નવજાત શિશુ માટે અમૃત સમાન છે કેસર : જાણો વધુ

106

કેસરનો ઉપયોગ સ્વાસ્થ્ય અને સોંદર્ય લાભ મેળવવા માટે કરવામાં આવે છે. કેસરની તાસીર ગરમ હોય છે. કેસર આપણા શરીરમાં દુર્બળતાને દૂર કરીને તાકાત આપે છે. ખાવાનો સ્વાદ વધારવા સાથે કેસરનો ઉપયોગ કેટલાક પ્રકારનાં આયુર્વેદિક ઉપચારમાં પણ કરવામાં આવે છે. આવો જાણીએ તેના અન્ય ફાયદા વિશે હંમેશા નવજાતને શરદી-ખાંસીની સમસ્યા ઘેરી લે છે. આ સમસ્યાથી નવજાત શિશુને બચાવવા માટે માતાનાં દૂધમાં કેસર ભેળવીને તેના નાક અને માથા પર હળવા હાથે ઘસવાથી લાભ થાય છે. કેસર જાયફળ અને લવિંગનો લેપ બનાવીને નવજાત શિશુની છાતી અને પીઠ પર લગાવવાથી શરદીમાં ફાયદો થાય છે.

1મગજ તેજ બને છે

કેસને ચંદન સાથે ઘસીને તેનો લેપ માથા પર લગાવવાથી માથા, આંખો અને મગજને શીતળ મળે છે. આ લેપને લગાવવાથી મગજ તેજ બને છે.

2માથાનો દુઃખાવો

માથાનો દુઃખાવો દૂર કરવા માટે કેસરનો ઉપયોગ કરી શકાય છે. માથાનો દુઃખાવો થવા પર ચંદન અને કેસરને ભેળવીને માથા પર તેનો લેપ લગાવવાથી માથાનાં દુઃખાવામાં રાહત મળે છે.

3અનિન્દ્રા દૂર કરે

અનિન્દ્રાની ફરિયાદને દૂર કરવામાં પણ કેસર ઘણું જ ઉપયોગી થાય છે. તેની સાથે જ ટેન્શનને પણ દૂર કરે છે. રાત્રે ઊંઘતા પહેલા દૂધમાં કેસર નાખીને પીવાથી સારી ઊંઘ આવે છે.

4તાવમાં ઉપયોગી

કેસરમાં ‘ક્રોસીન’ નામનું તત્વ રહેલું હોય છે, જે વૈજ્ઞાનિક રીતે તાવને દૂર કરવામાં ઘણું ઉપયોગી માનવામાં આવે છે. તેની સાથે જ આ એકાગ્રતા, સ્મરણ શકતી અને રિકોલ ક્ષમતાને પણ વધારવાનું કામ કરે છે.

જાણો વધુ

ખોટી રીતે સૂવાથી ચહેરાને થાય છે નુકસાન : જુઓ આ છે સુવાની સાચી રીત