આ દેશમાં લગ્નના છે અનોખા રિવાજો : કેટલાક મજેદાર તો કેટલાક છે અજીબ.

80
Loading...

લગ્નનો અર્થ હોય છે મસ્તી-મજા, ડાન્સ, દારૂ, સંબંધ, હસી-મજાક, મોજડી ચોરવી અને ન જાણે બીજું શું શું. આ બધું ભારતીય લગ્નમાં થાય છે. ભારતમાં દરેક ધર્મમાં અલગ અલગ રીતિ રિવાજ હોય છે. જેમ કે મુસ્લિમમાં નિકાહ, ગિરજાઘરમાં વેડિંગ અને બધા ધર્મોમાં અલગ અલગ રીતિ રિવાજ. રીતમાં ભલે ગમે એટલા બદલાવ હોય પણ રસ્મનો અર્થ થાય છે પ્રેમ અને આશીર્વાદ.

આપણા દેશમાં થવાવાળા લગ્નમાં રીતિ-રિવાજથી તમે પરિચિત જ હશો. તો તમને જણાવીએ વિદેશોમાં થવાવાળા લગ્નના રીતિ-રિવાજો વિષે, જે ઘણા મજેદાર પણ છે અને સાથે જ તમને વિચારવા પર મજબુર પણ કરી દેશે.

બ્રાઝિલના લગ્ન જેવી રીત આપણા દેશમાં મનાવવામાં આવે તો વરરાજો નારાજ થઈ જાય. અહીં પર વરરાજો મસ્ત રીતે તૈયાર થઈને આવે છે તો એના કપડાં જ ફાડી દેવામાં આવે છે. તે એક પ્રકારની રસ્મ હોય છે, જ્યાં વરરાજાની ટાઈને એના મિત્રો દ્વારા ઉતારવામાં આવે છે અને પછી એના ટુકડા કરીને વેચવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે એ ટુકડાથી જે પૈસા આવે છે એનાથી જ કપલનું હનીમૂન પ્લાન કરવામાં આવે છે.

મેક્સિકોમાં નાચવા-ગાવાનો અલગ જ રીતિ-રિવાજ છે. ગીત વગાડવાની સાથે સાથે વરરાજાને દારૂ પણ પીવડાવવામાં આવે છે. મેક્સિકોના લગ્નમાં એક ગીતની રમત રમવામાં આવે છે. બાળપણમાં જો તમે પોસમ પા રમ્યા હોવ, તો જણાવી દઈએ કે આ રસ્મ કંઈક એવી જ હોય છે. બે લોકોના પરસ્પર હાથ જોડવામાં આવે છે અને એની વચ્ચેથી વરરાજા અને નવવધૂએ નીકળવાનું હોય છે. બને માંથી જે બહાર નથી નીકળી શકતું એણે ટકીલા શોટ મારવો પડે છે. જે સૌથી ઓછી વખત ટકીલા શોટ મારે છે તે જીતી જાય છે.

જાપાનના લગ્નમાં ગિફ્ટ આપવાનો એક અજીબ રિવાજ છે. આપણા દેશમાં લોકો ગિફ્ટ આપે છે અથવા પૈસા આપે છે. જાપાનમાં પણ પૈસા આપવામાં આવે છે, પરંતુ અલગ રીતે. અહીંના રિવાજ અનુસાર જે વરરાજા અને નવવધૂની વધારે નજીક હોય છે તે એટલી મોટી રકમ લઈને આવે છે. આ અવસર હોય છે એ જણાવવાનો કે તમે એ જોડીને કેટલો પ્રેમ કરો છો અને તમે એમને પોતાનાથી કેટલા નજીકના માનો છો.

ફ્રાન્સમાં લગ્ન જેટલા રોયલ હોય છે એટલા જ મજેદાર પણ હોય છે. અહીં લગ્નમાં વરરાજો અને નવવધૂને ઘણા હેરાન કરવામાં આવે છે. અહીં લગભગ 5 કલાક સુધી જમવાનું ચાલે છે અને લગ્ન કરવા વાળી જોડીએ દરેક મહેમાન સાથે થોડું થોડું ખાવું પડે છે. એટલું જ નહીં જમ્યા પછી એમને જબરજસ્તી ડ્રિન્ક પણ કરાવવામાં આવે છે. જયારે તેઓ ભાન ભૂલીને ઊંઘી જાય ત્યારે એમને હોર્ન વગાડીને જગાડવામાં આવે છે.

જેવી રીતે ભારતમાં લગ્ન સમયે નવવધૂ પોતાની ક્લીરો(નવવધૂના હાથમાં બાંધવામાં આવતું એક પ્રકારનું નાનકડા ઝુમ્મર જેવી વસ્તુ) પોતાની બહેનો અને બહેનપણીઓ પર પાડે છે, અને જેના પર ક્લીરો પડે છે એના પહેલા લગ્ન થાય છે. કંઈક એવું જ ગ્રીકમાં હોય છે. ગ્રીકમાં નવવધૂ પોતાની સેન્ડલની નીચે પોતાની બહેનપણીઓના નામ લખે છે, અને પછી લગ્નની બધી રસ્મ પુરી કરવામાં આવે છે. અંતમાં સેન્ડલ પરથી જેના નામ ભૂંસાઈ જાય એના જલ્દી જ લગ્ન થવાના હોય છે.

આ પણ વાંચો

સુશાંતસિંહ રાજપૂત ‘કિઝી ઔર મેની’ થી ડેબ્યુટર સંજના સાંઘવી સાથે એક્સ્ટ્રા-ફ્રેંડલી બન્યો ?

તમને કદાચ ગમશે

Loading...