત : 6

તેને એક બરણીમાં સ્ટોર કરો. આ મુરબ્બો ભેજ વિનાની જગ્યા હોય તો એક વર્ષ સુધી પણ સ્ટોર કરી શકાય છે.

ફાયદાઃ

સ્ટ્રેસ અને અનિદ્રાની સમસ્યા દૂર કરે છે.

પાઈલ્સમાં આમળાનો મુરબ્બો રામબાણ ઈલાજ છે.

શરીરને ઉર્જાસભર રાખે છે.

વાળ વહેલા ધોળા થતા અટકાવે છે અને વાળને સ્વસ્થ રાખે.

લિવર માટે ફાયદાકારક છે.

પિરિયડ્સ સમયે થતા દુઃખાવામાંથી રાહત આપે.

ઘૂંટણ કે સાંધાના દુઃખાવામાંથી છૂટ્ટી આપે.

પ્રજનન અંગો માટે સારો છે અને ફળદ્રુપતા વધારે છે

હૃદયનું સ્વાસ્થ સારુ રાખે છે.

ક્યારે ખાવોઃ

શિયાળામાં રોજ મુરબ્બો ખાવો જોઈએ. સવારે ઊઠીને પહેલા આ મુરબ્બો ખાવ. બાળકો માટે આ મુરબ્બો ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં નિયમિત આ ખાશે તો તેમના વિકાસમાં અવરોધ નહિ આવે. તે તેમને વિવિધ રોગોથી પણ દૂર રાખે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...