Rann Utsav 1 નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે , ટેન્ટના બદલે અહીં રોકાશો તો ઘણાબધા રૂપિયા બચી જશે

35
Loading...

Rann Utsav કચ્છમાં મસ્ત મોસમઃ

દેશમાં શિયાળો શરૂ થવાની તૈયારી જ છે ત્યાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવે સૂરજ પહેલા જેવો આકરો નથી લાગતો.

આવામાં ખાસ કરીને કચ્છમાં ઋતુ એકદમ આહલાદક થઈ ગઈ છે.

આવી જ મસ્ત મોસમમાં કચ્છમાં 1 નવેમ્બરથી Rann Utsav શરૂ થવા જઈ રહ્યો છે.

જો રણોત્સવમાં જવાનો પ્લાન હોય તો આટલું જરૂર જાણી લો, ફાયદામાં રહેશો.

Rann Utsav:

આ વર્ષે 1 નવેમ્બર 2018થી 20 ફેબ્રુઆરી 2019 સુધી Rann Utsav નું આયોજન થશે.

અહીં તમને કચ્છનું આર્ટ, મ્યુઝિક અને સંસ્કૃતિ બધુ જ માણવા મળશે.

અહીં કચ્છના કલાકારો, કચ્છી ભરતકામ કરતા કારીગરો, સંગીતકારો અને લોકનૃત્યકારો ભાગ લેશે.

આ સાથે જ તમને ગુજરાતના શ્રેષ્ઠ ભોજનનો સ્વાદ માણવા પણ મળશે.

એડવાન્સ બુકિંગ કરાવોઃ

આખા દેશમાં Rann Utsav એ સૌથી લોકપ્રિય મેળો અને ઉત્સવ છે.

કચ્છ રણોત્સવમાં જવાની ઈચ્છા હોય તો આટલી ટિપ્સ જરૂર ફોલો કરો.

ખૂબ લોકપ્રિય હોવાને કારણે રણોત્સવમાં પ્રવાસીઓનો ખાસ્સો ધસારો રહે છે.

આથી અમે તમને સલાહ આપીએ છીએ કે તમે તમારી ટિકિટ અને રહેવાની જગ્યાનું રિઝર્વેશન એડવાન્સમાં જ કરાવી દો.

કેવુ લોકેશન પસંદ કરવું?

નામ દર્શાવે છે તે મુજબ Rann Utsav કચ્છના સફેદ રણમાં યોજાય છે.

તેમાં તમને નજર પહોંચે ત્યાં સુધી સફેદ ખારો પટ જોવા મળશે.

યાત્રીઓ માટેના કેમ્પ ઉત્સવ અને સફેદ રણ વચ્ચે હોય છે.

તમે કેમ્પસાઈટમાં ટેન્ટ બુક કરાવશો તો તમને રાત્રે ચંદ્રનો નજારો માણવા મળશે.

આથી કેમ્પ સાઈટ પર બુકિંગ કરાવશો તો તમે રણોત્સવનો પૂરેપૂરો આનંદ માણી શકશો.

 

આટલું ભૂલતા નહિઃ

જો તમે Rann Utsav ની મુલાકાત લેવાનું વિચારતા હોવ તો તમારા આઈ ડી કાર્ડ અને તેની ઝેરોક્ષ લેવાનું ભૂલતા નહિ. વિદેશી યાત્રીઓ માટે પાસપોર્ટ અને તેની ઝેરોક્ષ ફરજિયાત છે.

આ આઈડી તમારે ટૂરિસ્ટ ઑફિસમાં બતાવવું પડે છે પછી જ તમને એન્ટ્રી મળે છે.

અહીં તમને ઝેરોક્ષ માટે કોઈ દુકાન નહિ મળે એટલે ઘરેથી જ આઈડી કાર્ડની એક બે ઝેરોક્ષ સાથે લઈને નીકળજો.

 

ક્યાં રહેવુ?

મોટાભાગના લોકો ઉત્સવ જ્યાં થાય છે તે કેમ્પસાઈટ પર રહેવાનું પસંદ કરે છે.

પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ભૂજ નજીક દેવપુર નામનું એક ગામ પણ આવેલુ છે જ્યાં રહેવાની સગવડ છે.

તમે ભીડભાડથી દૂર રહેવા માંગતા હોવ તો આ બેસ્ટ જગ્યા છે.

આ ઉપરાંત Rann Utsav માં કેમ્પ સાઈટમાં રાત્રે રહેવાનુ ભાડુ ઘણું ઊંચુ હોય છે.

આથી દેવપુર કે ભૂજમાં રહીને તમે પૈસા બચાવી શકો છઓ.

આ બંને જગ્યા રણોત્સવથી સારી રીતે કનેક્ટેડ છે અને રસ્તા પણ સારા છે.

તમે રણોત્સવ સુધી આવવા જવા માટે કેબ બુક કરાવી શકો છો.

 

આટલું તો ભૂલથી પણ મિસ ન કરતાઃ

રણોત્સવમાં યોજાતા શઆનદાર મેળા ઉપરાંત બીજુ ઘણું બધુ એવુ છે જે મિસ કરવા જેવુ નથી.

નજીકમાં નિરોના નામનું એક ગામ આવેલું છે જે કચ્છી કલાકારોનું હબ ગણાય છે.

અહીં તમે સ્થાનિક કલાકારોને કામ કરતા જોઈ શકો છે. અહીં હેન્ડિક્રાફ્ટ, કચ્છી શાલ અને સાડી પણ ખરીદી શકો છો. તે કોપરના વાસણો માટે પણ પ્રખ્યાત છે.

આ ઉપરાંત અહીંથી ધોળાવીરા પણ નજીક છે.

પ્રાચીન સંસ્કૃતિમાં રસ ધરાવતા લોકોને આ જગ્યાએ જવાની મજા પડી જશે.

તમે ભૂજ શહેર, વિજય વિલાસ પેલેસ, માંડવી શિપિંગ યાર્ડ, માતોનો મઢ અને કાળા ડુંગરની મુલાકાત પણ લઈ શકો છો.

આ પણ વાંચો : WARREN BUFFETT : રુપિયા લોહચૂંબકની જેમ તમારી પાસે ખેંચાઈ ને આવશે

તમને કદાચ ગમશે

Loading...