પતિએ નોંધ લીધી કે તેની પત્ની હંમેશા થાકેલી થાકેલી રહે છે, રૂમમાં કેમેરો લગાવ્યો તો ખુલ્યું ચોંકાવનારુ રહસ્ય

આ દુનિયામાં ‘માં’ તે તો અલોકિક શબ્દ છે, જેના સ્મરણ માત્રથી જ રોમ-રોમ જાગૃત થઇ જાય છે, માંની મમતા અને તેની હૂફની મહિમાને શબ્દોમાં વર્ણન નથી કરી શકાતું, તેને માત્ર અહેસાસ કરી શકાય છે. નવ મહિના સુધી ગર્ભમાં રાખવા, પ્રસુતિ પીડા સહન કરવી, સ્તનપાન કરાવવું, રાત રાત ભર બાળક માટે જાગવું, પોતે ભીનામાં રહીને બાળકને સુકામાં રાખવું, મીઠા મીઠા હાલરડાં સંભળાવવાને હૂફમાં છુપાવી રાખવું, તોતડી ભાષામાં સંવાદ અને મસ્તી કરવી, પ્રફુલ્લિત થઇ ઉઠવું, આંગળી પકડીને ચાલતા શીખવવું, પ્રેમથી વઢવું મારવું, રીસાવું-મનાવવું, દૂધ-દહીં-માખણના લાડ લડાવીને ખવરાવવું પીવરાવવું, બાળકના રક્ષણ માટે મોટામાં મોટા પડકારનો મક્કમતાથી સામનો કરવો અને મોટા થવા ઉપર પણ તે જ માસુમિયત અને પ્રેમ ભરેલું વર્તન. તે બધું જ તો દરેક માંની મૂળ ઓળખ છે.

આ સૃષ્ટિના દરેક જીવ અને જંતુની માં ની તે મૂળ ઓળખ છે. એક માં પોતાના સંતાન માટે કેટલો પણ ત્યાગ કરી દે છે. આજે અમે તમને એક એવી જ મહિલાની કહાની જણાવવાના છીએ જેના પતિને તેની ઉપર શંકા હતી કે છેવટે તે દિવસ આખો આટલી થાકેલી થાકેલી કેમ રહે છે? એવું કયું કામ તે કરે છે? કે તે તેની રાતની ઊંઘ પૂરી થતી નથી. ત્યારે મહિલા એ તેનો જવાબ ખુબ જ સારી રીતે આપ્યો જે જોઇને તમે પણ એક માંના બલીદાન અને બાળક માટે માંના પ્રેમ વિષે સારી રીતે સમજી જશો.

આજે અમે તમને અમેરિકાના લોસ એન્જીલીસના રહેવા વાળા મેલાનીયા ડાર્નેલ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જે સવારે ઉઠ્યા પછી ફ્રેશ રહેવાને બદલે ઘણી થાકેલી થાકેલી જ રહેતી હતી. મેલાનીયાના પતીને કાંઈ સમજાતું ન હતું કે છેવટે તેની સામે એવી કઈ તકલીફ આવી રહી છે કે તે સવારે ઉઠ્યા પછી વધુ થાકેલી રહે છે. તો તે બીજી તરફ મેલાનીયાને પોતાની આ તકલીફ વિષે બધી જ ખબર હતી.

મેલાનીયા આગળ જતા પોતાના આ દિવસોને યાદ કરી શકે, એટલા માટે તેમણે એક પ્લાન બનાવ્યો. જે મુજબ મેલાનીયા એ પોતાના રૂમના ધાબા ઉપર કેમેરો લગાવી દીધો. કેમેરામાં રેકોર્ડ થયેલો વિડીયો મેલેનીયા એ લગભગ ત્રણ મહિના પહેલા શેર કર્યો હતો.

શું છે વિડીયોમાં ?

સોસીયલ મીડિયા ઉપર fitmomma4three નામથી પોપ્યુલર મેલાનીયા એ બાળકો સાથે રાતના સમયનો પોતાનો વિડીયો પોસ્ટ કરી મધરહુડનું સત્ય રજુ કર્યું હતું. આ વિડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે મેલાનીયા પોતાના બાળકને સુવડાવવાના ચક્કરમાં પોતે પોતાની ઊંઘ પૂરી નહોતી કરી શકતી, પરંતુ ત્યાર પછી લગભગ ૬.૨૦ વાગ્યે મેલાનીયાને પથારી છોડી દેવી પડે છે.<

મેલાનીયાના પતી મુસાફરી વાળી જોબમાં છે અને મોટા ભાગે ઘરેથી બહાર રહે છે અને એવામાં તેને એકલા જ ત્રણ બાળકોને સંભાળવા પડે છે અને તે કારણ છે કે તે દિવસમાં થાકેલી થાકેલી એવી જોવા મળે છે.

આ વિડીયો પોસ્ટ કરતા મેલાનીયા એ કહ્યું કે સુરજ ડૂબતાની સાથે પેરેટીંગની જવાબદારી પૂરી નથી થતી. દિવસ હોય કે રાત બાળકોની દેખરેખ ચાલુ રહે છે. પોતાના માટે પુષ્કળ ઊંઘ, બાળકોની દેખરેખ અને તેની ઈમોશનલ જરૂરિયાતો પૂરી કરવાની વચ્ચે બેલેન્સ જાળવવું ઘણું અઘરું કામ છે. તેમનું કહેવું છે કે ઘણી રાતો જાગ્યા પછી પણ મારા માટે જીવનનો આ અનુભવ જ સુંદર છે, કેમ કે આ માતુત્વ સુખ એટલે મધરહુડનો ભાગ છે.

જુઓ વીડિઓ :

આ પણ વાંચો

એશિયાની બૉલ્ડ સુપરસ્ટાર NIA SHARMA નવા હોટ ફોટોસ સોશ્યિલ મીડિયા પર શેર કર્યા : જુઓ ફોટોસ

તમને કદાચ ગમશે