હોમલોન સબસિડી ની મુદત માં વધારો જાણો કયા સુધી?

127
Loading...

PMAY સ્કીમ ને મળ્યો સારો પ્રતિસાદ

2022 સુધીમાં દેશના દરેક વ્યક્તિને ઘરનું ઘર આપવાના લક્ષ્યાંકને મેળવવા સરકારે હોમ લોન સબસિડી સ્કીમ પણ શરુ કરી છે, જેમાં પોતાનું પહેલું ઘર ખરીદનાર વ્યક્તિને હોમ લોન પર 2.67 લાખ રુપિયા સુધીની સબસિડી મળે છે. આ સ્કીમને જોરદાર રિસ્પોન્સ મળ્યો છે, અને આખા દેશમાં તેનો સૌથી વધુ લાભ ગુજરાતીઓએ લીધો છે.

૨૦૧૬ માં થઈ શરૂઆત

2016માં શરુ થયેલી આ યોજનાની ડેડલાઈન માર્ચ 2019 સુધીની રાખવામાં આવી છે, જોકે યોજનાની લોકપ્રિયતાને જોતા સરકાર તેને લંબાવીને 2022 સુધી કરી દે તેવી શક્યતા છે.

હાઉસિંક એન્ડ અર્બન અફેર્સ સેક્રેટરી દુર્ગી શંકર મિશ્રાએ ઝી બિઝનેસને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવયું છે કે, સરકાર આ યોજનાની ડેડલાઈન વધારવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.

EMI માં થાય છે ફાયદો

મહત્વનું છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની આ સ્કીમમાં સબસીડીની રકમ સીધી લોનની મૂળ રકમમાંથી કપાઈ જતી હોવાથી લોનનો ઈએમઆઈ 2000 થી લઈને 2200 રુપિયા સુધી ઘટી જાય છે.

સબસિડીની રકમ સીધી બેંકમાંથી જ બારોબાર એડજસ્ટ થતી હોવાથી તેમાં ભ્રષ્ટાચારને પણ કોઈ અવકાશ નથી.

મહિલા નું નામે હોવું જરૂરી

પોતાનું પહેલું ઘર ખરીદનાર કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે, તેની શરત એટલી છે કે ઘર માત્ર પુરુષ નહીં, પરંતુ પરિવારની મહિલા સભ્યના નામે પણ હોવું જોઈએ.

તેના માટેની અરજી પણ જે બેંકમાંથી લોન લીધી હોય તેમાં જ કરવાની રહે છે, અને અરજી કર્યાના નિશ્ચિત ગાળામાં સબસિડીની રકમ મળી જાય છે.

જરૂરી આવક મર્યાદા

હાલની જોગવાઈ અનુસાર, 18 લાખ રુપિયાની વાર્ષિક આવક ધરાવનારા પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. વર્ષની 6 થી 12 લાખ આવક ધરાવતા વ્યક્તિને 160 વારના મકાન પર સબસિડી મળી શકે છે,

જ્યારે 12 થી 18 લાખ વાર્ષિક આવકવાળઆ વ્યક્તિને 200 વારના મકાન પર આ યોજનાનો લાભ લઈ શકે છે. નિશ્ચિત શરતોના આધારે આ યોજના હેઠળ 2.67 લાખ સુધીની સબસિડી મળે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...