સેક્સમાં સંતોષ ના મળતો હોય તો પાર્ટનર સાથે આ રીતે કરો વાત : ખુશ થઇ જશે પાર્ટનર

228
Energetic lovemaking by anonymous couple under white duvet

1સેક્સમાં બન્નેને સંતોષ મળે તે જરુરી

ઘણાં રિલેશનશિપ કાઉન્સિલરનું માનવું છે કે, હંમેશા મહિલાઓ સેક્સથી સંતુષ્ટ નથી થતી અને તેઓ આ વિશે પોતાના પાર્ટનરને કહેતા ખચકાય છે. સંબંધોમાં તણાવ થયા પછી પણ બન્ને આ વિશે વાત નથી કરી શકતા. સંબંધોમાં તણાવ આવવાના શરુ થઈ જાય છે કારણ કે તમે પાર્ટનરને પોતાની વાત કહેતા નથી, પછી તે ઈશારામાં હોય કે ખુલીને. તમને જણાવીએ કે પાર્ટનરને કઈ રીતે પોતાની વાત જણાવશો.

2બેડરુમ એક્ટિવિટી વધારો

તમે બેડરુમ એક્ટિવિટીને રોચક બનાવી શકો છો. તેના માટે સેક્સ ગેમ સારો વિકલ્પ છે. જેમ કે ક્યારેક તમારા પાર્ટનરને કહો કે તમે તેને કોઈ ખાસ કેરેક્ટરમાં જોવા માગો છો. આ રીતે વાતો-વાતોમાં તમે તેને પોતાના મનની વાત કહી શકશો.

3પાર્ટનરને તેની ખુશી પૂછો

જો તમે પાર્ટનરને પૂછશો તો તેને સારું લાગશે અને તે તમને પણ આ વિશે પૂછશે. આ રીતે તમે પોતાની વાત તેને સમજાવી શકશો. જો પાર્ટનર તમને સમજશે તો પરિણામ પણ જોવા મળશે. જો આ પછી પણ તમે અસંતુષ્ટ રહો તો આ વિશે ખુલીને વાત કરો.

4ખુલીને કરો વાત

Romantic couple relaxing on bed in bedroom

મોટા ભાગની સ્ત્રીઓ પોતાના પાર્ટનરને જરુરિયાતો વિશે કહેતા શરમમાં રહે છે, પણ આ સૌથી સારો વિકલ્પ છે. તમે સાફ-સાફ તેને સમજાવાની કોશિશ કરો કે આપને શું જોઈએ છે. ધ્યાન રહે વાત કરતી વખતે તમારી ભાષા તેને સમજમાં આવે તેવી હોવી જોઈએ. વાત કરવાથી જ સમસ્યાનું સમાધાન લાવી શકાય છે.

5પાર્ટનરને ગાઈડ કરો

તમને તમારા પ્લેઝર ઝોન ખબર છે, માટે બેડ પર તમે પાર્ટનરને ગાઈડ કરી શકો છો. તેને જણાવો કે તેણે શું કરવાનું છે તો તમને વધારે ખુશી થાય છે.