શું તમે પૈસાની કટોકટીમાં જીવો છો? આ ચાણક્ય નીતિ તમને ઉગારશે આ પીડાથી

દરેક માણસની પહેલી જરૂર હોય છે પૈસા. દોલત કમાવા માટે માણસ ઘણીવાર પોતાનું વ્યક્તિત્વ ભુલીને ખરાબ રસ્તે ચડી જાય છે. ચાણક્યે જણાવ્યું છે કે ધર્મગ્રંથો વાંચતા રહો. તેનાથી વિચારમાં શુદ્ધિ આવે છે અને જીવન- મૃત્યુ અને સુખ-દુઃખ એમ તમામ પ્રકારના ભય દૂર થાય છે. ભયથી મુક્તિ મેળવ્યા પછી જ આપણે કશું પ્રાપ્ત કરી શકીએ છીએ

ચાણક્ય અતિ વિદ્વાન અને જીવનના તમામ ક્ષેત્રમાં વિશેષ અભ્યાસુ હતાં. જે વ્યક્તિને ગરીબ કે નબળો હોવા છતાં સામર્થ્યવાન અને સુખી બનાવે છે. તમારા જીવનમાં કોઈ વસ્તુ તમે ઝંખતા હોય તેમ ન મળતી હોય તો તેમાં ચાણક્યનીતિથી ચોક્કસ મદદ મળશે.

ચાણક્યની નીતિને અનુસરીને ગરીબાઈ કે પૈસાની કમી પણ દૂર થઈ શકે છે. જો તમને માનવામાં ન આવતું હોય તો અપનાવો આ સૂત્રો જીવનમાં કે જે ચાણક્યે આપ્યા છે. તો આવો જાણીએ શું કરવાથી તકલીફો દૂર થાય અને સારા દિવસો આવે.

આચાર્ય ચાણક્યે ગરીબીને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય બતાવ્યો છે. તેમનું કહેવું છે કે તમે ઉદાર બની જાવ. દાન અને પુણ્ય કર્મના માધ્યમથી જ તમારી દરિદ્રતાનો નાશ થઈ શકે છે.

વૈદિક કાળમાં તો માન્યતા હતી કે દરિદ્ર વ્યક્તિ કેવળ દાનથી જ પોતાની દરિદ્રતાનો નાશ કરી શકે છે. તમારો વ્યવહાર જ તમારા દુઃખોને દૂર કરી શકે છે. દુઃખોને દૂર કરવા માટે વ્યવહારમાં નમ્રતા અને શાલીન પણું લાવવું જોઈએ. ત્યારેજ કષ્ટો દૂર થાય છે.

ચાણક્યે જણાવ્યું કે આપણા જીવનમાં સૌથી મોટો શત્રુ છે અજ્ઞાનતા. અજ્ઞાનતાથી જ જીવનમાં કષ્ટ મળે છે. તેને દૂર કરવા માટે જ્ઞાનનો સહારો લો. જ્ઞાનની પ્રાપ્તિ જ એક માત્ર રીત છે અભ્યાસ છે.

તમને કદાચ ગમશે