ખોટી રીતે સૂવાથી ચહેરાને થાય છે નુકસાન : જુઓ આ છે સુવાની સાચી રીત

હેલ્થ ડેસ્કઃ એક સારી ઉંઘ આપણા સ્વાસ્થ્ય માટે હંમેશા જરૂરી છે, પરંતુ કેટલીકવાર સારી ઉંઘ લઇ શકતા નથી. જાણીને આશ્ચર્ય થશે કે એક સારી ઉંઘ ન લઇ શકવાના કારણે અથવા તો ખોટી રીતે સૂવાથી આપણે અનેક પ્રકારની બીમારીઓના શિકાર થઇ શકીએ છીએ. ખરાબ લાઇફસ્ટાઇલની સાથોસાથ ખાણી-પીણી અને આપણી સૂવાની ખોટી સ્ટાઇલના કારણે તેની અસર આપણા શરીર પર જોવા મળે છે. આંખ ફૂલાઇ જવી, ખીલની પ્રોબ્લેમ, એક સાઇડનો ગાલ દબાઇ જાય છે. જો તમે ધ્યાન આપ્યું હશે તો જણાવી દઇએ કે સાચી રીતે નહીં સૂવાથી તેની અસર આપણા ચહેરા પર પડે છે અને આપણી સ્કિનનો ગ્લો ધીરે-ધીરે ઓછો થવા લાગે છે.

જાણો કઇ રીતે સૂવું તમારા માટે કેટલું ફાયદાકારક છે
ઓશિકાની આવી અસર પહોંચે છે આપણી સ્કિન પર
જોતમે બેક અને પીઠ કરીને સૂવો છો તો આ સૂવાની સ્ટાઇલ સૌથી સારી છે. ઉંઘતી વખતે હંમેશા પ્રયાસ કરો કે તમે 20થી 30 ડિગ્રીના એંગલ પર સૂવો. સૂવાની આ સ્ટાઇલથી તમને અનેક ફાયદા થશે. આમ કરવાથી તમારું પેટ પણ ઠીક રહે છે, પરંતુ જો તમે પેટના ભાગે સૂવો છો તો મોઢું ઓશિકામાં દબાય છે, જેનાથી ચહેરાની ક્રીમ ઓશિકામાં લાગી જશે અને તેનું ઇન્ફેક્શન પણ થઇ શકે છે. તેમજ તે આગળ જતા ખીલ થાય છે.

પેટના ભાગે સૂવું છે ખતરનાક
પેટના ભાગે સૂવું અનેક રીતે જોખમી છે. જો તમે પેટના ભાગે સૂવો છો તો સૌથી મોટી સમસ્યા શ્વાસ લેવામાં થઇ શકે છે અને તેના કારણે તમારી સ્કિનના પોર્સ ખૂલી જાય છે. સૌથી મહત્વની વાત એ છે કે પેટના ભાગે સૂવાથી ચહેરાનું બ્લડ સર્ક્યૂલેશન બગડી જાય છે, જેના કારણે ખીલની સમસ્યા, ચહેરા પર રિંકલ્સ, થાક જેવી સાઇડ ઇફેક્ટ્સ જોવા મળે છે.

સૂવાની સાચી રીત
– હંમેશા પ્રયાસ કરો કે બેકના ભાગે સૂવો
– ચહેરાને હંમેશા આગળની તરફ રાખીને સૂવો
– ઓશિકા તરફ મોઢું દબાવીને ન સૂવો, તેનાથી અનેક પ્રકારની સમસ્યા થાય છે.
– જો તમે સાચી રીતે ઉંઘશો તો તમારો ચહેરો આપોઆપ ગ્લો કરવા લાગે છે

તમને કદાચ ગમશે