છાતીની બળતરા પુરે પુરી શાંત કરી નાખે છે આ ઘરેલુ નુસખા, એક વાર જરૂર ટ્રાય કરો

98
Loading...

છાતીમાં બળતરા થવી એક એવી વસ્તુ છે જેને લગભગ બધા વ્યક્તિ ક્યારેય ને ક્યારેય જરૂર અનુભવ્યું હશે. જ્યારે પણ છાતીમાં બળતરા થાય છે તો આપણને કોઈ કામમાં મન લાગતું નથી. આપણે ઝડપથી છાતીના બળતરાથી છુટકારો મેળવવા માંગીએ છીએ. ઘણા લોકો છાતીમાં થનારા બળતરાને હલકામાં લઇ લે છે અને ઘણા દિવસો સુધી આનો ઈલાજ કરાવતા નથી.

અમે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે છાતીમાં બળતરાને અવગણવું તમારા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. જો તમને છાતીમાં વારંવાર બળતરા થતી રહે છે, અને તમે આનો ઈલાજ કરતા નથી, તો આ આગળ જઈને ગેસ્ટ્રોઇસોફૈગલ રીફ્લક્સ ડીસીજ (જીઈઆરડી)નું રૂપ લઇ શકે છે.

આ બીમારી થવા પર માણસને ખાવાનું ખાવામાં પરેશાની થાય છે. સાથે જ જયારે તે ઊંઘે છે તો તેના ગળા કે મોં માં બળતરાની સાથે તરલ પદાર્થ આવા લાગે છે. એટલા માટે છાતીમાં બળતરા થવા પર તરત ઈલાજ કરવો જરૂરી હોય છે.

જો તમારા છાતીમાં વારંવાર બળતરા થઇ રહી છે, તો તમારે ડોક્ટરની પાસે જરૂર જવું પડશે. જો ડોક્ટરની પાસે જવામાં તમને થોડો સમય લાગે છે કે તમારા છાતીમાં ક્યારેક જ બળતરા થાય છે, તો તમે એવામાં અમારા જણાવેલ ઘરેલુ નુશખા અજમાવી શકો છો. આ નુસખાથી તમારા છાતીમાં થઇ રહેલ બળતરામાં રાહત જરૂર મળશે.

છાતીમાં બળતરા થવાના ઘણા બધા કારણ હોઈ શકે છે. એટલા માટે આની પાછળનું કારણ જાણવું પણ ખુબ જરૂરી હોય છે. ઘરેલુ નુસખા જાણવા પહેલા આવો આપણે જાણી લઈએ કે છાતીમાં બળતરા થવાના કેટલાક કારણો વિષે.

આ કારણે થાય છે છાતીમાં બળતરા :

છાતીમાં બળતરા થવાનું સૌથી મોટું કારણ એસીડીટી હોય છે. આના સિવાય જો તમે યોગ્ય સમય પર જમવાનું નથી જમતા તો પણ છાતીમાં બળતરા થઇ શકે છે. એટલે કે રાત્રે ઊંઘવાના ઓછામાં ઓછા 3 કલાક પહેલા તમારે જમવાનું જમી લેવું જોઈએ. જો તમે જમ્યા પછી તરત ઊંઘી જવો છો તો તમને આગળ ચાલીને છાતીમાં બળતરા થવાની સંભાવના થઇ શકે છે.

સાથે જ વધારે મોટાપો અને મસાલેદાર ખાવાથી પણ છાતીમાં બળતરાનું કારણ થઇ શકે છે. ખાટ્ટા ફળ ખાવું, વધારે ટેંશન લેવું અને દવાઓનું વધારે સેવન કરવાથી પણ છાતીમાં બળતરાની સમસ્યા થઇ શકે છે.

છાતીમાં બળતરાથી છુટકારો મેળવવાનો ઘરેલુ ઉપાય :

ચાલો હવે તમને કેટલાક એવા નુસખા જણાવીએ જે તમારા છાતીના બળતરાને જલ્દી જ શાંત કરવામાં મદદ કરે છે.

સફરજનનું વિનેગાર :

અડધા ગ્લાસ પાણીમાં 1 ચમચી સફરજનનું વિનેગાર અને 1 ચમચી મધ મિક્ષ કરીને પી જવો. આનાથી છાતીમાં થઇ રહેલા બળતરા શાંત થઇ જાય છે.

દૂધ :

દરરોજ રાત્રે ઊંઘવાના પહેલા એક ગ્લાસ શાકર વિના દૂધ પી જાવ. આનાથી તમને ક્યારેય પણ છાતીમાં બળતરા થશે નહિ.

પીળી સરસવ :

એક ગ્લાસ લસ્સીમાં એક ચપટી સરસવ પાઉડર મિક્ષ કરીને પીવાથી બળતરાથી છુટકારો મેળવી શકાય છે.

એલોવેરા જ્યુસ :

જ્યારે પણ ખાવાનું ખાવો છો તો તેના અડધા કલાક પહેલા એલોવેરા જ્યૂસનું સેવન કરો.

સફરજન :

દરરોજ એક સફરજન ખાવાનથી છાતીમાં બળતરાથી રાહત મળે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

આ પણ વાંચો

આ દેશમાં લગ્નના છે અનોખા રિવાજો : કેટલાક મજેદાર તો કેટલાક છે અજીબ.

તમને કદાચ ગમશે

Loading...