જો રહેવું છે હૃદયના રોગોથી દૂર, તો જરૂર કરાવો આ તપાસ, બચી શકો છો ગંભીર રોગોથી

આપણા શરીરમાં આપણું હૃદય સૌથી સંવેદનશીલ અને મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે. જો હૃદય સંબંધિત કોઈ પણ પ્રકારની બીમારી થઈ જાય, તો એ ઘણી જીવલેણ સાબિત થાય છે. તે વ્યક્તિને સાવધાન થવાની તક પણ નથી આપતી. જીવલેણ બીમારીઓ થવાનું મુખ્ય કારણ વ્યક્તિનું ખોટું ખાનપાન અને અનિયમિત જીવનશૈલી હોય છે.

હદય સંબંધિત સામાન્ય બીમારીઓમાં હાર્ટ અટેક, ધમનીઓ સંકોચાઈ જવું, હદયના ધબકારા અનિયમિત થઈ જવા જેવી સમસ્યા છે. એમાંથી ઘણી બધી બીમારીઓ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થાય છે.

આજકાલના સમયમાં યુવાવસ્થામાં મોટાભાગના લોકો એ વિચારે છે કે એમને કોઈ બીમારી નથી થઈ શકતી. પણ એ લોકોનું આ વિચારવું એકદમ ખોટું છે. જયારે વ્યક્તિની ઉંમર 40 વર્ષની થાય છે, તો એને વિવિધ પ્રકારની બીમારીઓ ઘેરી લે છે.

માટે જો તમે હદય સંબંધિત બીમારીઓ વિષે જાણવા માંગો છો તો તમારે થોડી તપાસ કરાવવી ઘણી જરૂરી છે. જેથી સમય રહેતા તમે આ સમસ્યાઓ વિષે જાણકારી મેળવી શકો છો, અને એનો ઈલાજ સારી રીતે કરાવી શકશો.

આજે અમે તમને આ લેખના માધ્યમથી હદયની બીમારીઓ માટે કઈ-કઈ તપાસ જરૂરી છે એના વિષે જાણકારી આપવાના છીએ.

આવો જાણીએ કે હદયની બીમારીઓથી બચવા માટે તમારે કયા-કયા ટેસ્ટ કરાવવા જરૂરી છે.

૧. કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી :

દિલથી સંબંધિત બીમારીઓની તપાસ કરાવવા માટે કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી ઘણી જરૂરી છે. ડોક્ટર કોલેસ્ટ્રોલ લેવલને બીજા રિસ્ક ફેક્ટર જેવા કે પારિવારિક ઈતિહાસ, સ્મોકિંગ અને હાઈ બીપી વગેરેને પણ ધ્યાનમાં રાખીને આંકે છે.

૨. જો છાતીમાં દુઃખાવો થાય તો કરાવો આ તપાસ :

તમે ઈસીજી ટેસ્ટ કરાવી શકો છો. ઈસીજી ઓછા સમયમાં થવા વાળી સુરક્ષિત, દુઃખાવા રહિત અને ઓછા ખર્ચ વાળી ટેસ્ટ પદ્ધતિ છે, જે હૃદયની કોઈ પણ સમસ્યાની આશંકા થવા પર કરવામાં આવે છે. આ તપાસના માધ્યમથી હૃદય સંબંધિત બીમારીઓની જાણકારી મેળવી શકાય છે.

૩. શરૂઆતી લક્ષણ માટે કરાવો આ ટેસ્ટ :

જો તમે ઈસીજી/સ્ટ્રેસ ટીએમટી ટેસ્ટ કરાવો છો, તો એનાથી હૃદયના સંચાલનમાં કોઈ પણ પ્રકારની ગડબડના શરૂઆતી સંકેત મળી જાય છે. આ હૃદયની દેખરેખનું શરૂઆતી ટેસ્ટ હોય છે, ત્યારબાદ તમે અન્ય ટેસ્ટ કરાવી શકો છો.

૪. સિટી હાર્ટ સ્કેન કરવો :

આ હાર્ટ ઈમેજીંગ ટેસ્ટ હોય છે, એમાં સિટી ટેક્નિકથી હૃદયની સંરચના, કોરોનરી સર્ક્યુલેશન અને રક્ત વાહિનીઓની સ્થિતિની જાણકારી મેળવી શકાય છે.

૫. કોરોનરી સિટી એન્જીઓગ્રાફી :

જો લોહીના પ્રવાહમાં કોઈ પ્રકારની કોઈ અડચણ થાય છે, તો તમે કોરોનરી સિટી એન્જીઓગ્રાફી ટેસ્ટ કરાવી શકો છો. એનાથી ધમનીઓની દીવાલ પર કેલ્શિયમ જમા થયો હોવાની જાણકારી મળે છે. એમાં કોઈ પણ પ્રકારની ચીર ફાડ નથી કરવામાં આવતી. આ પ્રક્રિયામાં 30 મિનિટ લાગે છે.

૬. ઈકોકાર્ડીઓગ્રાફી ટેસ્ટ :

હૃદયના કામકાજને સમજવા માટે ઈકોકાર્ડિઓગ્રાફી ટેસ્ટ કરવામાં આવે છે. એ હૃદયના કામકાજના જરૂરી કાર્યોની જાણકારી આપે છે. જો તમે આ ટેસ્ટ કરાવો છો તો એની મદદથી એ વાતની જાણકારી મેળવી શકાય છે, કે હૃદયની માંસપેશીઓને કેટલું લોહી મળી રહ્યું છે.

તમને કદાચ ગમશે