ભારતથી ભૂટાનનો પ્રવેશદ્વાર “દુઆર”ની સૌંદર્યતા જોઇ આપ થઇ જશો ચકીત

94

જો આપ નેચર એટલે કે સૌંદર્યનાં લવર છો તો આ દેશમાં તેમજ દેશની નજીકમાં એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં આપ હરવા-ફરવા, એડવેન્ચર સિવાય પણ તે જગ્યાની સુંદરતાને પણ આપ એક્સપ્લોર કરી શકો છો. ખાસ રીતે આપણે જોઇએ છીએ કે નોર્થ-ઇસ્ટમાં વધારે. જે આપને મોહિત તેમજ આશ્ચર્યચકિત કરવાનો મોકો નહીં છોડે. તો આવો આજે આપણે જઇશું હિમાલયની તળેટીમાં આવેલ ‘દોઆર’નાં આકર્ષિત સફર પર. જાણીશું આ જગ્યાની કેટલીક આશ્ચર્યજનક વાતો વિશે.

પ્રાકૃતિક સુંદરતાથી સંપૂર્ણ ઘેરાયેલ છે ‘દોઆર’:
હિમાલયની તળેટીમાં આવેલ દોઆર અથવા દોઆર પૂર્વોત્તર ભારતીય વિસ્તાર છે. ભૂટાનની આસપાસ પૂર્વોત્તર ભારતમાં બાઢનાં મેદાન ઇસ્ટ હિમાલયની તળેટી કહેવાય છે. સંકોસ નદી આનાં 8,800 વર્ગ કિ.મી એરિયાને વેસ્ટ અને ઇસ્ટ દોઆરમાં વહેંચી કાઢે છે. એવું કહેવાય છે કે આ વિસ્તારમાં અનેક રસ્તાઓ છે કે જે હિમાલય તરફ જાય છે. જેમ કે દોઆરનો અર્થ નેપાળી, અસમિયા, મૈથિલી, ભોજપુરી, મગહી અને બંગાળી ભાષાઓમાં દરવાજા થાય છે.

આને ભારતથી ભૂટાન માટે એન્ટ્રી ડોરનાં રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. પ્રાચીન જમાનામાં ભૂટાનનાં લોકો મેદાની વિસ્તારમાં રહેવાવાળા લોકો સાથે 18 માર્ગ દ્વારનાં માધ્યમથી સંપર્ક કરી શકતા હતાં. પશ્ચિમી અસમ સ્થિત પૂર્વી દ્વારમાં સમતલ મેદાન છે કે જે અનેક એવી નદીઓ દ્વારા વહેંચાયેલ છે અને ત્યાંની જનસંખ્યા પણ ખૂબ ઓછી છે. પશ્ચિમી દોઆર પશ્ચિમ બંગાળનાં નોર્થમાં સ્થિત છે અને આ મેદાની વિસ્તાર અને હિમાલય સાથે જોડાયેલ નિમ્ન ભૂમિ ક્ષેત્ર તરાઇનો જ એક ભાગ છે.


‘દોઆર’ની આ જગ્યાઓ છે ફરવાલાયકઃ
પશ્ચિમ બંગાળથી શરૂ કરીને અસમ સુધી ફેલાયેલ દોઆરમાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં એકલા ગયા બાદ પણ આપ ઉદાસ નહીં થાઓ. આ સંપૂર્ણ વિસ્તારમાં ભારત અને ભૂટાન રાજ્યની વચ્ચે 18 સીમા ચોકીઓ છે. એટલે સુધી કે અહીં દાર્જિલિંગ, સિલીગુડી, જયગાંવ અને ભૂટાનનું ફુઇનટશૌલિંગ પણ દોઆરમાં જ આવે છે.

અહીંયા ફેલાયેલી હરિયાળીનું મૂળ કારણ છે અહીંયા ક્યારેય ન ખતમ થનાર વરસાદ. અહીંયાનાં ચાનાં બગીચામાં પણ આપ ફરી પણ શકો છો ને સાથે સાથે આપ પત્તિઓને તોડતા ફોટોશૂટ પણ કરાવી શકો છો. માનસ નેશનલ પાર્ક, મહાનંદા વાઇલ્ડલાઇફ સેન્ચુરી અને ચપરામારી વાઇલ્ડલાઇફ રિઝર્વ ફરવાનો પણ વિકલ્પ આપની પાસે રહેશે.

કેવી રીતે જઇ શકશો?
હવાઇ માર્ગઃ અહીંયા સુધી પહોંચવા માટે નજીકનું એરપોર્ટ બાગડોગરા અને ગુવાહાટી છે.
રેલ માર્ગઃ નઇ જલપાઇગુડી અને કુચબહાર નજીકનું રેલ્વે સ્ટેશન છે.
સડક માર્ગઃ સિલીગુડી એ દોઆરનું મુખ્ય દ્વાર છે કે જ્યાં જવા માટે કોલકાતા, જલપાઇગુડી અને બીજાં પણ અન્ય શહેરોમાં આવેલ બસ અને ટેક્સીની સુવિધા પણ જવા માટે અવેલેબલ છે.

આ પણ વાંચો

બધાઈ હો મૂવી રીવ્યૂ: કૌશિક પરિવારને ‘બધાઈ હો’ કહેવાનું ભૂલશો નહીં, ચોક્કસપણે આખા પરિવાર સાથે જુઓ …